શું તમે જાણો છો, ભારતના આ સુંદર આઇલેન્ડ્સ વિષે, ફરવા જવા માટે છે બેસ્ટ ડેસ્ટિનેશન.

ભારતની કેટલીક એવી જગ્યાઓ, જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે, જાણો ભારતના એવા જ સુંદર આઇલેન્ડ્સ વિષે. ભારત ન ફક્ત મંદિરો અને પર્વતોનો દેશ છે, પણ તે ઘણી સુંદર સમુદ્રી જગ્યાઓથી પણ ઘેરાયેલો છે. ભારતમાં નજાણે કેટલીય સમુદ્રી જગ્યાઓ છે અને સુંદર સમુદ્ર કિનારા છે, જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

સુંદર દરિયા કિનારા અને વાદળી સમુદ્રની લહેરો મુખ્ય રૂપથી પર્યટકોની રાહ જોતી હોય છે. દેશનો દક્ષિણ ભાગ એક દ્વીપકલ્પ છે અને પશ્ચિમ તરફ અરબ સાગર છે, પૂર્વ દિશામાં બંગાળની ખાડી અને દક્ષિણ દિશા તરફ હિંદ મહાસાગરથી ઘેરાયેલો છે.

તમારા લોકોની મુખ્ય ફરવાલાયક સ્થળોની યાદીમાં અંદમાન અને ગોવા જરૂર હશે. પણ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમુક એવા આઇલેન્ડ્સ વિષે જેના વિષે કદાચ તમને ઘણી ઓછી જાણકારી હશે. પણ હકીકતમાં આ જગ્યાઓ ઘણી સુંદર છે અને ફરવા માટેની બેસ્ટ જગ્યાઓની યાદીમાં આવે છે.

દીવ આઇલેન્ડ, ગુજરાત : ગુજરાતમાં દીવ એક સુંદર આઇલેન્ડ છે, જે ગુજરાત રાજ્યના કાઠિયાવાડ દ્વીપકલ્પના દક્ષિણ ભાગ પર આવેલો છે. આ સુંદર આઇલેન્ડ પર તમને પોર્ટુગીઝ સંસ્કૃતિ અને ગુજરાતી સમુદાયનું મિશ્રિત સ્વરૂપ જોવા મળે છે. આ સુંદર આઇલેન્ડ પર સૌથી શાનદાર વાસ્તુકલાવાળી સંરચનાઓ છે, જે સૂક્ષ્મ કિનારાના આકર્ષણમાં વધારો કરે છે. દીવ આઇલેન્ડ નિશ્ચિત રૂપથી તમને પોતાની તરફ આકર્ષિત કરતો જોવા મળશે.

દીવ ખરેખર એક અદ્દભુત જગ્યા છે. પૂરતા સમુદ્ર કિનારા અને પર્યટક સ્થળોવાળા આ સ્થળ પર કોઈ પણ સમયે જઈ શકાય છે, પણ અહીં ફરવા માટેનો સૌથી સારો સમય માર્ચથી જુલાઈ સુધીનો હોય છે. આ વિશેષ સ્થળ ઘણા સમુદ્ર કિનારાથી ઘેરાયેલું છે, એટલા માટે અહીં વાતાવરણ હંમેશા સોહામણું રહે છે. ગરમીની ઋતુમાં પર્યટક પોતાની સુખદ યાત્રા માટે વોટર પાર્કની મજા લઇ શકે છે. ગ્રીષ્મઋતુમાં તાપમાન સરેરાશ 31 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવે છે, જે દીવ આઇલેન્ડમાં જવા માટે ઘણું સારું છે.

બેરન આઇલેન્ડ, અંદમાન : બેરન આઇલેન્ડ અંદમાનનું એક સુંદર આઇલેન્ડ છે. આ દ્વીપ કોઈ પણ ફોટોગ્રાફર માટે સ્વર્ગ સાબિત થાય છે, જે નિર્મળ પણ છે અને બીજાથી દૂર પણ છે. આ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખીવાળો દ્વીપ છે. આ આઇલેન્ડ પોતાની સુંદરતાની સાથે લોભામણો છે અને તેમાં બીજું પણ ઘણું બધું છે, પણ અહીં ધ્યાન આપવાવાળી વાત એ છે કે, આ દ્વીપમાં સંપૂર્ણ રીતે આવાસની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.

બેરન દ્વીપ અંદમાન દ્વીપોમાં સૌથી પૂર્વીય દ્વીપ છે. આ દ્વીપ ભારત જ નહિ પણ દક્ષિણ એશિયાનું એક માત્ર સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખી દરેક પર્વત પરથી નથી નીકળતા, તે મોટાભાગે ત્યાં મળી આવે છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટોમાં તણાવ હોય અથવા પૃથ્વીની અંદરનો ભાગ વધારે ગરમ હોય. આ આઇલેન્ડ સુંદરતા માટે પ્રસિદ્ધ છે, પણ અહીં તમે ફરવાનું પ્લાનિંગ નથી કરી શકતા.

માજુલી, આસામ : માજુલી દુનિયાનો સૌથી મોટો રિવર આઇલેન્ડ છે, જે આસામ રાજ્યમાં બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે. આ દ્વીપ ઉત્તરમાં સુબનસિરી નદી અને દક્ષિણમાં બ્રહ્મપુત્ર નદી દ્વારા નિર્મિત છે. આ 16 મી શતાબ્દી પછીથી આસામની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં ઓળખાય છે. માજુલી ઈસંદનું મુખ્ય ગામ નાગમાર છે જ્યાં આજે પણ ઘણા આયોજન અને ઉત્સવ આયોજિત કરવામાં આવે છે.

આ જગ્યા પ્રદુષણ મુક્ત અને દરેક તરફથી હરિયાળીથી આચ્છાદિત છે. આ એક પર્યાવરણને અનુકૂળ સ્થળ છે. અહીં ઉજવવામાં આવતા તહેવાર ઘણા જ રંગીન અને જીવંત હોય છે, અને તે મુખ્ય કારણ છે જેના લીધે દેશના અલગ અલગ ભાગોમાંથી પર્યટકો અહીં યાત્રા માટે આવે છે. તમારે પણ ઓછામાં ઓછું એકવાર આ સુંદર આઇલેન્ડની યાત્રા કરવી જોઈએ.

કવ્વાયી આઇલેન્ડ (Kavvayi) : કવ્વાયી ભારતમાં કેરળ રાજ્યના કન્નુર જિલ્લામાં પયન્નુર પાસે, નાનકડા દ્વીપોનો એક સમૂહ છે. આ આઇલેન્ડ પાવન્નુરથી કાવઈ નદી પર એક નાનકડા પુલથી જોડાયેલો છે. કન્નુર જિલ્લાને પોતાની શાનદાર સુંદર વિશેષતાઓ અને કવ્વાયી સાથે સરળતાથી કેરળના સૌથી મહત્વપૂર્ણ બેકવોટર સ્થળોમાં ગણવામાં આવી શકે છે. આ કેરળમાં ત્રીજું સૌથી મોટું બેકવોટર છે અને આખા ઉત્તર કેરળ ક્ષેત્રમાં સૌથી મોટો આઇલેન્ડ છે.

અન્ય સુંદર બેકવોટર સ્થળોની જેમ કવ્વાયી પાસે પોતાનું આકર્ષણ છે, જે ખરેખર તમને આ જગ્યા તરફ આકર્ષિત કરે છે. માર્કો પોલો, અબુલ ફિદા, ઈબ્ન બતૂતા જેવા યાત્રીઓએ પોતાના યાત્રા લેખનમાં કવ્વાયી આઇલેન્ડનો ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ આ જગ્યા પર શાંતિ મેળવી શકે છે. તેના સિવાય કવ્વાયી બેકવોટરની આસપાસ ઘણા નાના અને મોટા આઇલેન્ડ છે, જેમની હરિયાળી અને શાનદાર જગ્યાઓ હંમેશા યાદ રહી જાય એવી છે. આ આઇલેન્ડ વિષે વધારે જાણવા માંગો છો, તો પોતાનું બેગ પેક કરો અને તેને પોતાની ફરવાની યાદીમાં આને શામેલ કરો.

સાઓ જૈસિંટો : સાઓ જૈસિંટો આઇલેન્ડ કે સેન જૈસિંટો આઇલેન્ડ એક નાનકડો દ્વીપ છે, જે મોરમુગાઓ ખાડીમાં આવેલો છે. આ એક પ્રેમાળ સ્થળ છે, જે બોગમાલો સમુદ્ર કિનારાથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલો છે. આ નાનકડા આઇલેન્ડ પર અવિશ્વસનીય, લોભામણી પ્રાકૃતિક સુંદરતા રહેલી છે જેનો આનંદ માણવા માટે તમે આ જગ્યા પર જઈ શકો છો. અહીં એક જૂની ચૈપલ (ચર્ચ કે કેથીડ્રલનો નોખી વેદીવાળો ભાગ) છે જે નદીની બીજી તરફ ભૂમિગત ટનલ સાથે જોડાયેલી છે, જે સિરિડાઓ સુધી જાય છે.

આ દ્વીપનું મુખ્ય આકર્ષણ એક પહેલાના સમયનું સુંદર ચૈપલ છે, જેને ડાબોલિમ એયરપોર્ટ પર યાત્રા કરતા સમયે પણ જોઈ શકાય છે. સાઓ જૈસિંટો આઇલેન્ડને અપાર પ્રાકૃતિક સુંદરતા મળી છે. હકીકતમાં દ્વીપ માટે નાવડીની સવારી પાણીની સપાટીની નીચે દેખાતી પ્લેટ કોરલ સાથે ઘણી સુખદ છે.

સેન્ટ મેરી આઇલેન્ડ, કર્ણાટક : અરબ સાગરમાં કર્ણાટકના તટથી ફક્ત 4 માઈલ દૂર આવેલ સેન્ટ મેરી આઇલેન્ડ એક ભૂવૈજ્ઞાનિક ખજાનો છે અને દેશના અમુક સૌથી સુંદર સમુદ્ર કિનારામાંથી એક છે. આ ચાર વ્યક્તિગત દ્વીપોનો એક સમૂહ છે, એટલે કે નારિયળ દ્વીપ, ઉત્તર દ્વીપ, દક્ષિણ દ્વીપ અને દરિયાબહાદુરગઢ દ્વીપ. સ્ફટિકીય ખડકો પર ઉભા રહી સૂર્યાસ્તને જોવો દ્વીપ પરના સૌથી આકર્ષક અનુભવોમાંથી એક છે. સેન્ટ મેરી આઇલેન્ડ કર્ણાટકમાં ઉડુપીમાં માલપેની નજીક છે, જે પોતાની હેક્સાગોનલ બેસાલ્ટિક રોક સંરચનાઓ માટે ઓળખાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.