દીપિકા પાદુકોણે જણાવી પિતાના પ્રેમની સ્ટોરી, કહ્યું – રૂમમાં બંધ કરીને કરતા હતા આ કામ.

દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં આવનારી ફિલ્મ ‘છપાક’ ના પ્રમોશનમાં વ્યસ્ત ચાલી રહી છે. ફિલ્મ થોડા જ દિવસોમાં મોટા પડદા ઉપર આવી જશે. ૧૦ જાન્યુઆરીના રોજ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર રીલીઝ થઇ રહી છે. દીપિકાની ફિલ્મની ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તેવામાં અંદાઝ લગાવવામાં આવી રહ્યા છે કે સારી કહાની અને મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સારી એવી કમાણી કરશે.

આ ફિલ્મ એસીડ એટેક સર્વાઇડર લક્ષ્મી અગ્રવાલની કહાની છે. જેને દીપિકા ઘણી સરસ રીતે પડદા ઉપર ઉતારશે. દીપિકા આજકાલ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ફિલ્મને પ્રમોટ કરી રહી છે.

દીપિકા પછી રણવીર સિંહ કપિલ દેવની બાયોપિક ૮૩માં જોવા મળશે. આ ફિલ્મમાં પણ દીપિકા હશે પરંતુ ફિલ્મમાં તેનો માત્ર કીમિયો રોલ હશે. લગ્ન પછી જે રણવીર ગલી બોયમાં જોવા મળી ચુક્યા છે અને દીપિકાની લગ્ન પછી આ પહેલી ફિલ્મ છે. દીપિકા-રણવીર અવાર નવાર એક બીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. તે એક બીજાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક નથી છોડતા. બંને બોલીવુડના પરફેક્ટ કપલ છે, સાથે જ દીપવીરે લોકો માટે પણ કપલ ગોલ સેટ કર્યું છે.

હાલમાં દીપિકા પોતાની આગામી ફિલ્મના ડાયરેક્ટર મેઘના ગુલઝાર સાથે ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્મા શો માં આવી હતી. તે દરમિયાન તેમણે પોતાના પતિ રણવીર સિંહ અને પિતા પ્રકાશ પાદુકોણ વિષે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે બાળપણમાં તોફાન કરવાથી પિતા દ્વારા સજા મળતી હતી. કપિલે દીપિકાને પૂછ્યું કે બાળપણમાં તોફાન કરવાથી શું તેમાં પિતા તેમને ખીજાતા હતા?

તેના ઉપર બાળપણના દિવસો યાદ કરતા દીપિકાએ જણાવ્યું કે જયારે તે બાળપણમાં કોઈ તોફાન કે ભૂલ કરતી હતી તો તેના પિતા તેને સ્ટોર રૂમમાં બંધ કરી દેતા હતા. દીપિકાએ જણાવ્યું કે તેના ઘરમાં રસોડા પાસે એક સ્ટોર રૂમ હતો જેની સ્વીચ બહાર હતી. તોફાન કરવા માટે હંમેશા તેના પિતા તેને સ્ટોર રૂમમાં બંધ કરીને બહારથી સ્વીચ બંધ કરી દેતા હતા. રૂમમાં એકદમ અંધારું થઇ જતું હતું. દીપિકાના આ ખુલાસો સાંભળી બધા આશ્ચર્યચકિત હતા.

તે ઉપરાંત પણ કપિલે દીપિકાને ઘણા રસપ્રદ પ્રશ્ન પૂછ્યા. શો માં કપિલે દીપિકાને પૂછ્યું કે શું તે પણ સામાન્ય ગૃહિણીની જેમ ક્યારે ક્યારે રસોડામાં કામ કરે છે. તેની ઉપર દીપિકાએ કહ્યું, હા હું ઘર માટે દૂધ ખરીદું છું અને રોજનું, અઠવાડિયાનું અને મહિનાના ખર્ચનું લીસ્ટ બનવું છું, ત્યાર પછી કપિલે પૂછ્યું કે શું તે છાનામાના પોતાના પતિના પર્સ માંથી પૈસા કાઢે છે?

આ પ્રશ્નનો જવાબ આપતા દીપિકાએ કહ્યું, હા કોઈ પણ નોર્મલ પત્નીની જેમ હું પણ ક્યારે ક્યારે તેના પર્સ માંથી પૈસા કાઢી લઉં છું, દીપિકાની આ વાત સાંભળીને બધા લોકો જોર જોરથી હસવા લાગી જાય છે. હાલમાં દીપિકાએ પોતાનો ૩૪મો જન્મ દિવસ એસીડ એટેક સર્વાઇવર્સ સાથે લખનઉમાં સેલીબ્રેટ કર્યો. તે દરમિયાન તેના પતિ રણવીરસિંહ પણ તેની સાથે હતા. તે સમયે ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.