જો તમારી પાસે પણ છે એકથી વધારે બેંક એકાઉન્ટ તો બરબાદ થઈ શકે છે તમારી બચત, ચૂનો લાગવાનો ભય પણ છે

આપણામાંથી ઘણા લોકોના એક કરતા વધારે બેંકમાં ખાતા હશે. જો તમારી પાસે પણ એક કરતા વધારે બેંક એકાઉન્ટ છે, તો તમારી બચત બરબાદ થઈ શકે છે. એટલું જ નહિ તમને ચૂનો લાગવાની સંભાવના પણ છે. પ્રાઈવેટ નોકરી કરવા વાળા લોકોના એક કરતા વધારે બેંક એકાઉન્ટ હોય છે. એની પાછળનું એક કારણ છે એક કંપનીમાંથી બીજી કંપનીમાં નોકરી બદલતા રહેવું. દરેક કંપનીનું અલગ અલગ બેંકો સાથે ટાઈઅપ હોય છે. એવામાં એક કર્મચારી જો પાંચ કંપનીઓમાં નોકરી કરી ચુક્યો છે, તો નિશ્ચિત રીતે તેના એક કરતા વધારે ખાતા હોવાની સંભાવના હોય છે.

અને હંમેશા જોવા મળે છે કે, જયારે કોઈ કર્મચારી નવી કંપની જોઈન કરે છે, તો તે પહેલા વાળી કંપનીના બેંક એકાઉન્ટ પર સક્રિય નથી હોતો. એનાથી એને ઘણા પ્રકારના નુકશાન થાય છે. આજે અમે તમને એવા જ અમુક નુકશાન વિષે જણાવી રહ્યાં છીએ. તો આવો જાણીએ કે એક કરતા વધારે બેંક ખાતા હોવા પર કયા કયા નુકશાન થઈ શકે છે.

પેનલ્ટી :

હંમેશા એવું જોવા મળે છે કે, નોકરી બદલ્યા પછી કર્મચારી પોતાના જુના ખાતા બંધ નથી કરતા. એટલે કે બેંક ખાતા સક્રિય નથી રહેતા. બેંકોના નિયમો અનુસાર કોઈ પણ સેલેરી એકાઉન્ટમાં જો ત્રણ મહિના સુધી સેલેરી નથી આવતી તો તે સેવિંગ એકાઉન્ટમાં ફેરવાય જાય છે. તેવામાં જયારે કોઈ કર્મચારીનું સેલેરી એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટમાં ફેરવાય જાય છે, તો મિનિમમ એમાઉન્ટ ન હોવાને કારણે એના પર પેનલ્ટી લાગે છે.

મિનિમમ બેલેન્સ :

જો તમારી પાસે એક કરતા વધારે સેવિંગ એકાઉન્ટ અથવા કરંટ એકાઉન્ટ છે, તો એનાથી પણ તમને ચૂનો લાગી શકે છે. કારણ છે બેંકો દ્વારા નિર્ધારિત મિનિમમ બેલેન્સ. અલગ અલગ બેંકોમાં 5000 થી લઈને 10,000 રૂપિયા સુધી મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ છે. જો કોઈ ગ્રાહકના એક કરતા વધારે બેંક એકાઉન્ટ છે, તો એણે મિનિમમ બેલેન્સ રાખવું જ પડશે. જો તે એવું નથી કરતા તો બેંક પેનલ્ટી લગાવે છે.

ક્રેડિટ સ્કોર :

એના સિવાય જો તમારા એક કરતા વધારે એકાઉન્ટ છે અને તે સક્રિય નથી, તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. એનું નુકશાન એ છે કે તમે ભવિષ્યમાં લોન લેવા માંગો તો બેંક આનાકાની કરશે.

નાણાકીય નુકશાન :

અલગ અલગ બેંકોમાં એક કરતા વધારે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ એમાઉન્ટ રાખો છો, તો પણ તમને નાણાકીય નુકશાન છે. એવું એટલા માટે કારણ કે બેંક એટલું વ્યાજ નથી આપતું, જેટલું કોઈ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં મળે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.