આજે જ પુરા કરી લો તમારા બેંક સાથે જોડાયેલા કામ, આવનારા 4 દિવસ બંધ રહેશે બેંક

જો તમારા બેંક સાથે જોડાયેલા કોઈ કામ છે, તો દિવાળી પહેલા પુરા કરી લેજો. કારણ કે આજ પછી અમુક શહેરોમાં સતત ચાર દિવસ બેંક બંધ રહેશે. આ અઠવાડિયે શનિવારે આખા દેશમાં બેંકમાં રજાઓ રહેશે. આ શનિવાર મહિનાનો ચોથો શનિવાર છે. આ કારણે બેંક બંધ રહેશે. ત્યારબાદ રવિવારે બેંકની રજા જ હોય છે. તેમજ આ દિવસે આખા દેશમાં દિવાળી ઉજવવામાં આવશે, એવામાં તમારા બેંક સાથે જોડાયેલા કામ તમારે રાજાઓ (RBI Bank Holidays List) અનુસાર જ મેજેન કરવા પડશે. આવો જાણીએ ક્યારે અને ક્યાં બેંક બંધ રહેશે.

28 ઓક્ટોબરે આ શહેરોમાં બેંક બંધ રહેશે :

28 ઓક્ટોબરે એટલે કે સોમવારે ગોવર્ધન પૂજાને કારણે રજા રહેશે. દિવાળી પછી સોમવારે અગરતલા, અમદાવાદ, બેલાપુર, દેહરાદૂન, ગંગટોક, ઈમ્ફાલ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ અને નાગપુરમાં બેંક બંધ રહેશે.

29 ઓક્ટોબરે અહીં બેંકોમાં રહેશે રજા :

29 ઓક્ટોબરે ભાઈ બીજને કારણે બેંક બંધ રહેશે. આ દિવસે બેંગ્લોર, ગંગટોક, કાનપુર અને લખનઉમાં બેંકોમાં કામ નહિ થાય.

આ શહેરોમાં બેંક બંધ નહિ રહે :

દિવાળી પછી સોમવાર અને મંગળવારે અમુક શહેરોમાં બેંકમાં રજા નહિ રહે. આ શહેરોમાં ન્યુ દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોન્ગ, શિમલા, શ્રીનગર, થિરુઅનંતપુરમ, આઈઝોલ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જમ્મુ, કોચ્ચિ, કોલકાતા શામેલ છે.

નોંધ : તમે RBI ની વેબસાઈટ પર રજાની લિસ્ટ જોઈ શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે, દરેક રાજ્ય અનુસાર બેંકમાં રજાઓ અલગ અલગ હોય છે.

બેંકની રજાઓ જોવા માટે આ લિંક પર જાવ. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay. aspx

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.