દીકરાની સાથે થયેલી આ ઘટનાએ બદલી નાખ્યું હતું કાદર ખાનનું આખુ કેરિયર, વિલેન માંથી બની ગયા હતા કોમિડિયન.

જાને વાલે કભી નહિ આતે જાને વાલે કી યાદ આતી હે, આવી જ એક દુ:ખદ ઘટના ૧ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ બની ગઈ હતી, જે હતી આપણા બોલીવુડના મહાન કલાકાર કોમેડી કિંગ કાદર ખાનની. કાદર ખાન પોતાના સમયમાં કોમેડીમાં ટોપમાં આવતા હતા અને તેઓ ફિલ્મો માટે ડાયલોગ લખવાનું પણ કામ કરતા હતા, આજે અમે તમને  તેમના જીવનનો એક કિસ્સો આજે અમે અહિયાં રજુ કરવા જઈ રહ્યા છીએ.

તેમની કેરિયરની શરુઆતના સમયમાં કાદર ખાનએ વિલનના પાત્ર નિભાવ્યા. તેમની ગણતરી બોલીવુડના પ્રસિદ્ધ વિલનમાં થતી હતી, પરંતુ એક ઘટના એ તે વિલન માંથી કોમેડિયન બની ગયા. ખાસ કરીને એક દિવસ તેમનો દીકરો સરફરાજ સ્કુલમાં ઝગડો કરીને ઘરે આવ્યો. જયારે કાદર ખાન એ દીકરાને પૂછ્યું કે તેણે ઝગડો કેમ કર્યો, તો સરફરાજ એ જવાબ આપ્યો કે સ્કુલમાં સૌ તેને વિલન અને ખરાબ માણસના દીકરા કહીને ચીડાવે છે. એ સાંભળીને કાદર ખાન ચુપ જ થઇ ગયા હતા. ત્યાર પછી તેમણે નક્કી કરી લીધું હતું કે હવે તે ફિલ્મોમાં સારા પાત્ર જ કરશે.

કાદર ખાન પોતાના પહાડી અવાજ અને ગજબની કોમિક રૈમીંગ માટે ઓળખાય છે. કાદર ખાનએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી. બાળપણમાં કાદર ખાન ઘણા ગરીબ હતા. એક વખત તેમની માં એ કહ્યું કે ગરીબી દુર કરવી હોય તો અભ્યાસ કરો. માં ની વાત કાદર ખાનને બરોબર મગજમાં ઘુસી ગઈ. તેમણે અભ્યાસ તો કર્યો જ સાથે તેમણે લખવાનો શોખ પણ ઉભો થઇ ગયો. તેમણે ઇસ્લામ યુસુફ કોલેજ માંથી એન્જીનીયરીંગ કર્યું. તે એમએચ સેમ્બુ સિદ્દીક કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સિવિલ એન્જીનીયરના પ્રોફેસર હતા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી ૧ જન્યુઆરી ૨૦૧૯ નવા વર્ષ માં મહાન બોલીવુડ કલાકાર કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં અવસાન થઇ ગયું. કાદર ખાન ૮૧ વર્ષના હતા અને તે છેલ્લા ઘણા અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. કાદર ખાન એ ૩૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. દીકરા સાથે બનેલી એક ઘટના પછી તેમણે ફિલ્મોમાં નેગેટીવ રોલ કરવાનું જ બંધ કરી દીધું. કાદર ખાન ભલે આજે આ દુનિયામાં નથી પણ તેમની કોમેડી અને એક્ટિંગ લોકોને આજીવન યાદ રહશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.