ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના પ્રખ્યાત કલાકાર હવે દેખાવા લાગ્યા છે આવા, ઓળખવા પણ મુશ્કેલ

આમ તો બોલીવુડમાં ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો બને છે, પરંતુ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ ની પોતાની એક અલગ ઓળખાણ છે. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ ૯૦ ના દશકની મોસ્ટ પોપ્યુલર ફિલ્મ છે. જો કે આજે પણ દર્શકો વચ્ચે ઘણા હોંશથી જોવામાં આવે છે. રાજ સીમરનના પ્રેમને જોવા માટે આજે પણ લોકો પહેલાની જેમ જ અધીરા રહે છે. એટલું જ નહિ, યુવાનોને પ્રેમ કરવાનું પણ રાજ અને સીમરનની જોડી એ જ શીખવ્યું. તે દિવસોમાં પ્રેમ કરવા વાળા કપલ વચ્ચે રાજ અને સીમરનની જોડી ઘણી પ્રખ્યાત હતી. તે દિવસોમાં પ્રેમ કરવા વાળા લોકો રાજ અને સીમરનનું જ ઉદાહરણ આપતા હતા. એટલા માટે આજે અમે તમને આ ફિલ્મના ટોપ કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જો કે હવે ઘણા બદલાઈ ગયા છે.

અમરીશ પૂરી :

ફિલ્મમાં કાજોલ એટલે સીમરનના પિતાનું પાત્ર નિભાવનારા અમરીશ પૂરી હવે આ દુનિયામાં નથી રહ્યા. અમરીશ પૂરીએ ૨૦૦૫ માં આ દુનિયા માંથી વિદાય લઇ લીધી હતી. આજે તેમના અવસાનને ઘણો સમય થઇ ગયો, પરંતુ આ ફિલ્મ દ્વારા તે આપણી વચ્ચે છે. અમરીશ પૂરીના પાત્રને આ ફિલ્મમાં ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. છેલ્લા સમયમાં અમરીશ પૂરી આવા દેખાતા હતા.

અનુપમ ખેર :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં શાહરૂખ ખાન એટલે રાજના પિતાનું પાત્ર અનુપમ ખેરે ભજવ્યું હતું. અનુપમ ખેરના જોરદાર અભિનયએ આ ફિલ્મમાં જીવ લાવી દીધો હતો. આજે પણ અનુપમને લોકો પ્રેમથી રાજના પિતા કહીને બોલાવે છે. અનુપમ આજે પણ ઘણી બધી ફિલ્મો કરે છે, પરંતુ એમને સાચી ઓળખાણ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ થી જ મળી છે.

ફરીદા જલાલ :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં સીમરનની માં નું પાત્ર ફરીદા જલાલે ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેનું પાત્ર ઘણું જ મહત્વનું હતું, પરંતુ આજે ફરીદા જલાલ ઘણી ઘરડી દેખાવા લાગી છે, અને લોકો તેને ઓળખી નથી શકતા. આ ફિલ્મથી તેને ઘણી વધુ લોકપ્રિયતા મળી હતી.

પૂજા રૂપારેલ :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં છુટકી એટલે સીમરનની બહેનનું પાત્ર નિભાવનારી પૂજા આજે ૩૬ વર્ષની થઇ ગઈ છે, અને તે ઘણી જ વધુ સુંદર દેખાય છે. ફિલ્મમાં સીધી સાદી અને ચૂલબુલી છોકરીનું પાત્ર નિભાવનારી પૂજા ઘણી જ વધુ પોપ્યુલર થઇ ગઈ હતી.

પરમીત સેઠી :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં સીમરનના થનારા પતિનું પાત્ર નિભાવનારા કુલજીતનું પાત્ર પરમીત શેઠીએ ભજવ્યું હતું. તે સમયમાં હેન્ડસમ દેખાતો પરમીત આજે ઘણો બદલાઈ ગયો છે, અને લોકો તેને ઓળખતા પણ નથી.

સતીશ શાહ :

ફિલ્મમાં કુલજીતના પિતાનું પાત્ર ભજવનારા સતીશ શાહ અમરીશ પૂરીના ખાસ મિત્ર પણ હતા. ફિલ્મના ૨૪ વર્ષ પછી પણ તેમાં વધુ ફેરફાર નથી આવ્યો અને આજે પણ લોકો તેને ઓળખી લે છે.

મંદિરા બેદી :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં પ્રીતિનું પાત્ર નિભાવનારી મંદિરા બેદી હવે ઘણી જ સુંદર દેખાય છે. ૪૦ ની ઉંમર પાર કરી ગયેલી મંદિરા બેદી ૩૦ ની અભિનેત્રીઓને પાછી પાડી દે છે.

કરણ જોહર :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં પ્રસિદ્ધ ડાયરેક્ટર કરણ જોહર આ ફિલ્મમાં શાહરૂખ ખાનના મિત્ર બન્યા હતા, પરંતુ તેને વધુ લોકો ઓળખી ન શક્યા.

શાહરૂખ ખાન :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં શાહરૂખ ખાન એટલે રાજે સૌના દિલ જીતી લીધા અને ત્યાંથી શાહરૂખનું કેરિયર એકદમથી બદલાઈ જાય છે અને આજે પણ લોકો શાહરૂખને રાજ કહીને બોલાવે છે.

કાજોલ :

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ માં સીમરનનું પાત્ર ભજવનારી કાજોલ આજે પણ ઘણી જ વધુ સુંદર થઇ ગઈ છે. કાજોલને દરેક સીમરનના નામથી વધુ ઓળખે છે.