મગજ શક્તિ વધારવા કે ધનવાન થવા કઈ દિશામાં સુવું જોઈએ જાણો દિશાઓનું વિજ્ઞાન.

જ્યોતિષ, વાસ્તુ, તંત્ર-મંત્ર વગેરે વિદ્યાઓમાં જેટલુ મહત્વ દિશા જ્ઞાનને આપવામાં આવેલ છે, તેનાથી પણ ઘણું વધુ તેનું મહત્વ આરોગ્ય ઉપર પરીલક્ષિત છે. આપણા પૂર્વજ આ દિશા જ્ઞાનને સારી રીતે જાણતા હતા. તેમની સમજણ એટલી વધુ હતી કે તેઓ રાતના અંધારામાં વગર પગદંડીથી પણ માત્ર તારાની મદદથી જ પોતાની મુસાફરી નક્કી કરી લેતા હતા. એટલું જ નહિ તેમણે દિશા જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અનેક વર્ષો સુધી આરોગ્યનું સુખ પણ મેળવ્યું હતું.

આજે અમે તમને આ સદર્ભમાં જણાવવા જઈ રહ્યા છીએ તેમની આ માન્યતા પાછળ છુપાયેલ રહસ્ય છે કે વેજ્ઞાનિક વિચારસરણીનો.

વેજ્ઞાનિક વિચારસરણી :

આજના વેજ્ઞાનિક મત મુજબ પૃથ્વી ઉપર બે ધ્રુવ છે, ઉત્તરી અને દક્ષિણી ધ્રુવ. આ બન્ને ધ્રુવોની વચ્ચે વિદ્યુત તરંગો પ્રવાહિત થતા રહે છે. વિજ્ઞાન મુજબ ઉત્તરી ધ્રુવમાં પોઝેટીવ (ઘન) વિદ્યુતનો અને દક્ષિણી ધ્રુવમાં નેગેટીવ (ઋણ) વિદ્યુતનો પ્રવાહ હોય છે. અને નીચેના ભાગોમાં ઋણાત્મક વિદ્યુતનો પ્રવાહ હોય છે.

આ વાત સર્વ સામાન્ય છે કે પરસ્પર સરખા આવેશ વાળા વિદ્યુત એક બીજાથી દુર ભાગે છે. (આવું બાળપણમાં આપણે બે ચુંબકીય ટુકડાને એક બીજા નજીક લઇ જઈને જોયું હશે, કેવા તે સરખા રહેવાથી એક બીજાથી દુર ભાગે છે, અને વિપરીત રહેવાથી એક બીજા સાથે ચોંટી જાય છે.)

બરોબર આવી વેજ્ઞાનિક વિચારસરણી મુજબ જયારે વ્યક્તિ દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવે છે, તો તેના માથાની ઘન વિદ્યુત અને દક્ષીણ ધ્રુવની ઋણ વિદ્યુતનું મધ્ય આકર્ષણ ઉત્પન થવાને કારણે, બન્નેની મધ્ય એક સામાન્ય પ્રવાહ સ્થાપિત થઇ જાય છે. પરિણામ સ્વરૂપે માનવ શરીર પણ કોઈ ગતીરોધના પ્રગાઢ નિંદ્રાની અવસ્થામાં સામે આવે છે.

જો વ્યક્તિના માથાની દિશા અને ધ્રુવના આવેશની મધ્ય વિષમ સ્થિતિ હોય છે, તો તેની વચ્ચેથી સામાન્ય પ્રવાહ નથી વહી શકતો, જેના કારણે વ્યક્તિ અનિન્દ્રા, માથાનો દુ:ખાવો, ખરાબ સપના, યાદ શક્તિમાં ઉણપ, રાત્રે સુતી વખતે છાતી ઉપર દબાણ વગેરે  અનુભવ કરે છે.

આપણા પૂર્વજોના આ વિજ્ઞાનને આપણે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરીને આપણને દરેક વિશેષ કામો માટે ખાસ દિશાનું જ્ઞાન આપેલ છે. આવો હવે જાણીએ મુખ્ય કામોમાં કઈ દિશામાં બેસવું કે સુવું જોઈએ.

સુવાનો નિયમ :

સુવાના સંદર્ભમાં આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ સંગ્રહમાં પણ પૂર્વ અને દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવાનો નિર્દેશ કરવામાં આવેલ છે.

પ્રાગ્દ્દક્ષીણ શીરા : એટલા માટે હમેશા પૂર્વ અથવા દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવું જોઈએ. ઉત્તર પૂર્વમાં માથું રાખીને સુવાથી ઉંમર ક્ષીણ થાય છે, અને શરીરમાં રોગ ઉત્પન થાય છે.

હમેશા પૂર્વ દિશામાં માંથી રાખીને સુવો જે બાળકોની લંબાઈ ઓછી રહે છે, તો તે દક્ષીણ દિશામાં માથું રાખીને સુવે.
ગ્રહસ્થ માટે દક્ષીણ દિશા સારી છે.

સન્યાસીઓ, બ્રહ્મચારી માટે પૂર્વ દિશામાં માંથું રાખીને સુવું જોઈએ.

આચાર મયુખમાં વર્ણન મળે છે કે પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી વિદ્યા પ્રાપ્તિ થાય છે. દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવાથી ધન (એટલે તેજ મગજ) અને ઉંમર (એટલે સ્વાસ્થ્ય) ની વૃદ્ધી થાય છે. પશ્ચિમ તરફ માથું રાખીને સુવાથી પ્રબળ ચિંતા થાય છે.

અને ઉત્તર તરફ માથું રાખીને સુવાથી નુકશાન અને મૃત્યુ (એટલે ઉંમર ક્ષીણ) થાય છે. અને હિંદુ ધર્મ મુજબ મરણાસન્ન વ્યક્તિનું માથું ઉત્તર દિશા તરફ અને મૃત્યુ પછી અંત્યેષ્ટિસંસ્કારના સમયે તેનું માથું દક્ષીણની તરફ રાખવામાં આવે છે.

હિંદુ શાસ્ત્રમાં આવા રોચક સંદર્ભ પણ મળે છે જેમાં કહેવામાં આવેલ છે કે આપણા ઘરમાં પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવું જોઈએ. સાસરીયામાં દક્ષીણ દિશા તરફ માથું રાખીને સુવું જોઈએ.

વાંચવા વાળા યુવાનો માટે દિશા :

ઉત્તર પૂર્વ વચ્ચે ઇશાન ખૂણા તરફ બેસીને અભ્યાસ કરવાથી જ્ઞાન અને સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે.

ભોજનની દિશા :

ભોજન પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જ કરવું જોઈએ. દક્ષીણ દિશા અને પશ્ચિમ દિશા તરફ કરવામાં આવેલ ભોજન ખાવાથી રોગમાં વધારો થાય છે.

શોચ વગેરે કાર્યો :

મળ મૂત્ર ત્યાગ માટે દિશા વિજ્ઞાન કહે છે કે દિવસમાં ઉત્તર દિશા તરફ અને રાત્રે દક્ષીણ દિશા તરફ મોઢું રાખવાથી મળમૂત્ર ત્યાગ કરવો જોઈએ. તેનાથી આરોગ્ય મળે છે. તેની વિરુદ્ધ જો સવારે પૂર્વ દિશા તરફ અને રાત્રે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને મળમૂત્ર ત્યાગ કરો છો તો આધાશીશી રોગ થવાની શક્યતા વધુ રહે છે.