દિયાની માં છે બંગાળી અને પિતા જર્મન તો પણ લગાવે છે મુસ્લિમ અટક, જાણો શું છે કારણ?

દિયા મિર્ઝાએ મિસ એશિયા પેસિફિકનો એવોર્ડ પોતાના નામે કર્યો છે અને તે બોલીવુડની ફેમસ અભિનેત્રી છે. દિયા મિર્ઝાની ફિલ્મ ‘રહના હે તેરે દિલ મેં’ પોતાના પરફોર્મન્સ માટે આજે પણ ઓળખાય છે. હાલમાં તે ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેંસ સાથે ટચમાં રહે છે. દિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૪માં સાહિલ સંધા સાથે લગ્ન કર્યા હતા. તે બંને પહેલી વખત એકબીજાને વર્ષ ૨૦૦૯માં મળ્યા હતા. પાંચ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

પરંતુ બંનેના આ સંબંધ વધુ દિવસો સુધી ન ચાલ્યા અને હાલમાં જ બંનેએ છૂટાછેડા લઇ લીધા છે. પોતાના છૂટાછેડા વિષે દિયા મિર્ઝાએ એક ઓપન લેટર પણ લખ્યો હતો. દિયા મિર્ઝાનો જન્મ ૯ ડીસેમ્બર ૧૯૮૧ના રોજ હૈદરાબાદમાં થયો હતો. ૩૮ વર્ષની દિયા આ ઉંમરમાં પણ ઘણી સુંદર દેખાય છે. હાલમાં જ દિયાએ ૩૮મો જન્મ દિવસ મનાવ્યો.

જર્મન પિતા અને બંગાળી માં ની દીકરી છે દિયા

દિયા મિર્ઝાના પિતા જર્મન છે અને માં બંગાળી છે. જયારે તે મુસ્લિમ સ્ટેપ ફાધરની દેખરેખમાં મોટી થઇ છે. દિયા મિર્ઝાનું બાળપણ ઘણું સરળ રહ્યું નહિ. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તે મોટી થઇ છે. આશરે ૪ વર્ષની ઉંમરમાં દિયાના માતા પિતાના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા લીધા પછી તેના માટે પિતાએ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. આમ તો દિયાના પહેલા પિતા ૯ વર્ષ પહેલા દુનિયા માંથી વિદાય લઇ ચુક્યા છે.

દિયાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે પોતાના બીજા પિતાની ઘણી નજીક હતી. દિયાએ જણાવ્યું કે તેના બીજા પિતા તેને ઘણો પ્રેમ કરતા હતા અને ક્યારેય પણ તેના પહેલા પિતાનું સ્થાન લેવાનો પ્રયાસ નથી કર્યો, એ કારણથી જ  દિયા સ્ટેપ ફાધરની જ સરનેમનો ઉપયોગ કરે છે. દિયાના પેરેન્ટ્સનું નામ મિર્જા ફ્રેંક હેંડરીક છે.

૧૮ વર્ષની ઉંમરમાં જીતી એવોર્ડ

ઘણી નાની એવી ઉંમરમાં જ દિયાએ કામ કરવાનું શરુ કરી દીધું હતું. જયારે મિસ એશિયા પેસિફિકનું ટાઈટલ તેમણે પોતાના નામે કર્યું ત્યારે તેની ઉંમર આશરે ૧૮ વર્ષ હતી. આમ તો દિયાએ જણાવ્યું કે તેમણે આ પ્રતિયોગીતામાં ભાગ લેવા વિષે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ તેની ફેમીલી ફ્રેન્ડે તેને મિસ ઇંડિયા ઓડીશંસ વિષે જણાવ્યું. ત્યારપછી હિરોઈને તે કાંટેસ્ટમાં ભાગ લીધો.

૧૬ વર્ષની ઉંમરથી કરી રહી છે કામ

દિયા મિર્ઝાએ જણાવ્યું કે સિલેકશન પછી તેને મિસ ઇંડિયા કોંટેસ્ટ આયોજિત કરવા વાળા તરફથી કોલ પણ આવ્યો હતો. તેમણે દિયાને રહેવા, જમવા અને મુસાફરીના પૈસા જમા કરાવવા માટે જણાવ્યું. દિયાએ પોતાની કમાણીમાંથી આ બધાના પૈસા જમા પણ કર્યા. માત્ર ૧૬ વર્ષની ઉંમરથી દિયાએ મલ્ટીમીડિયા કંપનીમાં કામ કરવાનું શરુ કરી દીધું.

થયું એવું કે તે દરમિયાન દિયાને એક સુઝ પસંદ આવ્યા હતા પરંતુ માં એ તેને અપાવવાની ના કહી દીધી હતી. તેના કારણે જ દિયાને ઘણો ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવીને તે અભ્યાસની સાથે સાથે નોકરી કરવા લાગી. સાથે જ પોતાની માં ને તેમણે ચેલેન્જ આપી કે ૧૮ વર્ષની ઉંમરમાં તે કાર અને ૨૧ વર્ષની ઉંમરમાં ઘર ખરીદીને દેખાડશે.

૨૧ વર્ષની ઉંમરમાં ખરીદ્યું ઘર

મિસ ઇંડિયા માટે દિયાને મુંબઈ જવાનું હતું પરંતુ તેની માં તેના માટે તૈયાર ન હતી. તે દરમિયાન તેના પિતાએ માં ને સમજાવી હતી. તે દરમિયાન દિયાની પાછળ એક છોકરો પાગલની જેમ પડ્યો હતો તેણે અને તેના પિતાએ દિયાને ત્યાંથી બહાર મોકવાનું યોગ્ય સમજ્યું. છેવટે દિયાએ પોતાના સપના સાચા કરી દેખાડ્યા અને ૨૧ વર્ષની ઉંમરમાં ઘર ખરીદી લીધું.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.