દીકરી હોવાની ફરજ નિભાવી રહેલી દિવ્યાંગ છોકરી, પિતાના કેન્સરનો ઈલાજ થઈ જાય એટલા માટે ચલાવે છે રીક્ષા.

આજના જમાનામાં દરેક એવું વિચારે છે કે ઘરમાં એક દીકરો જરૂર હોવો જોઈએ, દીકરી હોવા છતાં પણ લોકો દીકરો હોવાની ઈચ્છા રાખે છે. તેને લાગે છે કે માત્ર દીકરો જ ગઢપણમાં કે મુશ્કેલીના સમયમાં આપણેને સાથ આપશે. આમતો એવું નથી. દીકરી પણ પોતાના ઘરડા માતા પિતાનું સારી રીતે ધ્યાન રાખી શકે છે. માતા પિતાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેની દેખરેખ રાખવામાં છોકરીઓ પણ પાછળ નથી. તે વાતનું એક સરસ ઉદાહરણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

અમદાવાદની રહેવાસી ૩૫ વર્ષની અંકિતા શાહને જ લઇ લો. અંકિતાને બાળપણથી પોલીયો હતો. તેવામાં તેનો એક પગ કાપવો પડ્યો હતો. એવી રીતે અંકિતા અપંગ થઇ ગઈ પરંતુ તેણે જીવનની આશા ન છોડી અને એક સામાન્ય છોકરીની જેમ જીવનમાં આગળ વધતી રહી.

અંકિતાના જીવનમાં તે સમયે દુઃખોનો ડુંગર તૂટી પડ્યો, જયારે તેના પપ્પાને કેન્સરની બીમારી થઇ ગઈ. આ બીમારીના ઈલાજમાં ઘણા પૈસા ખર્ચ થતા હતા. તેણે વારંવાર અમદાવાદથી સુરત પણ જવું પડતું હતું, તેવામાં પૈસા અને સમય બંને જ આપવા પડતા હતા.

અંકિતા પહેલા એક કોલ સેન્ટરમાં જોબ કરતી હતી. ત્યાંથી તેને ૧૨ હજાર રૂપિયા મહિનાના મળતા હતા. અંકિતા જણાવે છે કે પપ્પાને કેન્સરને કારણે જ મારે ઘણી વખત રજા લેવી પડતી હતી જે કોલ સેન્ટરમાં મળતી ન હતી. સાથે જ લોકો પગાર પણ વધારતા ન હતા. તેવામાં અંકિતાએ પોતાની નીકરી છોડી ઓટો ચલાવવાનો નિર્ણય લીધો.

ઓટો ચલાવવાથી અંકિતા મહીને ૨૦ હજાર રૂપિયા કમાઈ લેતી છે, તે દિવસમાં ૮ કલાક ઓટો ચલાવે છે. તેની સાથે જ તે જયારે ઈચ્છે ત્યારે તેના પિતાની સારવાર માટે રજા લઇ શકે છે. અંકિતાએ આ ઓટો ચલાવવાનું પોતાના એક મિત્રએ શીખવ્યું. તેનો આ મિત્ર પણ અપંગ છે અને ઓટો ચલાવે છે.

તેણે માત્ર અંકિતાને ઓટો ચલાવતા જ શીખવ્યું પરંતુ તેને અપંગ લોકોના હિસાબે જે કસ્ટમાઈઝડ ઓટો પણ અપાવી દીધી. તેમાં બ્રેક હેન્ડથી ઓપરેટ થાય છે. અંકિતા જણાવે છે કે તેણે ઘણી કંપનીઓમાં ઈન્ટરવ્યું આપ્યા હતા પરંતુ તેના અપંગ હોવાને કારણે જ તેને જોબ મળવામાં તકલીફ થઇ રહી હતી. તેવામાં તેમણે ઓટો ચલાવવાનો નિર્ણય લીધો.

અંકિતા છેલ્લા ૬ મહિનાથી ઓટો ચલાવી રહી છે. તેમાંથી કમાયેલા પૈસા પોતાના પિતાના કેન્સરના ઈલાજમાં કરાવે છે. ભવિષ્યમાં અંકિતાનું સપનું છે કે તે પોતાનો ટેક્સીનો બિજનેસ ખોલે. અંકિતા બધા ભાઈ બહેનોમાં મોટી છે અને એક દીકરી હોવાની ફરજ ઘણી સારી રીતે નિભાવી રહી છે.

ત્યાં સોશિયલ મીડિયા ઉપર જયારે લોકોએ અંકિતાની આ સ્ટોરી વિષે જાણ્યું તો તેના માટે ઘણી પ્રસંશા થવા લાગી. અંકિતા ઘણા લોકો માટે પ્રેરણા બની ગઈ છે. તેણે પોતાના અપંગ હોવાને જીવનની તકલીફનો ભાગ ન બનવા દીધો. આજે ઘણી વખત છોકરા પોતે પોતાના માતા પિતાનું આટલું ધ્યાન નથી રાખતા અહિયાં અંકિતા એ એક છોકરી હોવા છતાં પોતાના પિતા માટે ઘણા સંઘર્ષ કર્યા છે, તેને અમારા વંદન.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.