ધનુ રાશિમાં ગુરુ ગ્રહની હાજરી, આ 4 રાશિઓના લોકોને મળશે આર્થિક લાભ, જાણો વધુ વિગત.

દેવગુરુ બૃહસ્પતિ મંગળવાર પાંચ નવેમ્બરના રોજ મધ્યરાત્રીએ ૩ વાગ્યે વૃશ્ચિક રાશી માંથી પોતાની જ રાશી ધનુંમાં પ્રવેશ કરી લીધો છે અને ૨૯ માર્ચની રાત સુધી ધનું રાશીમાં રહેશે. ધનું રાશીમાં પહેલાથી જ બીરાજમાન કેતુ અને શનીને કારણે બૃહસ્પતિ ગુરુવાંડાલ યોગ પણ ઉભા થઇ રહ્યા છે. જેથી ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે. ગુરુના ધનું રાશીમાં જવાથી મહિલાઓને વધુ સંઘર્ષ કરવો પડશે. કર્ક, ધનું અને મીન રાશીમાં ગુરુ સર્વાધિક શક્તિશાળી હોય છે.

આવો જઈએ કે બૃહસ્પતિનું ધનું રાશિમાં પ્રવેશ જુદી જુદી જાતિઓને કેવી રીતે ફલદાયક રહેશે.

મેષ : ભાગ્યમાં વૃદ્ધી થશે, અટકેલા કાર્યમાં સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રૂચી રહેશે. અટકેલી પનોતી મળી શકે છે.

વૃષભ : પ્રવાસમાં ઓછા લાભથી તનાવ. રોકાણ ખોટી જગ્યાએ થઇ શકે છે. મિલકત વિવાદમાં નુકશાન અને કુટુંબીજનો સાથે વિવાદની શક્યતા.

મિથુન : વિદેશ યાત્રા શક્ય. વિવાહિત સુખમાં વધારા સાથે ધન પ્રાપ્ત થશે. સંતાન સુખ વધશે. પનોતીની શક્યતા છે.

કર્ક : દુશ્મનો દ્વારા દુઃખ મળી શકે છે. નોકરી છૂટવાનો ભય રહેશે અને રોગ થઇ શકે છે.

સિંહ : શુભ ફળોમાં વધારો થશે. સંતાન સુખ મળશે. રાજકૃપા પ્રાપ્ત થશે. ઉચ્ચ શિક્ષણમાં પ્રગતી થશે. વિવાહ થઇ શકે છે.

કન્યા : સંબંધિઓ દ્વારા તનાવ મળી શકે છે. વાહન-મકાનને લઈને ચિંતા થઇ શકે છે.

તુલા : સ્થળ ફેરફાર અને નજીકના સંબંધિઓથી વિયોગની શક્યતા. ધન સંબંધી વિવાદ થઇ શકે છે.

વૃશ્ચિક : ધન પ્રાપ્ત થશે. વિવેકપૂર્ણ વાણીથી કાર્યમાં સફળતા શક્ય. પરિવારને સુખ મળશે. પનોતીની શક્યતા છે.

ધનુ : દેશ કે પોતાના સ્થળથી બહાર જઈ શકો છો. ખર્ચ વધી શકે છે. નજીકના સંબંધિઓ સાથે મતભેદ, દુશ્મનોની શક્યતા.

મકર : ધન ગુમાવવા કે ડૂબવાનો ભય રહેશે. માનસિક ચિંતાઓ દુઃખી કરશે. ખર્ચા વધી શકે છે. ખોટા નિર્ણય લેવાઈ શકે છે.

કુંભ : સંતાન સુખમાં વૃદ્ધીની શક્યતા. પનોતી મળી શકે છે. એવોર્ડ મળી શકે છે. અટકેલા કાર્ય થઇ શકે છે.

મીન : આજીવિકાની સમસ્યા થઇ શકે છે. ધનની ખામીથી તનાવ થઇ શકે છે. સન્માનમાં ઘટાડાની શક્યતા છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.