દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્દભુત સંયોગ, આ 5 રાશિઓના બદલાઈ શકે છે નસીબ.

દિવાળીના દિવસે બદલાશે આ 5 રાશિઓના નસીબ, મળશે ખુશીઓ જ ખુશીઓ. હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીના હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે અને ઘર ઘરમાં તેની તૈયારી જોરદાર કરવામાં આવી રહી છે. આ દિવાળી ગ્રહ નક્ષત્રોના હિસાબે પણ ઘણી વિશેષ છે કેમ કે ઘણા ગ્રહોની સ્થિતિ બદલવાની છે. આ કડીમાં દિવાળીના દિવસે મંગળ ગ્રહની સ્થિતિ પણ બદલવાની છે. 14 નવેમ્બરના રોજ મંગળ મીન રાશીમાં માર્ગી થઇ રહ્યો છે. આવો જાણીએ, ખરેખર મંગળનું મીન રાશીમાં માર્ગી થવાથી શું અસર પડવાની છે.

આમ તો મંગળ ગ્રહનું તમારા મિત્ર ગ્રહની રાશીમાં માર્ગી થવું ઘણું શુભ ફળદાયક રહેવાનું છે. મંગળનું આ પરિવર્તન ધન, કારકિર્દી અને આર્થિક સુખ સમૃદ્ધી લઈને આવશે. આ પરિવર્તનથી ઘણી રાશીઓનું ભાગ્ય બદલાઈ શકે છે. આ 5 રાશીઓને તેનાથી ઘણો લાભ થઇ શકે છે.

વૃષભ રાશી : વૃષભ રાશીના લોકોને મંગળનું ભ્રમણ થવાથી લાભ થઇ શકે છે. જે લોકો માન-સન્માન અને પુરસ્કાર વિષે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતાં, દિવાળીમાં તેની આશા પૂરી થશે. આ રાશીના લોકોને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને કારકિર્દીમાં સફળતાની તકો ઉભી થશે. મંગળનું રાશી પરિવર્તનથી તમને પાર્ટનરનો પુરતો સહકાર મળશે. જો તમને સફળતા નથી મળી રહી તો શુક્રવારના દિવસે જરૂરિયાત વાળા લોકોને સફેદ વસ્તુઓનું દાન કરો.

કર્ક રાશી : કર્ક રાશીના લોકોને મંગળ ગ્રહનું મીન રાશિમાં પ્રવેશ કરવું ઘણું શુભ ફળદાયક રહેવાનું છે. જો ધંધાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો મંગળનું ભ્રમણ થવું અતિ લાભદાયક રહેશે, તે દરમિયાન તમને થોડા જરૂરી કરાર મળી શકે છે. તે ઉપરાંત જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેવા માંગે છે અને તેને અડચણોનો સામનો કરવો પડે છે, તો તે તમામ અડચણો અને તકલીફો દુર થશે.

તુલા રાશી : તુલા રાશીના લોકો માટે પણ મંગળનું ભ્રમણ થવું ઘણું શુભ પરિણામ લઇને આવી રહ્યો છે. તે દરમિયાન તમારા દુશ્મનો તમારાથી પરાસ્ત થશે અને તમને પણ તેનો સામનો કરવાની ક્ષમતા પહેલા કરતા વધુ રહેશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી તમારા કામની પ્રસંશા કરશે અને અટકેલા કામ પણ પુરા થશે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે પણ મંગળનું આ પરિવર્તન ઘણું સારું રહેવાનું છે. તમને સખત મહેનતનું ફળ મળશે. આમ તો તે દરમિયાન આરોગ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

ધન રાશી : મંગળનું આ ભ્રમણ ધન રાશીના લોકો માટે શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. જો તમે છેલ્લા ઘણા લાંબા સમયથી ઘર કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી એ ઈચ્છા દિવાળી વખતે પૂર્ણ થશે. જો તમે ધંધાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તે સમય તમારા માટે શુભ છે. તમને કોઈ મોટો સોદો આ વખતે ફાઈનલ થઇ શકે છે. જો પાર્ટનરશીપમાં બિજનેસ કરો છો તો પાર્ટનર સાથે થોડો મતભેદ થવાના સંકેત છે.

મકર રાશી : દિવાળીના શુભ પ્રસંગે મંગળનું મીન રાશીમાં પ્રવેશ કરવો શુભ ફળ આપનારું છે. મંગળ ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. આમ તો તે તમને સાહસ અને વીરતા પ્રદાન કરશે. મકર રાશીના લોકોના બુદ્ધી અને પરાક્રમમાં વધારો થશે. કુટુંબના મતભેદ દુર થશે અને ઘરના સભ્યો સાથે સંબંધ મજબુત બનશે. તમને સખત પરિશ્રમનું ફળ મળશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.