જો આપણે આપણા ફેફસાની સારી રીતે જાળવણી રાખીશું તો તે જીવનભર યોગ્ય રીતે ચાલી શકે છે. જો ફેફસા ઉપર બહારથી હુમલો ન હોય તો તે લાંબા સમય સુધી ટકાઉ હોય છે. થોડા અપવાદને છોડીને આપણા ફેફસા ત્યાં સુધી તકલીફમાં નથી પડતા જ્યાં સુધી આપણે તેને તકલીફમાં નથી મુકતા.
રોજ ધુમ્રપાન કરવું ફેફસાને સૌથી વધુ નુકશાન પહોચાડી શકે છે. જયારે ધુમ્રપાનની વાત આવે છે તો કોઈ સુરક્ષિત શક્યતા નથી. તમે જેટલું વધુ ધુમ્રપાન કરશો તમારા ફેફસાને કેન્સર અને સીઓપીડી (જેને અંદર લાંબા સમય ફેફસાનો સોજો અને એફીસેમા આવે છે) થવાનો ભય પણ વધુ રહેશે. ધુમાડો ઘણો ખતરનાક હોય છે.
એવું જાણવામાં આવ્યું છે કે તે વાતાવરણમાં રહેવા માત્રથી જ્યાં લોકોએ ધુમ્રપાન કરેલ હોય ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે. માત્ર ધુમ્રપાન છોડી દેવું પુરતું નથી. મારીજુઆના, પાઈપ કે સિગરેટ પણ તમારા ફેફસા માટે એટલી જ ખતરનાક છે.
જો તમને રોજ ધુમ્રપાન કરવાની ટેવ છે કે પહેલા હતી તો તમે તમારા ફેફસાને ઘણું નુકશાન પહોચાડી ચુક્યા છો, અને હવે સમય છે જે તમે અત્યાર સુધી તમારા આરોગ્ય સાથે ખોટું કર્યું છે તેને ઠીક કરવામાં આવે.
આજે અમે તમને એક ઘરેલું નુસખો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા ફેફસાની સફાઈ કરી શકો છો. આ નુસખો તમારા ફેફસાને ધુમ્રપાન કે કોઈ બીજી રીતે થતા નુકશાનથી બચાવીને રાખશે. તો આવો જાણીએ આ નુસખા વિષે.
સામગ્રી :
૧ ઇંચ આદુ
૪૦૦ ગ્રામ ડુંગળી
૪૦૦ ગ્રામ શુદ્ધ મધ
૨ ચમચી હળદર પાવડર
૧ લીટર પાણી
રીત / ઉપયોગ :
પાણી અને મધને તાપ ઉપર રાખીને ઉકાળો.
જયારે આ મિશ્રણ ઉકળવા લાગે તો તેમાં કાપેલુ આદુ અને ડુંગળી નાખો.
આ મિશ્રણમાં હળદર નાખીને તેને ત્યાં સુધી આગ ઉપર રાખો જ્યાં સુધી તે આખું મિશ્રણ ઓછું થઈને અડધું ન રહી જાય.
જયારે આ મિશ્રણ અડધું રહે તો તેને આગ ઉપરથી લઇ લો. અને આ મિશ્રણને સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો.
મિશ્રણ ઠંડુ થયા પછી આ મિશ્રણનો એક ગ્લાસ જારમાં કાઢીને ફ્રીજમાં રાખી દો.
૨ ચમચી રોજ સવારે ખાલી પેટ અને ૨ ચમચી રાત્રે સુવાના ૨ કલાક પહેલા આ મિશ્રણનું સેવન તમારા ફેફસાને સમય પહેલા ખરાબ થવાથી બચાવી શકે છે.
શરીરનાં બીજા અંગો માટે આયુર્વેદીક દવા જાણવા ક્લિક કરો >>>>> આ છે ભારતીય ચમત્કારિક ફળ જે હ્રદય, કીડની, લીવર, કેન્સર, આર્થરાઈટીસ જેવા રોગો નો ઉપાય છે
લીવર માટે આયુર્વેદીક દવા જાણવા ક્લિક કરો >>>>> લીવર સીરોસીસ, હેપેટાઈટીસ, ફૈટી લીવર સહિત ની લીવરની તમામ બીમારીઓ માટે રામબાણ
મિત્રો ગુજ્જુ ફેન ક્લબની આખી ટીમ તરફથી આ વિનંતી કરવામાં આવે છે, કે ધુમ્રપાન તમારા અને તમારા આજુબાજુના લોકોના આરોગ્ય માટે ખુબ નુકશાનકારક છે. તેને વહેલામાં વહેલી તકે ત્યાગ કરો અને સ્વસ્થ જીવનનો આનંદ મેળવો.