જાણો દિવ્યા ભારતીના મૃત્યુનું સાચું કારણ.. ખરેખર શું થયું હતું? 5 એપ્રિલ ૧૯૯૩ની રાત્રે.

નવના દશકામાં સિલ્વર સ્ક્રીન ઉપર એક માસુમ જેવા ચહેરાની મોહક છટાએ સૌનું દિલ જીતી લીધું હતું. તે ચહેરાનો નશો કાંઈક એવો હતો કે દર્શકો થી લઈને ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ હતી. પણ તે હસતા રમતા ચહેરાની પાછળ ન જાણે શું રહસ્ય છુપાયેલ હતુ કે અચાનક જ એક દિવસ આ વ્યક્તિના મૃત્યુના સમાચાર જાણવા મળ્યા.

લોકો ઉપર દીવાનગી જયારે અણધારી રીતે આગળ વધી રહી હતી, તો તેને મૃત્યુનું શરણું હંમેશા માટે પોતાના દીવાનાઓને નારાજ કરી દીધા. જી હા વાત કરી થયા છીએ નેવુંના દશકાની ફિલ્મ અભિનેત્રી દિવ્ય ભારતીની જેનું મૃત્યુ આજે પણ એક રહસ્ય બની રહેલ છે.

એક વર્ષમાં ઇન્ડસ્ટ્રી ઉપર છવાઈ ગઈ હતી :

પોતાની ભોળી અને માસુમ એવા ચહેરાએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનારી દિવ્યાનો જન્મ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૭૪ ના રોજ થયેલ હતો. દિવ્યા ભારતીએ ૧૯૯૨ માં ફિલ્મ ‘વિશ્વાત્મા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરેલ આમ તો પહેલા તે થોડી તેલુગુ ફિલ્મો કરી ચુકી હતી. વિશ્વાત્મામાં જ તેને ગીત મળેલ ‘સાત સમન્દર પાર મેં તેરે પીછે પીછે’ આ ગઈ. આ ગીતે દિવ્યાને ગજબની સફળતા અપાવી. ત્યાર પછી દિવ્યાએ સતત ૧૦ બીજી હિન્દી ફિલ્મો કરેલ.

જેમાં શોલા ઔર શબનમ, દિલ ક ક્યા કસુર, જાન સે પ્યારા, દીવાના, દિલ આશના હે, ગીતમાં રહેલ હતી. દિવ્યાને દીવાના માટે લક્સ ન્યુ ફેસ ઓફ દ ઈયર પણ મળેલ. એક વર્ષમાં દિવ્યાએ પોતાની સારી એવી ઓળખ ઉભી કરી લીધી હતી. ૧૯૯૩ માં દિવ્યાની માત્ર ત્રણ જ હિન્દી ફિલ્મો રીલીઝ થઇ શકી. તે હતી ક્ષત્રીય, રંગ ઔર શતરંજ. એવું એટલા માટે કેમ કે દિવ્યાના જીવનનું છેલ્લું વર્ષ હતું.

ગોવિંદાએ સાજીદ નડીયાદવાળા સાથે મુલાકાત કરાવેલ હતી.

5 એપ્રિલ ૧૯૯૩ ના રોજ છેલ્લા શ્વાસ લેનારી દિવ્યા ભારતીએ પરણિત જ જીવ છોડ્યો તેની બરોબર એક વર્ષ પહેલા જ લગ્ન થયેલા હતા. દિવ્યા ભારતી જ્યારે શોલા ઔર શબનમનું શુટિંગ કરી રહેલ હતી ત્યારે ફિલ્મના હીરો ગોવિંદાએ તેને નિર્દેશક નિર્માતા સાથે મુલાકાત કરાવેલ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો દિવ્યાએ મુસ્લિમ ધર્મ સ્વીકારેલ અને ૧૦ મેં ૧૯૯૨ ના રોજ લગ્ન કરી લીધા. અમુકનું તો એવું કહેવું છે કે દિવ્યાનાં આકસ્મિક મૃત્યુ પાછળ સાજીદનો હાથ હતો.

મૃત્યુથી ઉભા થયા પ્રશ્નો :

દિવ્યા ભારતીના આ નાના એવા અને સફળ બોલીવુડ કેરિયરે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા. જેમ કે હકીકતમાં દિવ્યા ભારતીનું મૃત્યુ બિલ્ડીંગ ઉપરથી પડવાથી થયું? શું દિવ્યા ભારતીનું સ્ટાર પણું બોલીવુડની બીજી અભિનેત્રીઓ ઉપર ભારે પડેલ હતું? શું દિવ્યા ભારતીએ મૃત્યુ પહેલા કોઈ નશો કરેલ હતો? શું કોઈએ દિવ્યા ભારતીને જાણી જોઇને મરાવી નાખી હતી? આ વાતનું સત્ય હજુ સુધી સામે આવેલ નથી કે દિવ્યા ભારતી સાથે તે રાત્રે શું થયું હતું. પણ અમે તમને જણાવી રહ્યા છીએ તે રાતનું ખરું સત્ય.

આવું થયેલ હતું 5 એપ્રિલની રાત્રે :

પોતાના મૃત્યુ વાળા દિવસે જ દિવ્યાએ મુંબઈમાં જ પોતાના માટે 4BHK નું મકાન ખરીદ્યું હતું અને સોદો પાક્કો કરેલ હતો. દિવ્યાએ આ સારા સમાચાર પોતાના ભાઈ કૃણાલને પણ આપેલ હતા. દિવ્યા તે દિવસે શુટિંગ પૂરું કરીને ચેન્નઈ થી પાછી ફરી હતી. તેના પગમાં ઈજા હતી.

રાતના લગભગ ૧૦ વાગ્યા હશે જ્યારે મુંબઈના પશ્ચિમ અંધેરી, વરસોવા માં આવેલ તુલસી એપાર્ટમેંટના પાંચમાં માળ ઉપર તેના ઘરમાં તેની બહેનપણી અને ડિઝાઈનર નીતા લુલ્લા પોતાના પતિ સાથે તેને મળવા આવેલ હતી.

તેના બેઠક રૂમમાં બેસીને વાતોમાં મશગુલ હતા અને દારુની પાર્ટી ચાલી રહેલ હતી. સાથે જ દિવ્યાની નોકરાણી અમૃતા પણ વાતોમાં ભાગ લઇ રહેલ હતી. કોને ખબર હતી તેની થોડી મીનીટો પછી એવો અકસ્માત બનશે રાત્રે લગભગ ૧૧ વાગી રહ્યા હતા. અમૃતા રસોડામાં થોડું કામ કરવા ગઈ. નીતા પોતાના પતિ સાથે ટીવી જોવામાં મશગુલ હતી.

તે સમયે દિવ્યા રૂમની બારી તરફ ગઈ અને ત્યાંથી મોટા અવાજે પોતાની નોકરાણી સાથે વાતો કરી રહેલ હતી. દિવ્યાના બેઠક રૂમમાં કોઈ બાલ્કની ન હતી એકમાત્ર બારી હતી જેમાં ગ્રીલ ન હતી. તે બારીની નીચે પાર્કિંગની જગ્યા હતી જ્યાં હંમેશા ઘણી ગાડીઓ રહેતી હતી તે દિવસે ત્યાં કોઈ ગાડી ઉભી રહેલ ન હતી.

બારી ઉપર ઉભી રહેલ દિવ્યા પાછા ફરીને સારી રીતે ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહેલ હતી તો તે સમયે તેનો પગ લપસી ગયો. દિવ્યા સીધી જમીન ઉપર જઈને પડી. 5 માં માળથી પડવાને કારણે દિવ્યા એકદમ લોહીથી લથપથ હતી. તેમણે તરત જ કપૂર હોસ્પિટલ લઇ જવામાં આવેલ.

પણ અફસોસ કે ત્યારે ઘણું મોડું થઇ ગયેલ હતું. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દિવ્યાએ જીવ છોડી દીધો પાંચ વર્ષ સુધી તપાસ કરવા છતાંપણ પોલીસને કોઈ કારણ જાણવા મળ્યું નથી.