દિશા વાકાણી ઉર્ફ દયાભાભી નું આ ૪ મિનીટ નું લાજવાબ એક પાત્રીય અભિનય દિલ ખુશ કરી દેશે

દિશા વાકાણી ભારતની ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેણીએ કારકિર્દીનો પ્રારંભ ગુજરાતી નાટકો જેવાકે કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો. તેણીએ દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. દયા જેઠાલાલ ગડા તરીકે લોકો એમને ઓળખે જ છે.

દિશાએ ડ્રામેટિક આર્ટમાં ગુજરાત કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે.

સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ દરેક દર્શકોની પસંદગીની સીરિયલ છે. જેમા ગુજરાતી ફેમિલીની “હે મા, માતાજી” કહીને સૌને પેટ પકડીને હસાવતાં ‘દયાભાભી’ લોકો નું સૌથી પ્રિય પાત્ર છે.

મનોરંજન ચેનલ સબ ટીવી પર પ્રસારિત થતા ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના મુખ્ય પાત્ર એવાં ‘દયાભાભી’ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

મૂળ ગુજરાતની એવી આ અભિનેત્રીએ પોતાના અનોખી કોમેડી સ્ટાઇલ, ગુજરાતી લહેકા સાથેના સંવાદોને લીધે લોકોના હદયમાં સ્થાન મેળવ્યું છે.

નાનપણથી જ નાટક અને અભિનયમાં ઊંડી રુચી

ગુજરાતી નાટકોમાં નાના રોલથી અભિનયનો પ્રારંભ

મુંબઇ આવી રંગભૂમીમાં સ્થાન મેળવવાના પ્રયાસ કર્યા.

ચાલ ચંદુ પરણી જઇએ એ એમનું પ્રથમ સફળ નાટક

દૂરદર્શન નિર્મિત ‘સખી’ અને ‘સહીયર કાર્યક્રમોનું સંચાલન પણ એમણે કરેલું છે.

હિન્દી સિરિયલ ‘હમ સબ એક હૈ’થી નામના મળી. ત્યારબાદ

‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ધારાવાહિક દ્વારા પ્રચંડ લોકચાહના મળી છે.

વિડીયો