બાપ છે કરોડપતિ, દીકરો 20 લાખની ગાડીમાં બેસીને ચોરે છે સાઇકલ, જાણો કારણ.

એવી તે શું મજબૂરી આવી કે કરોડપતિ બાપના દીકરાએ 20 લાખની ગાડીમાં બેસીને ચોરી કરી સાઇકલ. જો તમારા પિતાજી કરોડપતિ હોય, તમે 20 લાખની ગાડીમાં ફરો છો, તો તમારા માટે એક સાયકલ કોઈ મહત્વ ધરાવતી નથી. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં એક કરોડપતિ બાપનો દીકરાએ સાયકલ જેવી વસ્તુ ચોરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે કરોડપતિ બાપનું સંતાન હોવા છતાં પણ એવું કેમ થયું જે યુવકને 9 હજાર રૂપિયાની સાયકલ ચોરવા માટે મજબુર થવું પડ્યું? આવો જાણીએ.

કોહેફિજા ટીઆઈ શૈલેન્દ્ર શર્માના જણાવ્યા મુજબ 31 ઓક્ટોમ્બરની રાત્રે આદિત્ય એવન્યુમાં રહેતા ધનરાજ સાહુ (64)ની દીકરીની સાયકલ ચોરી થઇ ગઈ હતી. તે અંગે જયારે પોલીસે સીસીટીવી કૂટેજ ચકાસ્યા તો તેને લાલ રંગની જીપમાં બે યુવાનો સાયકલ ચોરતા જોવા મળ્યા. જયારે 20 લાખની આ કારના નંબરની જાણકારી કાઢવામાં આવી તો તે કોલોનીમાં જ રહેતા યશવંત મીણાની નીકળી.

સાબિતી મળતા જ પોલીસે યશવંતના ઘરે ગઈ અને સાયકલ ચોરી વિષે પૂછપરછ કરી. પહેલા તો યશવંતે માસુમ બની ચોરીની વાત ફગાવી દીધી પરંતુ પછી ગુનો કબુલ કરી લીધો. તેણે પોલીસને જણાવ્યું કે આ ચોરી પાર પાડવા માટે તેણે તેના એક મિત્રની મદદ લીધી હતી. પોલીસે યશવંતને કસ્ટડીમાં લીધો ત્યારે તેણે ગળામાં સોનાની બે ચેન અને આંગળીઓમાં સોનાની વીંટી પહેરી હતી.

આગળની તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સાયકલ પ્રવીણ બેરાગી નામના એક વ્યક્તિને ઓએલએક્સ ઉપર વેચી દીધી. જયારે યશવંતને આ ચોરીનું કારણ પૂછવામાં આવ્યું તો તે ઉદાસ થઇ ને બોલ્યો ભૂલ થઇ ગઈ. તેણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેના મિત્ર અતુલે તેની પાસેથી સાડા ત્રણ હજાર રૂપિયા ઉછીતા લીધા હતા. પાછળથી તે પૈસા ચૂકવી ન શકતો હતો. એટલા માટે તેણે મિત્રની 9 હજાર રૂપિયાની કિંમતની સાયકલ ચોરી લીધી.

આરોપી યશવંતના પિતાના ઘણા ડમ્પર ચાલે છે, એટલે કે તે કરોડપતિ છે. પંડિત અતુલના પિતા કોચ ફેક્ટરીમાં મીકેનીકલ એન્જીનીયર છે. આમ તો એક કરોડપતિ બાપના દીકરાનું 3 હજાર ઉધારી વસુલવા માટે કોઈની સાયકલ ચોરવી ઘણું જ વિચિત્ર છે.

આમ તો સમગ્ર ઘટના ઉપર તમારી શું પ્રતિક્રિયા છે અમને કમેંટમાં જરૂર જણાવો.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.