આ ૪ છોડ ડાયબીટિઝને મટાડવામાં અસરકારક છે ઘરે ખાસ ઉગાવો ને પર્યાવરણ ને સ્વાસ્થ્ય સારું કરો

આજકાલ ભારતમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની ગયેલ છે. ઈન્ટર. ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ ભારતમાં ડાયાબિટીસના ૬.૯૧ કરોડ જેટલા કેસ નોંધાયા હતા. આજે આપણે વાત કરીશું કે કઈ રીતોથી તમે ડાયાબિટીસને જડમૂળથી નાબુદ કરી શકો છો, એ પણ આ ચાર પાંદડાની મદદથી. આ પાનમાં એટલી તાકાત છે કે તે તમને સુંદરતા તો બક્ષે જ છે પણ સાથે સાથે એક નીરોગી જીવન પણ આપશે,

ઘરે ઘરે ઉગાડો આ છોડ, ડાયાબીટીસ જેવા ઘણા રોગોથી મળશે છુટકારો

સુંદરતા અને ઉપયોગીતા બન્ને નો સાથ મળે તો પછી શું વાત જ કરવી, તમે ધારો તો તમારા ઘરને સુંદરતાની સાથે સાથે મળશે આરોગ્યનો ખજાનો. આપણા જીવનમાં ઝાડ છોડ નું ઘણું મહત્વ છે. એટલા માટે લોકો પોતાના ઘરમાં નાનો ભાગ બગીચા માટે રાખે છે. આજકાલ ઘરોમાં જાત જાતના ફૂલો અને શાકભાજીઓ ના છોડ લગાવવાની ફેશન છે. તેનાથી આપણા ઘરની સુંદરતા વધે છે અને તમે આરોગ્યપ્રદ અને નીરોગી રહો છો.

તમે તમારા ઘરમાં સરળતાથી ઘણી જાતના આરોગ્યપ્રદ છોડ પણ ઉગાડી શકો છો. જેમ કે તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. ક્યાંક લોકો પૂજા કરવા માટે તુલસીનો છોડ લગાવે છે તો ક્યાંક ઘણા રોગોથી બચવા માટે લગાવે છે. તુલસીની જેમ એવા ઘણા છોડ છે જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ આ તંદુરસ્ત છોડ વિષે.

તુલસી

તુલસી એક એવો છોડ છે જે મોટાભાગે ઘરના આંગણામાં જોવા મળે છે. તે લગાવવાથી આજુ બાજુનું વાતાવરણ જીવાણું રહિત થઇ જાય છે. તે ઉપરાંત તુલસી વાળી ચા પીવાથી શરદી જુકામમાં રાહત મળે છે. ખુબ એસ્ટ્રોન વાળો સ્વાદ તાજગીદાયક સુગંધ સુગંધ તમને તનાવમાંથી બહાર લાવવામાં મદદ કરે છે.

 

ફુદીનો

ઘરમાં ફુદીનો ઉગાડવો ઘણો ફાયદાકારક છે. ફુદીનો ઉચ્ચ અને સામાન્ય બન્ને પ્રકારના બ્લડપ્રેશર ને નિયંત્રિત કરે છે. આ કામ માટે ફુદીનાની ચટણી અને રસનો ઉપયોગ કરી શકાય છે. ગરમીમાં હમેશા લુ લાગવાની તકલીફ થઇ જાય છે તે સમયે ફુદીનાની ચટણી નિયમિત સેવન કરતા રહેવાથી તેની શક્યતા ઓછી થઇ જાય છે.

કોથમીર

શાકભાજીની સુગંધ વધારવા માટે લીલી કોથમીર નો ઉપયોગ કરવામાં આવે છે. તેને તમે તમારા ઘરમાં જ ઉગાડી શકો છો. લીલી કોથમીર થાક મટાડવામાં ઉપયોગી છે. વિટામીન ‘એ’ થી ભરપુર કોથમીર મધુમેહ માં પણ ફાયદાકારક છે તેના સેવનથી લોહીમાં ઇન્સ્યુલીન નું પ્રમાણ નિયંત્રિત રહે છે. તેની સાથે જ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે અને સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારવામાં પણ મદદ કરે છે.

મીઠો લીમડો

મીઠો લીમડા નો ઉપયોગ ખાસ કરીને સાઉથ ઇન્ડિયન ભોજનમાં થાય છે. તેના ઉપયોગથી ખાવાનો સ્વાદ વધી જાય છે. દાળમાં વઘાર કરવા માટે કે સંભાર બનાવવામાં મીઠો લીમડાનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તે ડાયાબીટીસ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ડાયાબીટીસના રોગીઓને મીઠા લીંબડા ના પાન જરૂર ખાવા જોઈએ.

લસણ

લસણ પોતાનામાં જ ગુણોની ગુણોનો ખજાનો છે. ભોજનમાં લસણનું સેવન કરવાથી તમે ઘણા રોગોથી દુર રહી શકો છો. એક જાતનું બ્લડ પ્યુરીફાયર છે, જે લોહીને સાફ કરવાનું કામ કરે છે. લસણ કેન્સરની શક્યતા ઓછી કરવામાં મદદ પણ કરી શકે છે. તે ઉપરાંત હાથ પગ અને સાંધામાં દુખાવા માટે પણ લસણ ખુબ ફાયદાકારક છે.

હરિયાળી તમારા ઘરનું વાતાવરણ પણ ખુશનુમા બનાવવાના મદદ કરે છે. તેની સાથે જ જો આરોગ્યનો ખજાનો પણ મળી જાય, તો પછી શું કહેવું. તમે આ આરોગ્યપ્રદ છોડને તમારા ઘરમાં જ ઉગાડી શકો છો તેનાથી તમને ઘણા ફાયદા થશે.