હંમેશા ધ્યાન રાખો ધીરુભાઈ અંબાણીની આ 5 વાતો, તમને પણ મુકેશ અંબાણી બનવાથી કોઈ નહી રોકી શકે.

સફળતા ક્યારેય સરળતાથી નથી મળતી. અને જયારે વાત દેશના સૌથી અમીર માણસ બનવાની હોય તો તમને તેનાથી પણ એક પગલું આગળ જવાનું હોય છે. ધીરુભાઈ અંબાણીનું આજ મંત્ર હતો. એક પિતાના રૂપમાં ધીરુભાઈએ આ જ સીખ પોતાના પુત્ર મુકેશ અંબાણીને પણ આપી. આ જ સીખના દમ પર આજે મુકેશ અંબાણી દેશના સૌથી અમીર માણસના રૂપમાં ઓળખાય છે. મુકેશ અંબાણી મુજબ, પોતાના પિતાથી સીખેલી વાતોના ચાલતા જ તે આજે સફળતાના આ મુકામ પર પહોચ્યા છે.

શરુ થયું ધીરુભાઈ અંબાણી સ્કવાયર : નીતા અને મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં 2 કરોડ મુંબઈ વાસીઓને એક નવું અને ગૌરવશીલ આઈકન – ધીરુભાઈ અંબાણી સ્કવાયર સમર્પિત કર્યું. આ સ્કવાયર મુંબઈના બંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની સામે આવેલી છે. ધીરુભાઈ સ્કવાયર જીઓ વર્લ્ડ સેન્ટરનો ભાગ છે. આ પર્વ પર નીતા અંબાણીએ કહ્યું કે ધીરુભાઈ અંબાણી સ્કવાયરમાં વિશેષ મ્યુઝીકલ ફાઉન્ટેન કાર્યક્રમ મુંબઈની જીવંત ભાવના માટે એક સમર્પણ છે. આગળ વાંચો ધીરુભાઈ અંબાણીની 5 શીખ.

1. બીઝનેસમાં રિલેશનશિપ નહી પાર્ટનરશીપ ચાલે છે : રિલાયન્સ Jio ની લોન્ચિંગ પછી પોતાના એક ઇન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ધીરુભાઈ તેમના પુત્રની જેમ નહી પણ પાર્ટનરની જેમ ટ્રીટ કરતા હતા. તે કહેતા હતા કે બીઝનેસમાં રિલેશનશિપ નહી પાર્ટનરશીપ ચાલે છે.

2. બીઝનેસમેનને ખબર હોય છે કે શું કરવાનું છે? : કોઈ પણ કામ શરુ કરતા પહેલા તમને આ ખબર હોવી જોઈએ કે તમારું લક્ષ્ય શું છે? ત્યારે જ તમે તેના સુધી પહોચી શકો છો. વગર લક્ષ્યે ભાગવાથી કઈ મળતું નથી.

3. હંમેશા પોઝીટીવ રહો : ભલે તમે વાંચો કે કામ કરો, હંમેશા પોઝીટીવ રહેવું જરૂરી છે. તે અપ્રોચ સાથે જયારે તમે આગળ વધો તો તમને સફળતા મળશે. બની શકે છે કે આજુ બાજુ ઘણા બધા નેગેટીવ સ્વભાવના લોકો રહે પણ તમારે પોઝીટીવીટી ફેલાવવાની છે.

4. અસફળતાથી ડરો નહી, તેનાથી શીખો, ક્યારેય હાર ન માનો : દરેક વ્યક્તિએ સફળતા અને અસફળતાનો સામનો કરવો પડે છે. તેથી અસફળતાથી ડરવું ન જોઈએ પણ હિમ્મતથી તેનો સામનો કરવો જોઈએ. મુકેશ અંબાણી મુજબ, તેમને પણ બીઝનેસમાં અસફળતા હાથે લાગી, પણ તે પિતાના શબ્દ જ હતા, જે તેમને ભરોસો આપતા રહ્યા.

5. તૈયાર કરો સારી ટીમ : એક સારી ટીમ વગર તમે કઈ નથી કરી શકતા. તેથી સારા લોકોની સાથે સારી ટીમ બનાવવી અને મહેનતથી કામમાં જોડાઈ જવું, સફળતા મેળવવી ખુબ જ જરૂરી છે.