જીલ્લા અધિકારીનો આદેશ – ૪૮ કલાક ની અંદર જીલ્લો છોડી ને ચાલ્યા જાય બધા પાકિસ્તાની નાગરિક

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી બિકાનેરના જીલ્લા કલેકટરે બિકાનેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં બિકાનેર છોડી દેવાનો આદેશ આપ્યો છે. ત્યાર પછી બિકાનેરમાં રહેતા પાકિસ્તાનીઓએ ૪૮ કલાકના સમયમાં બિકાનેર છોડવું પડશે.

જાણકારીના જણાવ્યા મુજબ પુલવામામાં થયેલા આતંકી હુમલાથી સામાન્ય લોકોમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણો જન આક્રોશ છે. જે જોતા જીલ્લા મેજીસ્ટ્રેટ કુમારપાલ ગૌતમે આ આદેશ બહાર પાડ્યો છે. ખાસ કરીને બિકાનેર જીલ્લાની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. જેના કારણે સરહદ પાસે રહેલા અતિસંવેદનશીલ વિસ્તારો પાકિસ્તાનની ખાનગી એજેન્સી આઈએસઆઈના નિશાન ઉપર રહ્યું છે.

કલેકટર દ્વારા અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે, કે બિકાનેર જીલ્લામાં રહેવા વાળા ભારતીય નાગરિક, પાકિસ્તાનના નાગરિકો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વેપારના સંબંધ નહિ રાખે, કે પાકિસ્તાની નાગરિકોને કોઈપણ પ્રકારની રોજગારી નહિ આપે. પાકિસ્તાન માંથી મળતી માહિતી ‘સ્પુક કોલ’ ને ધ્યાનમાં રાખીને કોઈપણ નાગરિક કોઈપણ દુરસંચાર માધ્યમથી કોઈપણ પ્રકારની સેન્ય/સંવેદનશીલ જાણકારીની અજાણી વ્યક્તિઓ સાથે આપ-લે નહિ કરે. બિકાનેરની કોઈપણ વ્યક્તિ પાકિસ્તાનમાં રજીસ્ટર્ડ સીમનો ઉપયોગ પણ નહિ કરે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સ્પુક કોલ તે ફોન કોલ હોય છે, જેમાં ફોન ઉપાડનાર વ્યક્તિને ફોન કરવા વાળા વ્યક્તિના સાચા નંબરને બદલે કોઈ બીજો નંબર જોવા મળે છે. આદેશમાં કહેવામાં આવ્યું છે, કે જો કોઈ પણ પાકિસ્તાની નાગરિકને આ આદેશથી કોઈ તકલીફ છે, તો તે જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ જઈને પોતાની મુશ્કેલી રજુ કરી શકે છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે પાકિસ્તાની નાગરિકોનું વિદેશી નાગરિક નોંધણી અધિકારી (એફઆરઓ) પાસે રજીસ્ટ્રેશન થયેલું છે, તેની ઉપર આ આદેશ લાગુ નહિ થાય.

જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશની તાત્કાલિક અસર લાગુ પાડવામાં આવી છે. આદેશની અવગણના કરવા વાળા વ્યક્તિ ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ કાયવાહી ચલાવવામાં આવી શકે છે.

મિત્રો આપણો દેશ હાલમાં શહીદોને લઈને દુઃખી છે. લોકોના દિલમાં દુઃખ છે, પણ એના કરતા વધારે આતંકવાદીઓ પ્રત્યે ગુસ્સો પણ છે. આતંકવાદીઓ આપણને ઘણી વખત આ રીતે નુકશાન પહોંચાડે છે, જે ખુબજ ગંભીર બાબત છે. આશા છે કે આપણે જલ્દી જ આ મુશ્કેલી માંથી બહાર નીકળી જઈશું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા જ વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.