પરિવાર સાથે ખાસ અંદાજમાં ધર્મેન્દ્રએ ઉજવ્યો પોતાનો જન્મદિવસ, 84 વર્ષના થઈ ગયા હી-મેન

ધર્મેન્દ્ર પોતાના સમયના સુપરસ્ટાર હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્રને હી-મેનના નામથી જ ઓળખવામાં આવે છે. ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું. સાથે જ તેમણે ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી ડ્રીમ ગર્લના નામથી પ્રસિદ્ધ હેમા માલિની સાથે લગ્ન કર્યા. તમને જાણીને નવાઈ લાગશે કે, હેમા સાથે લગ્ન કરવા માટે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેમણે એવું એટલા માટે કર્યું હતું કેમ કે, તે પહેલાથી જ પરણિત હતા અને પોતાની પહેલી પત્ની પ્રકાશ કોરને છૂટાછેડા આપવા માંગતા ન હતા.

તે વિચારતા હતા કે તે કાંઈક એવું કરે જેથી પોતાની પત્નીનું ધ્યાન રાખી શકે, અને પોતાની પ્રેમીકા હેમા સાથે પણ લગ્ન કરી શકે. તેવામાં તેમણે ઇસ્લામ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો, કેમ કે ઇસ્લામ ધર્મમાં બે પત્નીઓ રાખવાની છૂટ આપવામાં આવે છે. પ્રકાશ કોર અને ધર્મેન્દ્રને બે દીકરા છે જેમના નામ બોબી અને સની દેઓલ છે. અને હેમા અને ધર્મેન્દ્રને બે દીકરી છે. જેનું નામ ઈશા અને અહાના દેઓલ છે.

૮૪ વર્ષના થયા બોલીવુડના હી-મેન :

આજે અમે ધર્મેન્દ્ર અને તેના જીવન સાથે જોડાયેલી વાતો એટલા માટે કરી રહ્યા છીએ, કેમ કે હાલમાં જ બોલીવુડના મોટા કલાકાર ધર્મેન્દ્ર ૮૪ વર્ષના થઇ ગયા છે. તેમણે પોતાનો ૮૪ મો જન્મ દિવસ એક ખાસ રીતે ઉજવ્યો. તે દરમિયાન તે પોતાના સંપૂર્ણ કુટુંબ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા. તેમના થોડા ફોટા સામે આવ્યા છે જેમાં ધર્મેન્દ્ર પત્ની હેમા અને બાળકો સાથે ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

સની અને બોનીએ આપી જન્મ દિવસની શુભ કામનાઓ :

આમ તો ઘણા બોલીવુડ કલાકારો અને મિત્રોએ ધર્મેન્દ્રને જન્મ દિવસની શુભકામનાઓ આપી. તેની સાથે જ દીકરી ઈશા-અહાના, દીકરા બોબી-સનીએ પણ તેમને સોશિયલ મીડિયા ઉપર જન્મ દિવસની શુભકામનાઓ આપી. પપ્પાને શુભકામનાઓ આપતા બોબી દેઓલે બાળપણનો એક ફોટો શેયર કર્યો અને લખ્યું, એક એવા માણસ જેનું દિલ સોનાનું છે. તમને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પપ્પા. અને સની દેઓલે પોતાના તરફથી એક ફોટો શેયર કર્યો.

બંને દીકરીઓએ આપી શુભકામનાઓ :

તેમની દીકરી ઈશાએ પપ્પાને બર્થડે વિશ કરતા લખ્યું, જન્મ દિવસની શુભકામનાઓ પપ્પા તમને ખુબ ખુબ પ્રેમ, ઈશ્વર તમારી ઉપર કૃપા જાળવી રાખે. તમે હંમેશા ખુશ અને સ્વસ્થ રહો. આ મેસેજને લખતા ઈશાએ પોતાનો અને ધર્મેન્દ્રનો ફોટો શેયર કર્યો. પોતાના પપ્પા માટે ધર્મેન્દ્રની નાની દીકરીએ પણ એક પ્રેમથી ભરેલો મેસેજ લખ્યો.

અહાનાએ પોતાના પપ્પાના જન્મ દિવસની શુભકામના આપતા લખ્યું, હું તમારી પાસેથી ઘણું શીખી છું. સાહસ, ધેર્ય, ક્ષમા અને બીજું પણ ઘણું, પરંતુ સૌથી જરૂરી વાત જે મેં તમારી પાસેથી શીખી છે તે એ છે કે પ્રેમ કેવી રીતે કરાય છે. અને તમે કોઈ માર્ગદર્શન કે સલાહ વગર સારી રીતે કરો છો. તે તમારામાં સ્વભાવિક છે. હું તમને સાચા હ્રદયથી પ્રેમ કરું છું. મારા વ્હાલા પિતાજીને જન્મ દિવસની શુભકામના. તમારા માટે બીજું કાંઈ નહિ બસ સર્વશ્રેષ્ઠની કામના કરું છું.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.