દિલ્લીની આ જગ્યાઓ પર માત્ર 10 થી 20 રૂપિયામાં મળશે એવો ચટપટો સ્વાદ કે ભૂલી જશો 5 સ્ટાર હોટલ

દિલ્લીમાં ઘણા બધા લોકો છે કે બહારથી આવીને નોકરી અથવા અભ્યાસ કરે છે. એવામાં એમને પોતાના શહેરના થોડા સારી વાનગીઓની યાદ આવે છે. એવામાં જો દિલ્લીમાં જ તમને એ અથવા એના કરતા વધારે સારો સ્વાદ મળી જાય, તો તમે શું કહેશો? દિલ્લીમાં આ જગ્યાઓ પર મળે છે. સૌથી સસ્તો ચટપટો સ્વાદ, આ જગ્યાઓ પર તમે પોતાના પાર્ટનર સાથે વીકેંડ પર જાવ અને એમના આ સ્વાદનો આનંદ માણો. જો તમે દિલ્લીની આ જગ્યાઓ પર નહિ ગયા, તો એકવાર પોતાના પરિવાર અથવા પાર્ટનર સાથે જરૂર જાવ. આને વાંચ્યા અને આ જગ્યાઓ પર ગયા પછી એ તો નક્કી છે, કે તમે ત્યાં વારંવાર જવા લાગશો. તો ચાલો જણાવીએ દિલ્લીના એ સ્ટ્રીટ ફૂડ વિષે. લાલબાબુ

ચાટ ભંડાર :

દિલ્લીના ચાંદની ચોકમાં આવેલા લાલબાબુ ચાટ ભંડારમાં અલગ-અલગ પ્રકારની ચાટની મજા લેવા એકવાર ત્યાં જરૂર જાવ. જો તમે લાજવાબ ચાટના ચટાકારા લેવા માંગો છો, તો ત્યાંની સ્પેશિયલ ચાટ ખાવાનું ન ભૂલો. ચાટ સિવાય ત્યાંના કોબીજ વટાણાના સમોસા પણ ઘણા લોકપ્રિય છે. ત્યાં દૂર દૂરથી લોકો એને ખાવા આવે છે, અને તમે ત્યાં ખાવા પહોંચી ગયા તો બીજી વાર જરૂર જશો.

કુમાર સમોસા વાળો :દિલ્લીના કરમપુરામાં મિલન સિનેમા પાસે કુમાર સમોસા વાળાની દુકાન ઘણી ફેમસ છે. ત્યાં તમને પિઝ્ઝા સમોસા, પાસ્તા સમોસા, તંદુર પનીર વાળા સમોસા, ચાપ સમોસા અને પનીર કીમા સમોસા જેવી ઘણી વેરાયટી મળશે. એકવાર જો તમે ત્યાંના સમોસાનો સ્વાદ ચાખી લીધો, તો તમને બીજી કોઈ જગ્યાના સમોસા કયારેય સારા નહિ લાગી શકે.

સીતારામ દીવાન ચંદ :

દિલ્લીના પહાડગંજમાં આવેલ સીતારામ દીવાન ચંદ્રના છોલે-ભટુરે ખાધા પછી તમે બીજી જગ્યાના સ્વાદ ભૂલી જશો. નાસ્તા પછી જો લોકોને બીજું કંઈ સારું લાગે છે, તો એ છોલે-ભટુરે હોય છે. જો તમે છોલે-ભટુરે ખાવાના શોખીન છો તો ત્યાંની મુલાકાત જરૂર લો.

ચાચાની હટ્ટી (દુકાન) :દિલ્લીના નોર્થ કેમ્પસમાં આવેલ કમલા નગરમાં ચાચાની હટ્ટીમાં જો તમે નથી ગયા, તો એનો અર્થ છે કે તમે દિલ્લી ફર્યા જ નથી. તમે એક વાર ત્યાંનો સ્વાદ ચાખી લીધો તો તમે ફાઈવ સ્ટારનું ખાવાનું ભૂલી જશો. અહીંના છોલે-ભટુરે એટલા સોફ્ટ હોય છે કે મોં માં મુક્તા જ ઓગળી જાય છે. એના સિવાય અહીંના છોલે-ભટુરે તમને આંગળીઓ ચાટવા પર મજબુર કરી શકે છે.