દીકરો ડીપ્રેશન નો ભોગ નાં બને એટલા માટે માં બાપ ની અદભુત પહેલ જાણો નવી શરૂઆત

આજે ભણેલા હોય ગમે તેટલી મોટી ડીગ્રી મેળવી હોય પણ એ બધા જ બેરોજગાર ની શ્રેણી માંજ ભળી જાય છે નાં છુટકે ગટર સાફ કરવા જેવા રોજગારો પણ કરવા પડતા હોય છે. જ્યારે બીજી તરફ આવા બેરોજગાર બનાવા માટે માંબાપ ઘરે દીકરા દીકરીઓ ને ખુબ પ્રેશર કરતા હોય છે અને નાપાસ થનાર વિદ્યાર્થી ઓ આત્મહત્યા કે ડીપ્રેશન નો ભોગ બનતા જાય છે. માંબાપ ને સમજવું જોઈએ કે ભણી ગણી ને કોઈ કાઈ ઉખાડી નથી લેતું. અભણ કરતા ભણેલા નાં પ્રશ્નો વધુ હોય છે. એજ્યુકેશન સીસ્ટમ માં ફેલ થનાર લોકો જ બિજનેશ ક્લાસ માં નામ રોશન કરે છે. જ્યારે ભણેલા ગણેલા એમના ગુલામ ની જેમ તેમની નોકરી કરે છે તે હકીકત છે. એટલે ફેલ થનાર બાળકો માટે ખુબ નવીન શરૂઆત થઇ છે જે આવકાર દાયક છે.

મધ્યપ્રદેશ બોર્ડનું ૧૦માં અને ૧૨માં ધોરણનું પરિણામ સોમવારે જાહેર થયું. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ પણ થયા. બુંદેલખંડના ખજુરાહોમાં એક વિદ્યાર્થીએ પરિણામથી દુખી થઈને આત્મહત્યા પણ કરી લીધી. આ બધા વચ્ચે સાગરમાં એક કુટુંબે પોતાના દીકરાના ધોરણ ૧૦માં નાપાસ થવાથી સરઘસ કાઢ્યું અને ઉત્સવ મનાવ્યો.

આતિશબાજી કરી અને મીઠાઈ વહેચી.

સરસ્વતી શિશુ મંદિર શિવાજી બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦નો આશુ વ્યાસ ૬ માંથી ૪ વિષયમાં નાપાસ થઇ ગયો. તેથી આશુના પિતા સુરેન્દ્ર કુમાર વ્યાસને ગુસ્સો આવવાને બદલે સાંજના સમયે સરઘસ કાઢી દીધું. તેમણે જણાવ્યું કે મારો દીકરો કોઈ ખોટું પગલું ન ભરી લે, એટલા માટે આવું કરવામાં આવેલ. મારી જેમ તમામ પિતાએ સમજવું જોઈએ કે બાળક જો નાપાસ થઇ જાય તો ગુસ્સો થવાને બદલે તેની સાથે પ્રેમ પૂર્વક વર્તન કરો. આશુનું કહેવું છે મેં મગળવારેજ અટક્યા વગર નવી પરીક્ષાનું ફોર્મ ભરીને ફરી વખત પરીક્ષા આપીશ અને ૧૦મુ ધોરણ પાસ પણ કરીશ.

૧૨માની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને આપ્યો જીવ

છતરપુર ખજુરાહોના શાંતિનગર કોલોનીની વિદ્યાર્થીની એ ૧૨મા ધોરણમાં બે વિષયમાં નાપાસ થવાથી દુખી થઈને ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે ખજુરાહોમાં સંતોષ વિશ્વકર્મા નું પરીક્ષાના પરિણામમાં બે વિષયમાં નાપાસ થવાથી દુખી થઈને વિદ્યાર્થીની એ ઘરમાં જ પંખા ઉપર ફાંસો લગાવીને જીવ દીધો હતો.

૧૦માં ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થીની એ ખાઈ લીધો ગળાફાંસો

૧૦માનું સોમવારે જાહેર થયેલ પરિણામ પછી મહિયપુર રોડ ના રહેવાસી વિદ્યાર્થીની ૧૬ વર્ષીય વિજયા રાજેશ વર્મા એ આત્મહત્યા કરી લીધી. નાપાસ થવાને કારણે આ પગલું ભરેલ. કુટુંબીઓએ જણાવેલ કે તે ગયા વર્ષે ૧૦માં ધોરણમાં નાપાસ થયેલ હતી. આમ તો કુટુંબ વાળાઓએ તેને પરિણામ ખરાબ આવવાથી કાંઈ જ કહ્યું ન હતું, પણ તે પરીક્ષાના પરિણામથી દુખી થઇ ગયેલ હતી ઘરના પાછળના રૂમમાં દુપટ્ટા થી ફાંસો બનાવી તેને ગળાફાંસો ખાઈ લીધો.

જો બાળક ભણશે તો ખાલી ખોટા શિક્ષા નાં વ્યાપાર વાળા લુંટી લેશે ને બદલા માં એક ડીગ્રી આપશે જેની પર તમને ક્યાંક નોકરી મળવા નાં ચાંસ ઘણા ઓછા છે ને હરીફાઈ એમાં વધુ છે તેના કરતા જાતે પોતાનો રસ્તો બનાવી આગળ વધવું જોઈએ નાકે કોઈ ડીગ્રી નાં ભરોસે બેસીં રહેવું.