આજકાલ લોકો માત્ર ફાસ્ટ ફૂડને ઝેર ગણે છે. પણ તે ઘણા ઓછા લાકો જાણતા હશે કે રોજીંદા જીવનમાં એવી ઘણી વસ્તુ ખાઈએ છીએ જે આપણ ને લાગે છે કે આરોગ્યવર્ધક છે પણ હકીકતમાં તે ખુબ ખતરનાક છે. તેમાની એક વસ્તુ છે ખાંડ. ભલે લોકો મોઢાની મીઠાશ માટે ખાંડનો ઉપયોગ ખુબ ગર્વથી કરે છે પણ તે ખુબ ઓછા લોકો જ જાણે છે કે ખાંડ આપણા શરીર માટે ખતરનાક બની શકે છે.
શોધ દ્વારા કર્યો આ દાવો :
હાલમાં બ્રિટેન ના પ્રોફેસર જોન યુડકીને પોતાના સંશોધન થી તે વાતને સાબિત કરી છે કે ખાંડ “સફેદ ઝેર” છે, જે આરોગ્ય માટે નુકશાનકારક છે. સંશોધન પ્રમાણે તે ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જેનાથી રક્તવાહિનીઓ ની દીવાલ જાડી થઇ જાય છે અને હ્રદય નો હુમલો થવાની શક્યતા ખુબ વધી જાય છે.
આમ તો સંશોધનમાં માત્ર ખાંડ ને જ ઝેર તરીકે જાહેર કરવામાં આવેલ નથી પણ એવા બીજા પણ ખાદ્ય પદાર્થ છે, જેની અસર શરીર ઉપર ઝેર જેવી હોય છે, ભલે તેની અસર ની ઝડપ ધીમી હોય. તો આવો જાણીએ તે ખાદ્ય પદાર્થો વિષે જે ખરેખર આપણા શરીર માટે કોઈ ઝેરથી ઓછું નથી.
ખાંડ :
સંશોધનમાં ખાંડને સફેદ ઝેર માનવામાં આવે છે. તે ખાવાથી લીવરમાં ગ્લાઈકોજન નું પ્રમાણ ઓછું થાય છે, જેના કારણે મોટાપો, થાક, માઈગ્રેન, અસ્થમાં અને ડાયાબીટીસ ની તકલીફ વધી શકે છે અને તે વધુ ખાવાથી ગઢપણ વહેલા આવે છે.
ફણગેલા બટેટા :
ઘણા લોકો ફણગેલા બટેટાને પણ ખાવામાંથી બાકાત નથી રાખતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં ગ્લાઈકોઅલ્કેલાઈડ્સ હોય છે, જેનાથી ડાયેરિયા થઇ શકે છે. એટલું જ નહિ આવી જાતના બટેટા સતત ખાવાથી માથાનો દુઃખાવો કે બેભાન થવાની પણ શક્યતા રહે છે.
રાજમાં :
દિલ્હીવાસીઓને રાજમાં સૌથી વધુ મનગમતું ભોજન હોય છે. પણ તમને તે જાણીને નવાઈ લાગશે કે કાચા રાજમાં માં ગ્લાઈકોપ્રોટીન લેકટીન હોય છે, જેનાથી ઉલટી કે ઇનડાઈજેશન ની તકલીફ થવાની શક્યતા રહે છે. જો તેની અસર ને ઓછી કરવી છે તો રાજમાં હમેશા સારી રીતે ઉકાળીને ખાવા જોઈએ.
ઠંડા પીણા :
યુવાન વર્ગથી લઈને મોટા સુધી ઠંડા પીણા નો જોરદાર ક્રેજ જોવા મળે છે. તેમાં ખાંડ અને ફોસ્ફોરીક એસિડનું પ્રમાણ વધુ હોય છે. એક સંશોધન માં જાણવા મળેલ છે કે વધુ ઠંડા પીણા પીવાથી મગજ ડેમેજ કે હ્રદય નો હુમલો થવાનો ભય વધુ હોય છે. સાથે જ તેમાં મોટા આતરડા પણ સડી શકે છે.
મેંદો :
મેંદો ખુબ વધુ ખાવાની વસ્તુ નથી. મેંદો બનાવવાની પ્રક્રિયામાં ફાઈબર નીકળી જાય છે. સંશોધન થી જાણવા મળેલ છે કે વધુ મેંદો ખાવાથી પેટની તકલીફ વધવાની શક્યતા રહે છે, મેંદામાં બ્લીચીંગ તત્વ હોય છે, જે લોહીને પાતળું કરે છે અને તેનાથી હ્રદય ની બીમારી થવાનો ભય હમેશા રહે છે.
આયોડીન મીઠું :
સંશોધનમાં જાણવા મળેલ છે કે તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. વધુ ખાવાથી ઊંચા લોહીનું દબાણ ની શક્યતા વધી જાય છે. એટલું જ નહી તેનો વધુ ઉપયોગથી કેન્સર અને હાડકાનો પેરાલીસીસ થવાની શક્યતા વધી જાય છે.
જાયફળ :
સંશોધનમાં એ પણ જાણવા મળેલ છે કે તેમાં myristicin હોય છે. તેને લીધે વારંવાર હ્રદયના ધબકારા વધે છે. તેના ઉપયોગથી ઉલટી અને મોઢું સુકાઈ જવાની તકલીફ સતત રહે છે. એટલું જ નહી વધુ ખાવાથી બ્રેન પાવર ઓછો થાય છે.
ફાસ્ટ ફૂડ :
ફાસ્ટ ફૂડ વિષે તો કોઈને જણાવવાની જરૂર જ નથી. તે આપણા શરીર માટે કેટલું ખતરનાક છે, તે વાત ને ઘણી શોધોથી સાબિત પણ કરેલ છે. તેમાં મોનોસોડીયમ ગ્લુટામેટ હોય છે, જેના લીધે બ્રેન પાવર ઓછો થાય છે અને મોટાપો ઝડપથી વધે છે. સાથે જ હ્રદયની તકલીફ નો ભય વધે છે.
મશરૂમ :
કાચા મશરૂમ ક્યારેય ન ખાવા જોઈએ. કેમ કે કાચા મશરૂમમાં કાર્સિનોજેનિક કંપાઉંડ હોય છે. તેનાથી કેન્સરની શક્યતા વધે છે. તે કારણ છે કે કહેવામાં આવે છે કે મશરૂમ ને સારી રીતે ઉકાળ્યા પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.