ધનુ વાર્ષિક રાશિફળ 2020 : નવા વર્ષની શરૂઆત થશે શુભ, પરંતુ રાહુના રાશિ પરિવર્તન સાથે મળશે આ સંકેત.

ધનુ રાશી : આર્થિક સ્થિતિ તમારુ આ વર્ષ સારું રહેવાના સંકેત મળી રહ્યા છે. વિદેશમાં શિક્ષણ મેળવવા માંગતા વ્યક્તિઓ માટે આ વર્ષ શુભ સાબિત થશે. રાહુના સપ્તમ ભાવમાં હોવાથી દાંપત્ય જીવનમાં કડવાશ ઉભી થઇ શકે છે. વર્ષની શરુઆતમાં શનીના રાશી પરિવર્તન સાથે તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેવાના સંકેત મળી રહ્યા છે.

૧૧ મે ના રોજ શની વક્ર થશે. જેથી ધન હાનીના સંકેત મળી રહ્યા છે. આ સમયમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરો. ૧૪ મે ના રોજ ગુરુ મકર રાશીમાં વક્રી થઈ જશે, ત્યાર પછી આર્થીક સ્થિતિમાં તમને મિશ્ર પરિણામ જોવા મળી શકે છે.

ધનુ રાશીના વ્યક્તિઓ માટે વર્ષ ૨૦૨૦ ઘણું શુભ રહેવાની શક્યતા છે. કેમ કે વર્ષની શરુઆતમાં જ રાશીના સ્વામી બૃહસ્પતી તમારી રાશીમાં બિરાજમાન રહેશે. ગુરુની સ્વરાશીમાં હોવાથી હંસ મહાયોગ બનશે. આ યોગ તમારા પોતાના કાર્યો પુરા કરવાની ઉર્જા પ્રદાન કરશે. ધનના સ્થાનમાં શુક્ર બિરાજમાન છે, શુક્રને વૈભવના કારક માનવામાં આવે છે. તેના પ્રભાવથી આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબુત રહેશે.

ભાગ્યના સ્વામી સૂર્યના બિરાજમાન થવાથી તમને ભાગ્યનો પુરતો સહકાર મળશે. ઓછા પ્રયાસોમાં તમામ કામ પુરા થઇ જશે. કર્મભાવ અને દાંપત્ય જીવનના સ્વામી ગ્રહ બુધ કેન્દ્રમાં જ ગુરુ કેતુ સૂર્ય શની સાથે બિરાજમાન છે. તેની અસરથી તમે કાર્યક્ષેત્રમાં થોડું સારું પ્રદર્શન કરી શકશો. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા કાર્યરત વ્યક્તિઓને લાભ મળવાની શક્યતા વધુ રહેશે.

વિદેશમાં શિક્ષણ મેળવવા ઇચ્છતા વ્યક્તિઓના સપના પુરા થઇ શકે છે. રાહુના સપ્તમ સ્થાનમાં હોવાથી તમારા દાંપત્ય જીવનમાં થોડા અણબનાવ થઇ શકે છે. નવા પ્રેમીઓના સંબધોને તોડવાનું કામ રાહુ કરી શકે છે. તેવામાં તમે તમારા સાથી ઉપર વિશ્વાસ જાળવી રાખશો.

વર્ષની શરુઆતમાં શનિદેવ ૨૪ જાન્યુઆરીના રોજ મકર રાશીમાં આવી જશે. જે તમારી રાશી માંથી બીજા સ્થાન ઉપર રહેશે. તે તમારા માટે શુભ છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેવાની શક્યતા છે. ગુરુ ૩૦ માર્ચના રોજ મકર રાશીમાં પ્રવેશ કરશે, જ્યાં શની પહેલાથી જ હાજર રહેશે. જેથી તમારી વર્ષ કુંડળીમાં નીચભંગ રાજયોગ બનશે. જે તમારા વ્યક્તવમાં સુધારો લાવશે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધી કરશે.

૧૧ મેના રોજ શની વક્રી થશે. જેથી ધન હાનીના સંકેત મળી રહ્યા છે. આ સમય ઉપર કોઈ પણ લેવડ દેવડ ન કરો. ૧૪ મેના રોજ ગુરુ મકર રાશીમાં વક્રી થઇ જશે, ત્યાર પછી આર્થિક સ્થિતિમાં તમને મિશ્ર પરિણામ જોવા મળી શકે છે. પછી ૩૦ જુનના રોજ ગુરુ વક્રી અવસ્થામાં જ ધન રાશિમાં ભ્રમણ કરવા લાગશે. જેથી અટકેલા કાર્ય પુરા થઇ શકે છે.

૧૩ સપ્ટેમ્બરના રોજ ગુરુ માર્ગી થતા જ તમારી ઉપર કામનો બોજ વધવા લાગશે. રાહુ ૨૩ સપ્ટેમ્બરના રોજ રાશીના છઠ્ઠા સ્થાન ઉપર વિચરણ કરશે અને કેતુ જે તમારામાં જ બિરાજમાન હતા. તે પણ હવે ૧૨માં સ્થાનમાં આવી જશે. રાહુ તમારા રોગ અને દુશ્મનો ઉભા કરવા વાળા બની શકે છે. કેતુના લગ્નથી વ્યય સ્થાનમાં આવા ખર્ચોમાં વધારો થવાના સંકેત છે.

૨૯ સપ્ટેમ્બર શની માર્ગી થઇ જશે. તેના માર્ગી થતા જ તમને અચાનક ધન લાભની શક્યતાઓ ઉભી થઇ શકે છે. ૨૦ નવેમ્બરના રોજ ગુરુ પુનઃ મકર રાશીમાં આવી જશે, ત્યાર પછી તમારે તમારા પ્રયાસોના ફળ મળવા લાગશે. બધું મળીને તમારા માટે વર્ષ ૨૦૨૦ મિશ્ર રહેશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.