જ્યારે અજાણતામાં ધર્મેન્દ્રએ કર્યું હતું એડલ્ટ ફિલ્મમાં કામ, ડાયરેક્ટર કાંતિ શાહને સની દેઓલે આપી હતી ધમકી

ધર્મેન્દ્ર બોલીવુડના ઘણા જ સફળ અભિનેતા રહ્યા છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રએ ૬૦ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ૯૦ના દશક સુધી આવતા આવતા તે એક જાણીતા સુપરસ્ટાર બની ગયા હતા. તે સમયે ધર્મેન્દ્રની સ્ટારડમ પોતાની ચરણ સીમા ઉપર હતી.

તે સમયે ધર્મેન્દ્રનું ફિલ્મમાં હોવાથી જ ફિલ્મ હીટ થવાની ગેરંટી માનવામાં આવતી હતી. પણ એવામાં વચ્ચે ધર્મેન્દ્રથી એક એવી ભૂલ થઇ ગઈ જેના વિષે તમેને પોતાને પણ ખબર ન પડી, અને તેમણે એ ભૂલની ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. એ વાત તે સમયની છે કે જયારે તેમણે બી ગ્રેડ ફિલ્મોના જાણીતા ફિલ્મ નિર્દેશક કાંતિ શાહની ફિલ્મમાં ખાસ કરીને હિરો તરીકે કામ કરી રહ્યા હતા.

કાંતિ શાહે આ ફિલ્મ દરમિયાન ધર્મેન્દ્ર સાથે એક મોટી રમત રમી, જેની ખબર પડવાથી ધર્મેન્દ્રની સાથે સાથે તેના દીકરા સની દેઓલ પણ ઘણા દુઃખી થઇ ગયા. આઈએમડીબીના જણાવ્યા મુજબ, કાંતિ શાહે દગાથી ધર્મેન્દ્ર સાથે એડલ્ટ ફિલ્મમાં કામ કરાવી લીધું હતું, જેના વિષે ધર્મેન્દ્રને કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી.

ખાસ કરીને તે સમયે ધર્મેન્દ્ર કાંતિ શાહની એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મના શુટિંગ દરમિયાન ફિલ્મના નિર્દેશક કાંતિ શાહે ધર્મેન્દ્રને પોતાની છાતી પર તેલ લગાવીને ઘોડાસવારીનો સીન શૂટ કરવાનું કહ્યું. કાંતિ શાહના કહેવાથી ધર્મેન્દ્રએ તે સીન શૂટ કરી લીધો. ત્યાર પછી કાંતિ શાહે ધર્મેન્દ્રના બોડી ડબલને લઈને એક બળાત્કારનો સીન પણ શૂટ કરી લીધો.

ધર્મેન્દ્રને આ બધી વાત વિષે છેલ્લે સુધી કોઈ પણ જાણકારી ન હતી. પરંતુ ધર્મેન્દ્રના દીકરા સની દેઓલને અમુક લોકોએ એ વાતની જાણ કરી દીધી કે, તેના પિતા એક એડલ્ટ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તે સાંભળીને સની દેઓલને વિશ્વાસ ન થયો, અને જયારે તેમણે સાબિતી જોઈ તો તે ગુસ્સાથી અકળાઈ ગયો. તેમણે તરત કાંતિ શાહને ફોન કરીને પોતાના ઘરે આવવાનું કહ્યું.

જયારે કાંતિ શાહ ધર્મન્દ્રના ઘરે આવ્યા, તો સની દેઓલ કાંતિ શાહ ઉપર ઘણો નારાજ થયો અને તેમણે ધમકી સુધી આપી દીધી હતી કે, જો તેમણે આ ફિલ્મને સિનેમા ઘરોમાંથી દુર ન કરી તો તે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશે. સની દેઓલના નારાજ થવાથી કાંતિ શાહ ડરી ગયા અને તેમણે તમામ સિનેમાઘરોમાંથી તે ફિલ્મને દુર કરી લીધી. આજે તે ફિલ્મ ઉપલબ્ધ નથી.

૧૯૬૦ માં ધર્મેન્દ્રએ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ સફળ થઇ ન હતી, પરંતુ તેના અભિનયની બધા લોકોએ પ્રસંશા કરી હતી. ‘ફૂલ ઓર પથ્થર’ ફિલ્મ કર્યા પછી ધર્મેન્દ્રને પોતાની એક અલગ ઓળખાણ મળી. ત્યાર પછી ધર્મેન્દ્રએ ‘શોલે’, ‘બગાવત’, ‘પ્રતિજ્ઞા’, ‘ધર્મવીર’, ‘ચુપકે ચુપકે’, ‘સીતા ઓર ગીતા’, ‘આંખે’ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ધર્મેન્દ્રનો અભિનય અને ડાયલોગ્સ બોલવાની રીત આજે પણ લોકો ભૂલી નથી શક્યા.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.