દીકરાનું કૌશલ્ય જોઈ માં એ વેચી પૂર્વજોની જમીન, મેળવી એવી સફળતા કે આવી ગયું જાપાનથી આમંત્રણ

આ દુનિયામાં જેને કાંઈક કરી છૂટવાની ભાવના હોય છે, તે કોઈ પણ સ્થિતિમાં આગળ આવીને જ બતાવે છે. દુનિયામાં એકથી એક ચડિયાતા ટેલેન્ટ છે, પરંતુ આપણા ભારતમાં પણ ટેલેન્ટની કોઈ અછત નથી. એ વાત માની લઈએ કે, અહિયાં જાતી ધર્મને લઈને લડાઈઓ થઈ જાય છે. પરંતુ જો ટેલેન્ટની વાત કરવામાં આવે, તો મોટા મોટા ફિલ્મ સ્ટાર, સાઈંટીસ્ટ, આર્મી જવાન કે પછી ખેલાડી હોય ભારતમાં આ બધાની કોઈ અછત નથી. એવો જ એક છોકરો છે જેનું કૌશલ્ય જોઈ માં એ વેચી વારસાની જમીન, હવે જાપાનમાં વૈજ્ઞાનિકો સાથે કરશે કામ.

દીકરાનું કૌશલ્ય જોઈ માં એ વેચી વારસાની જમીન :

દેશની સુરક્ષાને અભેદ બનાવવા માટે મિસાઈલનું મોડલ તૈયાર કરવા વાળા નૌહઝીલ ક્ષેત્રના ગૌતમ ચોધરી હવે જાપાનની પ્રસિદ્ધ કંપનીમાં કામ કરશે. તેને ૪૦ લાખના વાર્ષિક પેકેજ ઉપર પસંદ કરવામાં આવ્યા છે, અને તે કંપની ભારત માટે રક્ષણ માટેના સાધનો બનાવવાનું કામ કરે છે. મથુરા પાસે નૌઝીલ નામનું એક ગામ છે, જ્યાં રહેવા વાળા વિદ્યાર્થી ગૌતમ ચોધરીએ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી એક એવી મિસાઈલનું મોડલ તૈયાર કર્યું છે, જે ઘણા લક્ષ્યો ઉપર હુમલો કરી શકે છે.

પોતાના કુટુંબની જમામૂડીને લગાવીને ગૌતમ ચોધરીએ એવી મિસાઈલ તૈયાર કરી છે અને એવો દાવો કર્યો છે કે, આ મોડલનું કામ કરવામાં આવે તો તે દુનિયામાં અત્યાર સુધી બનેલી મિસાઈલોથી અલગ સાબિત થઈ શકે છે. તે એક વર્ષ પોતાના લક્ષ્ય ઉપર હુમલો કરી શકે છે, અને આ મોડલનું પ્રદર્શન તેના દ્વારા મથુરા ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ કર્યું છે.

અલગ અલગ સ્તરની જાણકારી મેળવ્યા પછી ગયા અઠવાડીયે ગૌતમ ચોધરીએ પોતાના મોડલનું પ્રદર્શન બેંગલુરુ આવેલા ઈસરો સેન્ટરમાં કર્યું હતું. અહિયાંથી મળેલી જાણકારી પછી તેણે ભારત માટે હથીયાર બનાવતી કંપનીના બેંગલુરું આવેલા કાર્યાલયનો સંપર્ક કર્યો. અહિયાં કંપનીને પોતાના કામની તમામ જાણકારી આપી, અને તેના આધારે જાપાનમાં કામ કરતી કંપનીએ ગૌતમને પોતાને ત્યાં ૪૦ લાખ રૂપિયાના પેકેજ માટે પસંદ કરી લીધો છે.

નૌહઝીલના ગામ જટપુરાના રહેવાસી કુંતી દેવી જે ગૌતમની માં છે, તેમણે પોતાના દીકરાને ભણાવવામાં કોઈ કમી નથી રાખી. વર્ષ ૨૦૧૫ માં મિસાઈલ બનાવવાનો જુસ્સો ગૌતમ ઉપર સવાર થયો, અને પછી તેણે દિવસ રાત એક કરીને તે બનાવ્યું. ચાર વર્ષ સુધી અલગ અલગ નિષ્ણાંતોની મદદથી તેણે આ મોડલ તૈયાર કર્યું.

ગૌતમે તે પણ દાવો કર્યો હતો કે, આ મોડલ ઉપર તૈયાર થયેલી મિસાઈલ એક સાથે ૧૦ નિશાન સાધી શકે છે. તેમાં સોલીડ બુસ્ટર અને જેટ જેવા બે એન્જીન લાગેલા છે. તેનું વજન ૩૫ થી ૪૦ કિલોગ્રામ સુધી છે. દીકરાના આ સપનાને સાકાર કરવામાં કુંતી દેવીએ પોતાના વારસાની જમીન વેચી દીધી અને ચાર લાખ રૂપિયાના દેવા સાથે તેણે મોડલ તૈયાર કરી લીધું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.