ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રહેલી દીપિકા ચીખલીયાએ કર્યો ખુલાસો કેમ નથી પહેરતી નાના ડ્રેસ

આજના સમયમાં લોકો પાસે મનોરંજનના સાધન ઘણા બધા છે. પણ આજથી થોડા વર્ષો પહેલા સુધી માંડ માંડ કોઈની પાસે ટીવી જોવા મળતું હતું. તે સમયે ટીવી પર રજુ થતી ધારાવાહિકના કલાકારોને લોકો તેમના સાચા નામથી નહી પણ એમના પાત્રના નામથી ઓળખવા લાગ્યા હતા.

ઘણા એવા પાત્રો છે જેને આજે પણ તેના પાત્ર વાળા નામથી ઓળખવામાં આવે છે. તેમાનું એક નામ છે દીપિકા ચીખલીયા. જી હા વાત કરી રહ્યા છીએ જુના જમાનામાં જાણીતો ટીવી શો રામાયણના માતા સીતાની.

એક સમય હતો જયારે રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનારી દીપિકા ચીખલીયાને લોકો તેના સાચા નામથી ઓળખતા ન હતા, તેને માતા સીતા જ કહેતા હતા. તેની છાપ સીતા માતાના રૂપમાં એટલી આદરણીય બનેલ હતી કે લોકો તેને આજ સુધી તે નામથી જ ઓળખે છે.

ઘણા વર્ષો પછી દીપિકા ચીખલીયા ટીવીમાં પાછી આવવા જઈ રહેલ છે. એક ઈન્ટરવ્યું દરમિયાન તેમણે તેના પહેરવેશ ઉપર વાત કરતા જણાવેલ કે તે ટૂંકા કપડા પહેરીને લોકોને નિરાશ નથી કરવા માગતી.

દીપિકાને જયારે એ પૂછવામાં આવેલ કે ઘણી વખત ઓનસ્ક્રીન ઈમેજની અસર તેમના જીવન ઉપર પડવા લાગે છે. માતા સીતાના પાત્રથી તમારા જીવન ઉપર શું અસર થઇ? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવેલ કે ‘આજે આટલા વર્ષો પછી પણ ઇન્ડસ્ટ્રી છોડીને લગ્ન કરીને બાળકોની માતા બની ગયા પછી પણ પોતાના પહેરવેશ અને હાજરીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. મારી સહેલીઓ પાર્ટી કે પીકનીકમાં પોતાના મન પસંદ કે ખુલ્લા કપડા પહેરીને ચાલી જાય છે, પણ હું સાડી જ પહેરવાનું પસંદ કરું છું.

જો લોકો જોશે કે સીતાજીએ ટૂંકા કપડા પહેર્યા છે તો તેમને દુખ થશે. હું લોકોની ભાવનાનું ધ્યાન રાખું છું. જયારે તેમને પૂછવામાં આવ્યું કે ૨૫ વર્ષ પછી પાછા ફરવું કેવો અનુભવ થઇ રહ્યો છે? તો દીપિકાનો જવાબ હતો, મને આનંદ છે કે એટલા વર્ષો પછી પણ લોકો મારી રાહ જુવે છે.

તમને જણાવી આપીએ કે દીપિકા ચીખલીયાએ થોડા વર્ષો પહેલા ‘છુટા છેડા’ નો બીજો ભાગ પણ હોસ્ટ કર્યો હતો. જયારે તેનું શુટિંગ શરુ થયું હતું તો હું એકસાઇટીંગ હતી અને પોતાની લાઈન ભૂલી જતી હતી. પણ પછીના દિવસે બધું જ સામાન્ય થઇ ગયું.