ડાયાલીસીસ (Dialysis) લોહી શુદ્ધની એક કૃત્રિમ પદ્ધતિ હોય છે. આ ડાયાલીસીસની પ્રક્રિયા તે સમયે કરવામાં આવે છે, જયારે કોઈ વ્યક્તિની કીડની યોગ્ય રીતે કામ ન કરી રહી હોય. કીડની સાથે જોડાયેલા રોગો, લાંબા સમયથી મધુમેહના દર્દી, ઊંચા લોહીના દબાણ જેવી સ્થિતિઓમાં ઘણી વખત ડાયાલીસીસની જરૂર પડે છે. સ્વસ્થ વ્યક્તિમાં કીડની દ્વારા પાણી અને ખનીજ (સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફરસ સલ્ફેટ) નું સંયોજન રહેતું હોય છે.
ડાયાલીસીસ કાયમી અને કામચલાઉ હોય છે. જો ડાયાલીસીસના દર્દીની કીડની બદલીને નવી કીડની લગાડવાની હોય, તો ડાયાલીસીસની પ્રક્રિયા કામચલાઉ હોય છે. વ્યક્તિની કીડની એવી સ્થિતિમાં ન હોય કે તેને ફરી વખત નાખવામાં આવે, તો ડાયાલીસીસ કાયમી હોય છે, જેમને ડાયાલીસીસ કરવામાં આવે છે. તે શરૂઆતમાં એક મહિનાથી લઈને એક દિવસ અને તેથી પણ ઓછું થઇ જાય છે.
અને જો આપણે સાદી ભાષામાં કહીએ તો જયારે કિડનીની કર્ક્ષમતા નબળી થઇ જાય છે, શરીરમાંથી ઝેરીલા પદાર્થો સંપૂર્ણ રીતે નીકળી નથી શકતા, ક્રીએટીનીન અને યુરીયા જેવા પદાર્થોનો વધારો થવાથી ઘણી જાતની તકલીફો વધી જાય છે તો તે સમયે મશીનોની મદદ વડે લોહીને સાફ કરવાની પ્રક્રિયાને ડાયાલીસીસ કહે છે.
સામાન્ય રીતે બે જાતના ડાયાલીસીસ કરવામાં આવે છે.
ક્યારે જરૂર પડે છે?
ક્રોનીન રીનલ ડીજીજ કે ક્રોનીન કીડની ડીજીજને લીધે ક્રિએટીનીન ક્લીયરેંસ દર ૧૫ ટકા કે તેનાથી પણ ઓછો થઇ જાય તો ડાયાલીસીસ કરવું પડે છે. કિડનીની તકલીફને લીધે પાણી “ફ્લુઇડ ઓવરલોડ” ની તકલીફ થઇ જાય છે. પહેલા દવા લઈને જોવામાં આવે છે, ફાયદો ન થવાથી ડાયાલીસીસ કરવું પડે છે. જો શરીરમાં પોટેશિયમ નું પ્રમાણ વધી જાય અને હ્રદયના ધબકારા અનિયમિત થઇ જાય તો જુદી જુદી જાતની દવાઓ આપવામાં આવે છે. દવાઓની અસર ન જોવા મળે તો ડાયાલીસીસ ની સલાહ આપવામાં આવે છે.
“રેજીસ્ટેન્સ મેટાબોલીક એસીડોસીસ” ને લીધે એક્યુટ રીનલ ફેલ્યોર નો ભય ઉભો થઇ જાય છે. આ રોગથી શરીરમાં એસિડનું પ્રમાણ અચાનક વધી જાય છે. શરૂઆતમાં સોડાબાઈકાર્બ જેવી દવાઓથી નિયંત્રણ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. ફાયદો થવાથી ડાયાલીસીસ કરવું પડે છે. તે ઉપરાંત યુરીમિક પેરિકાર્ડાઈટીસ, યુરીમિક એનકેક લોપેથી અને યુરીમિક ગૈસ્ટ્રોપેથી જેવા રોગોને લીધે પણ ડાયાલીસીસ કરવાની જરૂર પડી શકે છે.
કેટલા પ્રકારના ડાયાલીસીસ?
પરિસ્થિતિના પ્રકાર અને ગંભીરતા મુજબ ડાયાલીસીસ બે પ્રકારના હોય છે.
હોમોડાયાલીસીસ – (Himo Dialysis) :
આ એક પ્રક્રિયા છે. જેને ઘણા તબક્કામાં પૂરી કરવી પડે છે. આ પ્રક્રિયામાં શરીરમાંથી ઝેર જેવા મશીન દ્વારા એક વખતમાં ૨૫૦ થી ૩૦૦ મી.લી. લોહીને બહાર કાઢીને શુદ્ધ કરવામાં આવે છે અને પાછું શરીરમાં નાખવામાં આવે છે. આ શુદ્ધિકરણ માટે “ડાયલાઈજર” નામની ચારણી નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માત્ર હોસ્પિટલ માં જ કરી શકાય છે.
પેરિટોનીયલ ડાયાલીસીસ (Hemodialysis) :
આ ડાયાલીસીસ માં રોગીની નાભીની નીચે ઓપરેશન દ્વારા એક નળી લગાવવામાં આવે છે. આ નળી દ્વારા એક પ્રકારનું તરલ (પી.ડી.ફ્લુઇડ) પેટમાં નાખવામાં આવે છે. પેટની અંદરની ઝીલ્લી ડાયલઈજર નું કામ કરે છે જે પી.ડી. ફ્લુઇડ ના સારા પદાર્થોને શરીરમાં પ્રવેશ કરાવે છે અને લોહીમાં રહેલા ઝેરીલા પદાર્થો ને બહાર કાઢે છે. આ તરલ પેટમાં ૫-૬ કલાક સુધી રાખવો પડે છે. ત્યાર પછી નળી દ્વારા જ પી.ડી. ફ્લુઇડ ને બહાર કાઢવામાં આવે છે.
આ આજકાલ ચલણમાં ઘણું વધારે છે. આ ઉપચાર તે લોકોનો થાય છે જેઓ યા તો ખુબ જ ઓછી ઉંમર કે વધુ ઉંમરના હોય છે, વિજ્ઞાન ની ભાષામાં તેને “એકસ્ટ્રીમ ઓફ એજેસ” કહે છે. જે લોકોને હ્રદય સબંધી તકલીફો હોય કે તેવા લોકો જે હોમો ડાયાલીસીસ પ્રીક્રિયાને સહન ન કરી શકે તેમના માટે સારવાર ની આ પદ્ધતિ ખુબ ઉપયોગી બને છે.
કીડની પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> આ સામાન્ય જેવો દેખાતો છોડ કીડનીને પુનઃજીવન આપવા માટે એકલો જ પુરતો છે.
કીડની પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> કીડની રિએક્ટિવેટર બચાવી શકે છે તમને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસ થી જાણો કેવીરીતે