દીકરીના ડેબ્યુ ઉપર જોરદાર નાચ્યા રવી કિશન, જુવો ખુશનુમા અંદાઝ

મંગળવારે મુંબઈમાં રવી કિશન ‘સબ કુશલ મંગલ’ ના ટ્રેલરને લોન્ચ કરવામાં હાજર હતા. આ ફિલ્મ તેની દીકરી રીવા કિશનની ડેબ્યુ ફિલ્મ છે. રવી કિશન ગોરખપુરના સાંસદ પણ છે. તે વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ રવી કિશન ટ્રેલરના લોન્ચિંગમમાં હાજર રહ્યા કેમ કે તે તેમના માટે ઘણી જ વિશેષ પળ હતી, તેની દીકરીની ડેબ્યુ ફિલ્મ છે.

આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રવી હંમેશા પોતાની દીકરી સાથે જ જોવા મળ્યા. એક પિતા હોવાના નાતે પણ રવી પોતાની દીકરીની હિંમત વધારી રહ્યા હતા.

એટલા માટે કાર્યક્રમ શરુ થયાથી અંત સુધી રવી પોતાની દીકરી સાથે જ જોવા મળ્યા. ‘સબ ક્ષેમ કુશળ’માં રવી કિશનની દીકરી રીવા કિશન ઉપરાંત અભિનેતા પ્રિયાંક શર્મા પણ ડેબ્યુ કરી રહ્યા છે. પ્રિયાંક પદ્મિની કોલ્હાપુરીના દીકરા છે. અભિનેતા અક્ષય ખન્ના પણ તેમાં મહત્વના રોલમાં છે.

રવી કિશન પોતાની દીકરીની ડેબ્યુ ફિલ્મથી ઘણા ઉત્સાહિત છે તેમના ઉત્સાહનો અંદાઝ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે તે સંસદના શિયાળુ સત્ર છોડીને આ કાર્યક્રમ માટે ગયા હતા. આમ તો રવી કિશનનું આ ફિલ્મમાં કોઈ પાત્ર નથી, પરંતુ તે સ્ટેજમાં જેવી રીતે ઉત્સાહિત જોવા મળ્યા તેની ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે જાણે પોતાની જ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હોય.

રવી પોતાની દીકરી રીવા કિશનની નાનામાં નાની વાત સમજાવતા જોવા મળે છે. જેમાં મીડિયા સાથે પરિચયથી લઈને મીડિયા સાથે વાત કરવાની પદ્ધતિ સુધી સામેલ છે. આ કાર્યક્રમમાં પિતા અને પુત્રીની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી.  પોતાની દીકરી રીવા સાથે હાથ પકડીને ડાંસ કરતા પણ જોવા મળ્યા.

રીવાએ પોતાના પિતાના જોરદાર વખાણ પણ કર્યા. પોતાના પિતાના મળેલા સહકાર વિષે તે કહે છે કે, મારા પિતાએ દરેક રીતે મને માર્ગદર્શન પૂરું પડ્યું છે. તે મારા માટે ઘણા મદદરૂપ રહ્યા. આમ તો મેં ફિલ્મને લઈને તેમની કોઈપણ પ્રકારની મદદ નથી લીધી. પહેલા ફિલ્મના શુટિંગને લઈને મારી ઉપર કોઈપણ પ્રકારનું દબાણ ન હતું. રીવાએ આગળ જણાવ્યું કે મને આશા છે કે આગળ પણ મારા પિતાના આશીર્વાદ મારી ઉપર આવા જ જળવાઈ રહેશે.

આ કાર્યક્રમમાં અક્ષય ખન્ના પણ હાજર હતા, તેમને પૂછવામાં આવ્યું કે કેમ તે કોમેડી ફિલ્મોથી દુર રહ્યા. અક્ષયે તે વિષય ઉપર જણાવ્યું કે તેને સ્વચ્છ અને કોમેડી ફિલ્મ ગમે છે.

અને તે એવી જ સ્વચ્છ કોમેડી ફિલ્મો કરવા માંગતા હતા. આગળ તેમણે જણાવ્યું કે તેમ છતાં વીતેલા સમયમાં તેમને જે ફિલ્મોની ઓફર થઇ છે, તે ડબલ મીનીગ કોમેડી ફિલ્મો હતી. જે તમે ક્યારેય પણ કુટુંબ સાથે નથી જોઈ શકતા.

અક્ષય કહે છે કે, હું સારા વિષયની ફિલ્મો કરવા માગું છું જે એવી ડબલ મિનીંગ વાળી ન હોય. એ કારણ રહ્યું છે કે હું કોમેડી ફિલ્મોથી દુર રહ્યો હતો. તેમણે ‘સબ કુશળ મંગલ’ વિષે જણાવ્યું કે આ એક સ્વચ્છ અને સામાજિક ફિલ્મ છે, જેને તમે તમારા કુટુંબ સાથે અને દોસ્તો સાથે પણ જોઈ શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.