લગ્ન પહેલા નેહા કક્કડને ધર્મેન્દ્રએ આપ્યા આશીર્વાદ, વાયરલ થયા ફોટો.

બોલિવૂડની ધાકડ સિંગર નેહા કક્કર આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારોના કારણે ચર્ચામાં છે. નેહા કક્કરનાં લગ્નને લઈને ઘણા પ્રકારના સમાચાર સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 14 ફેબ્રુઆરીએ સાત ફેરા લઇ લેશે. નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો આ દિવસોમાં મીડિયાનો ચર્ચાનો વિષય બની ગયો છે, જેના કારણે તેમના ફેન્સ ખુબ જ વધારે ઉત્સાહિત છે. એવામાં હવે આ બંનેની જોડીને ધર્મેન્દ્ર આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે.

લાંબા સમયથી નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણના લગ્નના સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આ સમાચારમાં કેટલીક હકીકત છે ને કેટલી નથી તેના વિષે હમણાં કઈ પણ જણાવી શકવું મુશ્કેલ છે. આ મુદ્દા પર ન તો નેહા કક્કર ખુલીને વાત કરી રહી છે અને ન આદિત્ય નારાયણ. પરંતુ બંને વચ્ચે કંઈક તો ચાલી જ રહ્યું છે, જેની શરૂઆત ઇન્ડિયન આઇડલના સેટ પર થઇ હતી. આ બંનેની લવ સ્ટોરીની શરૂઆત ઇન્ડિયન આઈડલના સેટ પર થઇ હતી. આ બંનેની જોડીમાં ધર્મેન્દ્રનું નામ પણ જોડાઈ ચૂક્યું છે, જે આમને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે.

સોસીયલ મીડિયા પર વાયરલ થઇ ફોટોમાં તમે જોઈ શકો છો કે ધર્મેન્દ્ર નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણને આશીર્વાદ આપતા દેખાઈ રહી છે. આ ફોટોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ધર્મેન્દ્રએ નેહા કક્ક્ડ અને આદિત્યની જોડીને આશીર્વાદ આપ્યો છે, કારણ કે બંને ખુબ જલ્દી જ લગ્ન કરવાના છે. કુલ મળીને, હવે તેમના લગ્નને થોડાક જ દિવસ બાકી છે. એવામાં જોવા જેવી વાત એ છે કે બંને લગ્ન ક્યાં અને કયા અંદાજમાં થશે? જણાવી દઈએ કે આ ફોટો સોની ઓફિશયલના અકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવી છે.

નેહા કક્ક્ડ અને આદિત્ય નારાયણના લગ્નની તૈયારી શરુ થઇ ચુકી છે, આવો મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ નેહા કક્કડ અને આદિત્ય નારાયણના પરિવારોએ પણ લગ્નની તૈયારી શરુ કરી દીધી છે, જેના કારણે તે આ દિવસોમાં ખુબ વધારે વ્યસ્ત છે, પરંતુ આ વાતના સમાચાર કોઈને કાનોકાન પણ ખબર પડી રહી નથી. એટલું જ નહીં, નેહા કક્ક્ડ અને આદિત્યા નારાયણને લઈને ઘણા ફોટો અને વિડીયો પણ આવી રહ્યા છે. જેમાં એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર નેહાના હાથમાં લાલ રંગની બંગડી પહેરેલી દેખાઈ રહી છે. જેના કારણે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે નેહા સાચામાં લગ્ન કરી શકે છે.

નેહા અને આદિત્યના લગ્નના સમાચાર વિષે જયારે ઉદિત નારાયણને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે મીડિયાએ તો પહેલા જ બંનેની જોડી બનાવી દીધી છે, એવામાં હવે મને ખુબ જ વધારે ખુશી થશે કે ઘરમાં કોઈ ફિમેલ સિંગર આવશે. સીધું કહેવામાં આવે તો ઉદિત નારાયણને પણ નેહાને ખુબ વધારે પસંદ આવી છે. એવામાં વહુ તરીકે તે તેની સ્વાગત કરવામાં માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમણે પણ મીડિયા સામે કંઈક પણ ખુલાસો કર્યો નથી. તેના કારણે દરેકને હવે 14 ફેબ્રુઆરીની રાહ છે કારણ કે તે જ દિવસે હકીકત સામે આવશે. જણાવી દઈએ કે ઇન્ડિયન આઇડલના સેટ પર પણ આદિત્ય નારાયણ નેહા કક્ક્ડ સાથે મીઠી મીઠી વાતો કરતા દેખાઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.