ડાયાબીટીસને કન્ટ્રોલ કરવા માટે ડાયટ ચાર્ટ, આ ફોલો કરીને કરો તમારું ડાયાબીટીસ કંટ્રોલ

લગભગ દરેક પાંચ ભારતીયમાંથી બે ભારતીયને ડાયાબીટીસ ની તકલીફ છે. જોવામાં આવે તો ડાયાબીટીસ પોતે કોઈ ગંભીર બીમારી નથી પણ તે આવ્યા પછી ધીમે ધીમે જુદી જુદી બીમારીઓને લાવીને શરીરના જુદા જુદા અંગોને નુકશાન પહોચાડે છે. જે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે શુગરના રોગીને આંખો અને કિડનીના રોગ, સુન્નાપણું આવવું જેવી તકલીફો થઇ શકે છે.

ડાયાબીટીસને કન્ટ્રોલ કરવા માટે જેટલું મહત્વ દવા અને કસરતનું છે એટલું જ મહત્વ આહાર અને ડાયટ નું છે. માનવામાં આવે છે કે ડાયાબીટીસના દર્દી સામાન્ય જીવન નથી જીવી શકતા તેથી તેમને એકદમ સાદું ડાયટ લેવું જોઈએ.

ઇન્સ્યુલીન હાર્મોનના સ્ત્રાવની ખામીથી ડાયાબીટીસ રોગ થાય છે. ડાયાબીટીસ વારસાગત કે ઉંમર વધવાથી કે મોટાપો, સ્ટ્રેસ જેવા ઘણા કારણોથી થઇ શકે છે. ડાયાબીટીસ એક એવો રોગ છે જેમાં દર્દીએ ઘણી કાળજી રાખવી પડે છે. મધુમેહ રોગી જો પોતાની દિનચર્યાનું પાલન નહી કરે તો તેને વધવાની શક્યતા વધુ રહે છે. તેથી ડાયટ ચાર્ટ ફોલો કરવો ખુબ જરૂરી રહે છે.

ડાયાબિટીસને પોતાના આહારમાં કુલ કેલેરીના ૪૦ ટકા કાર્બોહાઈડ્રેટ યુક્ત પદાર્થો સાથે, ૪૦ ટકા ચરબી યુક્ત પદાર્થો સાથે અને ૨૦ ટકા પ્રોટીન યુક્ત પદાર્થો સાથે લેવું જોઈએ. જો શુગરના દર્દીનું વજન વધુ છે તો તેને કુલ કેલેરીના ૬૦ ટકા કાર્બોહાઈડ્રેટ સાથે, ૨૦ ટકા ચરબી અને ૨૦ ટકા પ્રોટીન સાથે લેવું જોઈએ.

આવો આપણે જાણીએ ડાયાબીટીસના રોગી આઇડીયલ ડાયટ ચાર્ટ કેવી જાતનો હોવો જોઈએ અને સાથે જ થોડી મહત્વની બાબતો કોઈ સ્થિતિમાં ડાયાબીટીસ કન્ટ્રોલ કરવાના નિર્દેશ.

* સવારે ૬ વાગ્યે – એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મેથી પાવડર નાખીને પીવો.

* સવારે ૭ વાગ્યે – એક કપ શુગર ફ્રી ચા, સાથે ૧-૨ હળવા સાકર વાળા બિસ્કીટ લઇ શકો છો.

* નાસ્તા – સાથે અડધો વાટકો અંકુરિત અનાજ અને એક ગ્લાસ વગર મલાઈનું દૂધ.

* સવારે ૧૦ વાગ્યા પછી – એક નાનું ફળ કે પછી લીંબુ પાણી.

* બપોરે ૧ વાગ્યા એટલે કે લંચ – મિક્સ લોટની બે રોટલી, એક વાટકી ભાત, એક વાટકી દાળ, એક વાટકી દહીં, અડધી વાટકી સોયા કે પનીરનું શાક, અડધી વાટકી લીલા શાકભાજી અને સાથે એક પ્લેટ સલાડ.

* સાંજે ૪ વાગ્યે – ખાંડ વગર કે શુગર ફ્રી સાથે એક કપ ચા અને વગર ખાંડના બિસ્કીટ કે બે ટોસ્ટ કે ૧ સફરજન.

* સાંજે ૬ વાગ્યે – એક કપ સૂપ પીવો.

* સાંજના ભોજનમાં – બે રોટલી, એક વાટકી ભાત (ભૂરા ભાત અઠવાડિયામાં બે વખત) અને એક વાટકી દાળ, અડધી વાટકી લીલા શાકભાજી અને એક પ્લેટ સલાડ.

* માખણ વગર અને ખાંડ વગર એક ગ્લાસ દૂધ પીવો. આમ કરવાથી જ અચાનક રાત્રે શુગર ઓછું થવાનો ભય નહી રહે.

* એક ખાસ સલાહ મધુમેહના દર્દીએ ઉપવાસ ન કરવો જોઈએ. તે ઉપરાંત ભોજન વચ્ચે વધુ ગેપ પણ ન કરવો જોઈએ અને રાત્રે ભોજનમાં હળવું ભોજન કરવું જોઈએ. તે ઉપરાંત નિયમિત રીતે યોગા અને કસરત કરવાથી પણ બ્લડ શુગર નિયંત્રિત રહે છે.

* રોજ આ ડાયટ ચાર્ટ ફોલો કરીને સાથે જ જણાવેલ થોડી એક વસ્તુ બીજી ઉપયોગ કરો.

* જાડી વાટેલી મેથીદાણા એક કે અડધી ચમચી ખાવાના ૧૫-૨૦ મિનીટ પહેલા લેવાથી શુગર કન્ટ્રોલમાં રહે છે અને તેનાથી બીજા પણ ઘણા અંગોને ફાયદો મળે છે.

* રોટલીના લોટમાં દળાવ્યા પહેલા ઉપયોગમાં લેતા પહેલા તેની ગુણવત્તા વધારવા માટે તેમાં સોયાબીન ભેળવી લો.

* ઘી અને તેલનો દિવસ આખામાં ઓછામાં ઓછો ઉપયોગ કરો.

* દરેક શાકભાજીમાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરીને નોનસ્ટીક કુકવેયરમાં પકાવો. લીલા પાંદડા વાળા શાકભાજી વધુમાં વધુ ખાવ.

* શુગર રોગીને જમતા પહેલા લગભગ ૧ કલાક પહેલા ખુબ ઝડપથી પગપાળા ચાલવું જોઈએ અને સાથે જ કસરત અને યોગા પણ કરવા. યોગ્ય સમયે ઇન્સ્યુલીન અને દવાઓ લેતા રહો. નિયમિત રીતે જ ડોક્ટર પાસે તપાસ કરાવો.

* તેની સાથે શુગરના દર્દીને પ્રોટીન સારા પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવત્તા વાળા લેવા જોઈએ. તેના માટે દૂધ, દહીં, પનીર, સોયાબીન વગેરે નું સેવન વધુ કરવું જોઈએ. ઇન્સ્યુલીન લઇ રહેલ ડાયાબીટીસ વાળા વ્યક્તિ અને ગોળીઓ લઇ રહેલ ડાયાબીટીસ વાળા વ્યક્તિએ ભોજન યોગ્ય સમયે લેવું જોઈએ. આમ ન કરવાથી હાયપોગ્લાઇસીમિયા થઇ શકે છે. તેને લીધે નબળાઈ, વધુ ભૂખ લાગવી, પરસેવો આવવો, જોવામાં ઝાંખું કે ડબલ દેખાવું, હ્રદયની ગતી ઝડપી થવી, ઝટકા આવવા અને ગંભીર સ્થિતિ થવાથી કોમામા જવા જેવી તકલીફ નો સામનો કરવો પડી શકે છે. (ડાયાબીટીસના દર્દીઓ માટે ડાયટ ચાર્ટ)

* ડાયાબીટીસ વાળા વ્યક્તિને હમેશા પોતાની સાથે કોઈ ગળી વસ્તુ જેવી કે ગ્લુકોઝ, સાકર, મીઠા બિસ્કીટ રાખવા જોઈએ. જો હાયપોગ્લાઇસીમિયા ના લક્ષણ જોવા મળે તો તરત તેનું સેવન કરવું જોઈએ. એક સામાન્ય ડાયાબીટીસ વાળા વ્યક્તિને ધ્યાનમાં રાખવું જોઈએ કે થોડી થોડી વારે કાઈ ખાતા રહેવું. બે કે અઢી કલાકમાં કાઈક ખાવ. એક સમયે વધુ ખાવાનું ન ખાવ.

* ડાયાબીટીસના દર્દી હમેશા ડબલ ડોન્ટ દુધનો ઉપયોગ કરવો. ઓછી કેલેરી વાળા ખાદ્ય પદાર્થો નું સેવન કરો જેવા કે ફોતરા વાળા શકેલા ચણા, પરમલ, અંકુરિત અનાજ, સૂપ, સલાડ વગેરેનું વધુ સેવન કરો. દહીં અને છાશ નું સેવન કરવાથી ગ્લુકોઝ નું સત્ર ઓછું થાય છે અને ડાયાબીટીસ નિયંત્રણ માં રહે છે. (ડાયાબીટીસના દર્દીઓ માટે ડાયટ ચાર્ટ)

બીજી ધ્યાનમાં રાખવા યોગ્ય વાતો

* ડાયાબીટીસ ડાયટ માં વધુ ફાઈબર યુક્ત ભોજન – જેવી કે ફોતરા સહિત પૂરી રીતે બનેલ ઘઉંની રોટલી, ઓટ્સ(oats) વગેરે જેવા જટિલ કાર્બોહાઈડ્રેટ સાથે હોવા જોઈએ, કેમ કે લોહીના પ્રવાહમાં ધીમે ધીમે ભળી જાય છે. આવી રીતે ઇન્સ્યુલીન બનાવટના ગ્લુકોઝનો સારી રીતે સામનો કરી શકે છે.

* ઘઉં અને જૌ ૨-૨ કિલો ના પ્રમાણમાં લઈને એક કિલો ચણા સાથે દળાવી લો. ચોકર સહિત લોટની બનેલી રોટલી ભોજનમાં ખાવ. તેને તમારા ડાયાબીટીસ ડાયટમાં જરૂર ઉમેરો.

* ડાયાબીટીસડાયટ મુજબ શાકભાજી માં કારેલા, મેથી, સરગવો, પાલક, તુરીયા, શલગમ, રીંગણ, ટીંડોરા, ચોળી, પરવળ, દુધી, મૂળા, ફુલાવર, બેલપત્ર, બ્રોકલી, ટમેટા, કોબી, Tofu, સોયાબીન ની ભંગોડી, જૌ, બંગાળી ચણા, ફુદીનો, હળદર, કાળા ચણા, મીઠો લીમડો, ફળવાળા શાકભાજી જેવા કે બીન્સ, સેમ ફળી, શિમલા મરચું, લીલા પાંદડા વાળા શાકભાજી ઉમેરો કરો અને આ શાકભાજી થી બનેલ પાતળું સૂપ જેટલું ઈચ્છો તેટલું સેવન કરો.

* તુલસીના બીજ, જેતુનનું તેલ, (Olive Oil), અળસી, બદામનો બેધડક સેવન કરો.

* મધુમેહમાં ફળ- ફળોમાં જાંબુ, લીંબુ, આંબળા, ટમેટા, પપૈયું, સીંઘોડા, ખરબુજા, કાચા અમરુદ, સંતરા, મોસંબી, કાકડી, બીટ, મીઠો લીમડો, બેલના ફૂલ, જામફળ અને નાશપાતી ને ઉમેરો કરો. કેરી, પાકા કેળા, સફરજન, ખજુર અને દ્રાક્ષમાં શુગર હોય છે, પણ કેમ કે ફળોમાં ફાઈબર વધુ હોય છે તેથી તે સારા શુગરની ગણતરીમાં આવે છે. જેમને હાઈ લેવલ મધુમેહ નથી તે તેને ઓછા પ્રમાણમાં લઇ શકે છે. તેનું જ્યુસ બિલકુલ ન પીવું કેમ કે તેમાં ફાઈબર નીકળી જાય છે. વધુ પાકેલા ફળોમાં વધુ શુગર હોય છે તેથી કાચા ફળોનું વધુ સેવન કરો. (ડાયાબીટીસના દર્દીઓ માટે ડાયટ ચાર્ટ)