દીકરી જ જોઈએ એવી જીદ્દ પર અડ્યું આ કપલ, સતત 13 છોકરા થયા તો પણ અટકવાનું નામ લેતા નથી, જુઓ વિડીયો

દીકરીઓ કોઈ પણ બાબતમાં પાછળ નથી હોતી, છતાં પણ આજના જમાનામાં તો છોકરા અને છોકરી સમાન છે. આમ તો દુર્ભાગ્યથી આજે પણ ઘણા લોકો એવા છે. જે પોતાના ઘરમાં દીકરીથી વધુ દીકરા હોવાની આશા રાખે છે. દીકરી થવાથી તેને એટલી ખુશી નથી થતી જેટલી કે દીકરો થવા ઉપર થાય છે. તમે ઘણા એવા કપલ્સ જોયા હશે, જે એક દીકરાની ગડમથલમાં ઘરમાં ઘણી બધી છોકરીઓની લાઈન લગાવી દે છે. એટલે કે જયારે તેણે દીકરો પેદા ન થાય ત્યાં સુધી બાળકનું પ્લાનિંગ કરવાનું બંધ નથી કરતા.

તે ગડમથલમાં જો દરેક વખતે છોકરી જ પેદા થાય તો તેની ફેમીલી ઘણું મોટું થઇ જાય છે. આમ તો આજે અમે તમને એક એવા કપલ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેની વિચારસરણી તેનાથી એકદમ વિપરીત છે. એટલે કે કપલને દીકરી મેળવવા માટે એટલો મોહ છે કે તેમણે દીકરી પેદા થવાની રાહમાં તેમણે ૧૩ દીકરા પેદા કરી નાખ્યા. એટલું જ નહિ તે લોકો ત્યાં સુધી નથી અટકવાના જ્યાં સુધી કે તેના ઘરે એક દીકરીનો જન્મ ન થઇ જાય.

ખાસ કરીને આ ઉત્તમ વિચારસરણી રાખવા વાળું કપલ બ્રાઝીલના Concei ao de Coit માં રહે છે. ૪૦ વર્ષના પતિ Ireneu Cruz એક ખેડૂત છે. જયારે તેની પત્ની Jucicleide Silva એક હાઉસ વાઈફ છે. આ કપલના કુલ ૧૩ દીકરા છે. તેમાંથી સૌથી મોટા દીકરાની ઉંમર ૧૮ વર્ષ છે, જયારે સૌથી નાના બાળકની ઉંમર ૧ મહિનો છે. આ કપલે એ નિર્ણય લીધો છે કે તે લોકો ત્યાં સુધી બાળક પેદા કરતા રહેશે, જ્યાં સુધી કે તેના ઘરે એક દીકરીનો જન્મ ન થઇ જાય. આ કપલને આશા છે કે ૧૩ તેનો લકી નંબર છે એટલા માટે ત્યાર પછી આગળનું બાળક દીકરો નહિ જન્મે.

આ કપલ વચ્ચે એક બીજી રસપ્રદ વસ્તુ નક્કી થઇ છે. એટલે કે જો દીકરાનો જન્મ થાય છે તો પતિ તેનું નામ રાખશે જયારે દીકરીનો જન્મ થશે, તો પત્ની Jucicleide તેનું નામકરણ કરશે. આમ તો દુર્ભાગ્યથી પત્નીને દીકરી ન થવાને કારણે હજુ સુધી પોતાના બાળકોના નામ રાખવાની તક નથી મળી શકી. તેવામાં એક કારણ એ પણ છે કે પત્ની Jucicleide દીકરી મેળવવાની જિદ્દ તોડવાનો પ્રયાસ કરી રહી છે.

પાપુલેશન નિષ્ણાતનું કહેવું છે કે એક પછી એક સતત ૧૩ દીકરા થવાથી ૮૦૦૦ લોકો માંથી ૧ વ્યક્તિને ચાંસ હોય છે. હવે દુર્ભાગ્યથી એક વ્યક્તિ આ કપલ છે, જેને સાચા મનથી દીકરીની આશા છે. નહિ તો સામાન્ય રીતે ૧૩ બાળકો માંથી ઘણી છોકરીઓ પણ પેદા થઇ જાય છે. આમ તો આ કપલે નક્કી કરી લીધું છે કે તે દીકરી મેળવીને જ રહેશે. પછી ભલે તેનું કુટુંબ હજુ કેટલુ પણ વધી જાય.

પતિનું સપનું છે કે તે પોતાના તમામ દીકરાને ફૂટબોલ ખેલાડી બનાવવા માટે છે. તેમણે પોતાના તમામ બાળકોના નામ R ઉપરથી જ રાખ્યા છે. આ કપલ કોઈ વધુ શ્રીમંત નથી એટલા માટે ક્યારે ક્યારે આટલા બાળકોનું ભરણપોષણ થોડું મુશ્કેલ પણ બની જાય છે. આમ તો પત્નીનું કહેવું છે કે અમે બધા ઘરમાં હળી મળીને જ ખાઈએ છીએ. જો ઘરમાં એક બ્રેડનો ટુકડો હોય તો તેમાંથી સરખા ભાગ થાય છે અને બધાને તે મળે છે. સામાન્ય રીતે અમારા માંથી કોઈ પણ રાત્રે ભૂખ્યા પેટે નથી સુતું. કોઈને કોઈ રીતે ખાવાની વ્યવસ્થા થઇ જ જાય છે.

આ કપલ માંથી આપણે બધાએ શીખ લેવી જોઈએ. એક દીકરી મેળવવા માટે તેમણે ૧૩ દીકરા સુધી પેદા કરી દીધા. અને ભારતમાં અમુક લોકો દીકરીના જન્મથી ઉદાસ થઇ જાય છે.

વિડિયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.