ધોનીના આ 12 ફોટો સાબિત કરે છે કે તે સાચા અર્થમાં જમીનથી જોડાયેલા મહાન વ્યક્તિ છે

મહેન્દ્ર સિંહ ધોની, આ નામ સાંભળતા જ રૂંવાડા ઉભા થઈ જાય છે. ધોની એક એવા ક્રિકેટર છે જેને લોકો માત્ર પસંદ જ નથી કરતા, પરંતુ તેમને પોતાના દિલોમાં વસાવી રાખે છે. ધોની ૨૦૦૭ થી ૨૦૧૬ સુધી ઈન્ડીયન ટીમના કેપ્ટન રહ્યા છે. તેની સાથે જ તે એક ઉત્તમ વિકેટ કીપર પણ માનવામાં આવે છે. રમતમાં તેમની માઈન્ડ ગેમ ઘણી વખત ઇંડિયાને જીત અપાવી ચુકી છે.

2011 માં વર્લ્ડ કપ પણ ધોનીની મહત્વની ભૂમિકાને કારણે ભારતને મળ્યો હતો. ધોની વિષે એક ખાસ વાત એ છે કે, આટલા પૈસા અને ખ્યાતી હોવા છતાં પણ તે જમીન સાથે જોડાયેલા માણસ છે. સમયે સમયે આપણને ધોની સાથે જોડાયેલી એવી વસ્તુ જોવા મળતી રહે છે, જે આપણને જણાવે છે કે, આ માણસ દિલનો ઘણો જ સારો છે.

ધોની હંમેશાથી જ શો ઓફ વાળી વસ્તુથી દુર રહે છે. તેમણે ઈન્ડીયન ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટે જીવનમાં જે સંઘર્ષ કર્યો છે, તેણે આજ સુધી નથી ભૂલ્યા. એટલા માટે તે હંમેશા પોતાને એક સામાન્ય માણસની જેમ જ ટ્રીટ કરે છે. તેની અંદર ઘમંડ નામની વસ્તુ નથી. તે બાબત તેને બીજા ખેલાડીઓથી અલગ બનાવે છે. તે વાતની સાબિતી આપતા આજે અમે તમને ધોનીના થોડા હ્રદયને સ્પર્શ કરે તેવા ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ.

૧. ધોનીનો ખરખર મોટો શોખ છે, તે પોતાની બાઈક હંમેશા પોતે જ સાફ અને રીપેર કરે છે. તેની ઉપરથી એ સાબિત થાય છે કે તે માત્ર શો ઓફ માટે બાઈક નથી ચલાવી રહ્યા, પરંતુ તેને મનથી તે કામ ગમે છે. નહિ તો તેના જેવા મોટા માણસ પોતાની બાઈકનું મેન્ટેનેંસ કોઈ બીજા પાસે જ કરાવી શકે.

૨. ધોનીને ઘણી વખત ક્રિકેટ મેદાનમાં જમીન ઉપર જ સુતેલા જોવા મળે છે. તેને એ વાતમાં જરા પણ સંકોચ નથી હોતો કે, તેના જેવા મોટા સ્ટાર્સ જમીન ઉપર સુવે છે.

3. કરોડો રૂપિયા હોવા છતાં પણ ધોની પોતાની હેયર કટ કોઈ મોંઘા કે ફેન્સી સલુનમાં નથી કરાવતા, પરંતુ તે કોઈ પણ લોકલ વાણંદ પાસે જ પોતાની હેયર કટિંગ કરાવે છે.

૪. ધોની પોતાના ઘરની નાની નાની વસ્તુનું ધ્યાન પણ પોતે જ રાખે છે. જો ઘરમાં કોઈ રીપેરીંગ કે કોઈ નાના મોટા કામની જરૂર હોય તો તેને તે પોતે જ કરી દે છે.

૫. ધોનીને કોઈ મોટા ક્લાસ વાળા ફેન્સી રેસ્ટોરેન્ટમાં ખાવાને બદલે ટ્રેડીશનલ સ્ટાઈલમાં ભોજન કરવાનું ગમે છે.

૬. ક્રિકેટ ઉપરાંત ધોનીને ફૂટબોલ મેચ રમવાનો પણ ઘણો શોખ છે.

૭. આ ફોટો ત્યારનો છે જ્યારે ધોની અને તેની પત્ની સાક્ષી પાસપોર્ટ ઓફીસ ગયા હતા. તેમાં તમે ધોનીની સાદાઈ સ્પષ્ટ જોઈ શકો છો.

૮. ધોનીને વરસાદમાં પલળવાનું અને એન્જોય કરવાનું પણ ગમે છે.

૯. એક વખત ધોની પોતાના બધા સાથી ખેલાડીઓ માટે પોતે ડ્રીંક ઉપાડીને લઇ ગયા હતા. આ દ્રશ્ય જોઈ દરેક આશ્ચર્યચકિત બની ગયા હતા.

૧૦. ધોનીને સામાન્ય માણસની જેમ રહેવું અને સાયકલ ચલાવવું પણ ગમે છે.

૧૧. ધોનીમાં જ તે વાત છે કે તે કોઈના કહેવાની ફિકર કર્યા વગર ક્યાય પણ જમીન ઉપર સુઈ આરામ કરી શકે છે.

૧૨. ધોની પોતાના દોસ્ત સત્ય પ્રકાશ સાથે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.