ધુપબતીથી વાયરસ, બેકેટેરિયા અને જીવાણુંનો થાય છે નાશ, તેના બીજા ફાયદા તમને ચકિત કરી દેશે, જાણો

દેશી ગાયના ગોબરમાંથી નિર્મિત ધુપબતી શા માટે?

મિત્રો, આગળના લેખમાં આપણે દેશી ગાયના ગોબરમાંથી બનતી ધુપબત્તી વાપરવી કેટલી ગુણકારી છે તેના વિષે ચર્ચા કરી હતી. આજે તમને તે કડીમાં આગળ વાત કરતા તેમાં વપરાથી સામગ્રી અને તેના ફાયદા વિષે જણાવીશું.

આયુર્વેદમાં એક શ્લોક છે नासा हि सिरसो द्वारं। – જેનો ભાવાર્થ છે કે નાક એ માથાનું દ્વાર છે, અને નાક વાટે ઔષધી માથામાં જે રોગ/વિકારનો નાશ કરે છે.

મનુષ્યના મગજમાં બ્લડ-બ્રેઈન બેરીયર છે, જે કોઈ પણ હાનિકારક વસ્તુને મગજ સુધી પહોંચવા દેતું નથી, ઈવન ઝેરને પણ ઘુસવા દેતું નથી. એ બેરીયરને દેશી ગાયનું ઘી અને હવનનું ધૂપ આરામથી મગજના ભાગ સુધી પહોંચીને મગજને વધારે કાર્યક્ષમ બનાવે છે. (આ વિષયમાં વધારે માહિતી માટે આજુબાજુના જુના વૈદ્ય અને જૂના ન્યુરોસર્જન ડોકટરને પૂછવું.)

વૈદિક કાળમાં હવનનો આવિષ્કાર ઋષિમુનીઓએ કરેલો હતો, જેનો મુખ્ય હેતુ મગજ સાથે સંકળાયેલો હતો. હવનનો ધુમાડો મનુષ્યના નાક દ્વારા શરીરના મધ્યસ્થ ચેતાતંત્ર (central nervous system) માં પહોંચે છે. હવન એ મનુષ્યનું શરીર શુદ્ધ કરે છે, સાથે સાથે શારીરિક, માનિસક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વૃદ્ધિઓ પણ કરે છે.

હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ. તો ધુપબતી નિર્માણ પ્રક્રિયામાં દેશી ગાયનું વલોણાનું ઘી, દેશી ગાયનું ગોબર, ભીમસેની કપૂર, જટામાસી, જાયફળ, અગર, તગર, કપૂર કાંચળી વગેરે વપરાય છે.

દેશીગાયનું ઘી જયારે સળગે છે ત્યારે કુદરતી ધુમાડો ઉત્પન્ન થાય છે, જે શ્વાસોશ્વાસને લગતી બીમારી મટાડે છે, લોહીના ગઠ્ઠાને દૂર કરે અને નાક, ફેફસાં અને લોહીની નસના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે.

તેમજ ભીમસેની કપૂર સળગે છે, ત્યારે તેનાંથી શરીરની શ્વાસોશ્વાસની તંત્ર વ્યવસ્થા ઝડપથી ચોખી થઈ જાય છે, અને તે લોકોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે.

જટામાસીમાં એન્ટી કોનવલસન્ટ એક્ટિવિટી (વાઈ/આંચકી/મિર્ગીને લગતું), એન્ટી પાર્કિન્સન એક્ટિવિટી, ટ્રાન્સ્કવીલીઝિંગ એક્ટિવિટી (શાંતિ), હેપેટોપ્રોટેક્ટીવ (લીવરને લગતું) ક્રિયાઓનું કાર્યક્ષેત્ર છે.

તો જાયફળમાં વાઈના રોગને ઠીક કરવાનું સામર્થ્ય છે. તેમજ અગરનો ધુમાડો શાંતિદાયક ઔષધનો ગુણધર્મ ધરાવે છે. તે અંતઃસ્ત્રાવ નિયમનનું કાર્ય કરે છે. અને તગરમાં વલેરીનીક એસિડ હોય છે જે અનિંદ્રાની સારવારમાં ઉપયોગી બને છે. નાગરમોથ એ ઉપશામક ઔષધ છે.

આ ઉપરાંત અન્ય હવન સામગ્રીના ઘણાં ગુણધર્મો અને ઉપયોગીતા પણ છે. ટૂંકમાં સમજીયે તો વૈદિક કાળમાં હવન પ્રચલિત હશે એના ઘણાં બધા કારણો હશે, એમાંનું એક સાયન્ટિફિક કારણ મગજ(brain) સાથે જોડાયેલું છે. અને મગજના રોગ એ વખતમાં નહીંવત કે ઓછા હશે એનું કારણ પણ હવન જ હતું.

જણાવી દઈએ કે, 1 ઓક્ટોબર 2015 ના રોજ “journal of epilepsy research” માં એક રિસર્ચ પેપર “Is there any scientific basis of havan to be used in epilepsy- prevention/cure?” પબ્લિશ થયું હતું. એ રિસર્ચ પેપરનું આ લેખમાં રેફરન્સ લીધેલ છે.

ખેર, ધુપબતીથી વાયરસ, બેકેટેરિયા અને જીવાણુંનો નાશ થઈ જાય છે. આ બીવડાવાની વાત નથી, પણ સમજવાની વાત છે. અને જરૂર નથી કે પ્રયોશા ધુપબતી જ વાપરવી, કોઈ પણ દેશી ગાયની ગૌશાળાની નિર્મિત ગોબરની ધુપબતી પણ વાપરી શકાય.

જય હો દેશી ગૌવિજ્ઞાન.

જય હો ધુપબતીની.

જય હો જાગ્રત મનુષ્ય જાતની.