ડીઝલની એવી લૂંટ મચી કે જામ થઇ ગયો આખો હાઈવે, પોલીસનો છૂટ્યો પરસેવો

જો લોકોને કોઈ પણ વસ્તુ મફત મળતી હોય તો લોકો તેને લેવા માટે હોડ લગાવે છે. ફક્ત ભારતમાં જ નહિ આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ મફત મળતી હોય તો ત્યાં લોકોની ભીડ જામી જાય છે. મફત મળતી વસ્તુ ભલે લોકોને કામમાં ન લાગતી હોય, પણ લોકો તેને મેળવી તો લે જ છે. અને એવામાં જો પેટ્રોલ કે ડીઝલ મફત મળતું હોય તો પછી પૂછવાનું જ ન રહે. અવો તમને એવા જ એક કિસ્સા વિષે જણાવીએ.

સામાન્ય રીતે લોકો પોતાની ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર કલાકો રાહ જુએ છે. એવામાં જો તેમને મોંઘા પેટ્રોલ-ડીઝલ મફત મળવા લાગે તો, વિચારો સ્થિતિ કેવી થઈ જાય અને કેવી લૂંટ મચી જાય. કઈંક એવું જ થયું રાજસ્થાનના સીકરમાં, જ્યાં ડીઝલથી ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા તેમાંથી ડીઝલ બહાર નીકળવા લાગ્યું, જેને લેવા માટે લોકોએ હોડ મચાવી દીધી.

હકીકતમાં સીકરમાંથી પસાર થઈ રહેલું ટેન્કર ખેતડી હાઇવે પર એક ગામ નજીક અકસ્માતનો શિકાર બનીને પલ્ટી ખાઈ ગયું. અને તેના પલ્ટી ખાધા પછી તેમાંથી ડીઝલ બહાર નીકળવા લાગ્યું, જેને ગામના લોકો ડ્રમ, ડબ્બા અને ઘરના વાસણો લઈને ભરવા માટે દોડી પડ્યા.

ગામલોકોમાં વધુમાં વધુ ડીઝલ લૂંટવાની હોડ મચી હતી, એ કારણે આખો હાઈવે જામ થઈ ગયો અને બંને તરફ ગાડીઓની લાંબી લાઈન લાગી ગઈ. ગામના લોકો હાઈવેની અવરજવર પ્રભાવિત થવાની ચિંતા કર્યા વગર ડીઝલ લૂંટવામાં લાગેલા રહ્યા.

હાઈવે પર લાંબો જામ લાગેલો જોઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને લોકોની ભીડને દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો. જે ટેંકર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી લોકો ડીઝલ લૂંટી રહ્યા હતા તે જયપુરથી ગાઢાખેડા જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ટેન્કરના ચાલકને પણ ઈજા થઈ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.