દિવાળી પછી આ રાશિના લોકો પર મહેરબાન રહેશે માં લક્ષ્મી, બાકી લોકોએ સહન કરવી પડશે આર્થિક તંગી

માં લક્ષ્મીની કૃપાથી દિવાળી પછી આ રાશિઓના બન્યા રાજયોગ, પણ અમુક રાશિઓએ સાવચેત રહેવું પડશે. હિંદુ ધર્મનો સૌથી મોટા તહેવાર દિવાળીને હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે. આ તહેવારનો સીધો સંબંધ ધન અને એશ્વર્ય સાથે છે. આ દિવસે ધનની દેવી માં લક્ષ્મી, પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ અને કુબેર દેવતાની પૂજા કરવામાં આવે છે. દિવાળીથી ધન લક્ષ્મી વર્ષની પણ શરુઆત થઇ જાય છે અને તેનાથી આર્થીક વર્ષની ગણતરી થાય છે. એટલે એ અટકળ કરવામાં આવે છે કે આ દિવાળીથી આવતી દિવાળી સુધીનો સમય ધન સમૃદ્ધીની બાબતમાં કેવો રહેવાનો છે.

વાર્ષિક આર્થિક વર્ષની ગણતરી માટે લાભ અને નુકશાનનું ચક્ર બનાવવામાં આવે છે અને તેની ગણતરી કરીને એ જાણી શકાય છે કે આ દિવાળી તમારી રાશી માટે માં લક્ષ્મી શું કહી રહ્યા છે. તો આવો જાણીએ ખરેખર આ વખતે તમારી આવક અને લાભમાં વૃદ્ધી થશે કે આ વર્ષે તમારા માટે નુકશાનકારક રહેશે.

મેષ રાશી : મેષ રાશીના લોકો માટે આ ધન લક્ષ્મી વર્ષમાં લાભ ઓછો અને નુકશાન થવાની સંભાવના વધુ છે. તમારે તમારી આવકમાં વધારો કરવા માટે ઘણી મહેનત કરવાની જરૂર છે. આવકથી વધુ ખર્ચ કરશો તો મુશ્કેલોઓનો સામનો કરવો પડશે અને દેવું પણ લેવું પડશે. તેનાથી બચવા માટે આવક મુજબ ખર્ચ કરો. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષે સમજી વિચારીને જ રોકાણ કરો. ખોટા ખર્ચા ન કરો, તમારી પાસે ધન સંગ્રહ કરીને રાખો જેથી ભવિષ્યમાં તમારે પૈસાની સમસ્યા ન થાય.

વૃષભ રાશી : વૃષભ રાશીના લોકો માટે આ વર્ષ મિશ્ર રહેશે. તમને લાભ નુકશાનના ચક્ર આ સંકેત આપી રહ્યા છે કે તમારી આવક નહિ વધે, પરંતુ જેટલી તમારી આવક છે એટલી જળવાઈ રહેશે. તે ઉપરાંત એક સારી વાત એ છે કે આ વર્ષે તમે સંતુલિત ખર્ચ કરશો અને તમારી આવક-જાવકમાં સારો તાલમેલ જાળવી રાખશો. વૃષભ રાશીના લોકો આ વર્ષે બિનજરૂરી વસ્તુમાં ઓછો ખર્ચ કરશે અને પોતાના પૈસાનું મહત્વ સારી રીતે સમજશે. સરેરાશ એ કહેવું ખોટું નહિ ગણાય કે આ વર્ષ તમે ખર્ચાની બાબતમાં સંતુલિત રહેશો અને વધુ નહિ મળે તો વધુ ખર્ચ પણ નહિ કરો.

મિથુન રાશી : મિથુન રાશીના લોકો માટે આ વર્ષમાં સારી અને ખરાબ બન્ને બાબતો છે. પહેલી સારી વાત એ છે કે આ વર્ષે જો તમે મહેનત કરશો તો તેનું ફળ તમને જરૂર મળશે. આવકની નવી તકો ખુલશે. જો તમે વેપારના ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમારી પ્રગતી જરૂર થશે. થોડા સારા કરાર ફાઈનલ થઇ શકે છે, તેથી આર્થિક લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ તમારું લાભ હાની ચક્ર એ સંકેત આપી રહ્યું છે કે આ વર્ષ તમારા ખર્ચમાં વધારો થશે. ખોટા ખર્ચા અને આરોગ્ય સંબંધી ખર્ચ વધશે. તેના કારણે સારી આવક હોવા છતાં પણ તમે આર્થિક બાબતોમાં સપડાયેલા રહેશો. તેથી આવકનો સંગ્રહ કરીને રાખો જેથી તકલીફ ન પડે.

કર્ક રાશી : ધનની દેવી માં લક્ષ્મી આ વર્ષે કર્ક રાશિના લોકો ઉપર ઘણી ખુશ રહેશે. જો સમય મુજબ તકનો લાભ ઉઠાવશો તો તમારી આવકમાં વધારો થઇ શકે છે, એટલા માટે તક ઉપર ધ્યાન રાખો. શેર, ભેંટ, બ્રોકરેજ અને બીજા અનેક રીતે તમને ધન લાભ મળવાના અણસાર છે. માનવામાં આવે છે કે કુબેરની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે, તેથી આ વર્ષે કુબેર મહારાજની પૂજા કરવી જોઈએ.

સિંહ રાશી : લાભ નુકશાન ચક્રમાં સિંહ રાશીના લોકો માટે વધુ નુકશાન નથી જોવા મળતું. એથી તમારા માટે પણ આ વર્ષ ધનની બાબતમાં ઘણું શુભ રહેવાનું છે. કર્ક રાશીની જેમ જ આ રાશીના લોકોને પણ આ વર્ષે આર્થિક વર્ષમાં આકસ્મિક લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. તમારી આવકના મુખ્ય સ્ત્રોત સિવાય બીજા સ્ત્રોત માંથી પણ ધન લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. તેથી એ કહેવું ખોટું નહિ ગણાય કે આ વર્ષ તમારા આર્થિક પક્ષને મજબુત બનાવશે.

કન્યા રાશી : કન્યા રાશીના લોકો માટે પણ આ વર્ષ આર્થિક બાબતોમાં ઘણું લાભદાયક રહેવાનું છે. આવકમાં વધારો તો થશે જ, સાથે જ ખર્ચ પણ એટલા જ જળવાઈ રહેશે. તેના કારણે જ તમારું બજેટ આ વર્ષે તમારા અંતે ચિંતાનો વિષય બની શકે છે. આમ તો વધુ ચિતા કરવાની વાત નથી, પરંતુ ખોટા ખર્ચ કરવાથી દુર રહો તો ભવિષ્યમાં ફાયદો મળશે.

તુલા રાશી : તુલા રાશીના લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. ન તમારી વધુ આવક થશે અને ન તો વધુ ખર્ચ થશે. એટલે લે તમારું બજેટ સંતુલિત રહેશે. આમ તો જમા રકમમાં પણ અસર થઇ શકે છે, પરંતુ સમય સાથે તમારી ગાડી પાટા ઉપર આવી જશે. આ રાશીના લોકોએ આ વર્ષ તેમના મન ઉપર કાબુ રાખવો પડશે, જેથી વધુ ખર્ચ ન થાય. સાથે જ જો તમે રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તેને હાલ પુરતું ટાળવું જોઈએ, નહિ તો નુકશાન થઇ શકે છે.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશીના લોકો અંતે સારો સમય નથી આવી રહ્યો. આમ તો નુકશાનના યોગ ઉભા થઇ રહ્યા છે. તેથી આ વર્ષ તમારે તમારી આવક વધારવા માટે ઘણી મહેનત કરવી પડશે, ત્યાર પછી જ તમને સફળતા મળશે. આ રાશીના લોકોએ તેમના બજેટનું પુરતું ધ્યાન રાખવું પડશે, નહિ તો ઘણી મુશ્કેલી પડી શકે છે. આ વખતે તમે કોઈ પણ વસ્તુમાં ઉતાવળ ન કરો, કેમ કે નુકશાનીના યોગ ઉભા થઇ રહ્યા છે.

ધન રાશી : ધન રાશીના લોકો માટે આ વર્ષ મિશ્ર રહેશે. આવકમાં વધારો થવાના યોગ નથી. આમ તો આ વર્ષ તમારું બજેટ સંતુલિત રહેશે. તે ઉપરાંત તમે ધારો તો થોડી બચત પણ કરી શકો છો. સાથે જ તમારે તમારા મન ઉપર કાબુ રાખવાની જરૂર છે, નહિ તો નુકશાન થઇ શકે છે.આ રાશિના લોકો જો જમીન ખરીદવા માંગે છે, તો ખરીદી શકે છે, પરંતુ પૈસાનો ખોટો ખર્ચ કરવાથી દુર રહો. સાથે જ પ્રવાસ કરવાથી દુર રહો.

મકર રાશી : મકર રાશી ઉપર સાડાસાતી ચાલી રહી છે, તેમ છતાં પણ ધનના યોગ ઉભા થઇ રહ્યા છે. આર્થિક તંગીનો આ વર્ષે તમને અહેસાસ નહિ થાય. આમ તો ખર્ચ સાથે સાથે આવકના પણ યોગ ઉભા થશે, જેથી સંતુલન જળવાઈ રહેશે. જો આ રાશીના લોકો રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છે, તો સમજી વિચારીને જ કરો. આમ તો અચાનક જ ખર્ચા વધવાના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. એટલા માટે સાવચેત રહો.

કુંભ રાશી : કુંભ રાશીના લોકો ઉપર પણ સાડાસાતી ચાલી રહી છે. તેથી તમારા ખર્ચા વધી શકે છે, પરંતુ નાના મોટા લાભ મળતા રહેશે. એકંદરે તમારું આ વર્ષ સંતુલિત રહેવાનું છે. સાથે જ તમારે સમજી વિચારીને પૈસા ખર્ચ કરવાની જરૂર છે, નહિ તો નુકશાન થઇ જશે. આ રાશીના લોકોને પૈસાની લેવડ દેવડથી થોડું સતર્ક રહેવાની જરૂર છે. સાથે જ રોકાણની સારી તકો ઉભી થઇ રહી છે. તમે ધારો તો બચત પણ કરી શકો છો.

મીન રાશી : મીન રાશીના લોકો માટે પણ આ વર્ષ મિશ્ર જ રહેશે. આ રાશીના લોકોને સમય સમયે લાભ મળતો રહેશે. આમ તો ખર્ચમાં વધારો પણ થશે, પરંતુ આવક પણ તે મુજબ જ રહેશે. એટલે કે સ્પષ્ટ છે કે પૈસાની તંગી આ વર્ષ તમારે નહિ સહન કરવી પડે. આ રાશિના લોકો આ સમયે રોકાણ કરવાથી દુર રહો. સાથે જ અટકેલા નાણા મળવાના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. તેથી તમારા કુટુંબમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહેશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.