ડીએનએ રિપોર્ટ અનુસાર આર્ય અને દ્રવિડ એક જ છે.

વિજ્ઞાન કહે છે કે પૃથ્વી ઉપર જીવનની ઉત્પતિ ૬૦ કરોડ વર્ષ પહેલા થઇ અને મહાદ્વીપોનું સરકવું ૨૦ કરોડ વર્ષ પહેલા શરૂઆત થયું. જેથી પાંચ મહાદ્વીપોની ઉત્પતી થઇ. સ્તનધારી જીવોનો વિકાસ ૧૪ કરોડ વર્ષ પહેલા થયો. માનવનો પ્રકાર(હોમીનીડ) ૨.૬ કરોડ વર્ષ પહેલા આવ્યો. પરંતુ આધુનિક માનવ ૨ લાખ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા. છેલ્લા પચાસ હજાર વર્ષોમાં જ માનવ સમસ્ત વિશ્વમાં જઈને વસી ગયા. વિજ્ઞાન કહે છે કે માનવે જે પણ આ અદભુત પ્રગતી કરી છે તે ૨૦૦ થી ૪૦૦ પેઢીઓ દરમ્યાન થઇ છે. તે પહેલા માનવ પશુઓ સમાન જેવું જ જીવન પસાર કરતા હતા.

દરેક દેશના નાગરિક પોતાને ત્યાંના મૂળ નિવાસી માને છે. જેમ કે અમેરિકા વાળા પોતાને મૂળ નિવાસી મને છે પરંતુ ત્યાંની રેડ ઇન્ડિયન જાતીના લોકો કહે છે કે ગોરા અને કાળા લોકો બહારથી આવીને અહિયાં વસ્યા છે. એવી રીતે યુરોપવાસીનો એક વર્ગ પોતાને આર્ય મને છે. મોટાભાગના ઈતિહાસકાર માને છે કે આર્ય મધ્ય એશિયાના મૂળ નિવાસી હતા. હવે આવો આપણે ઈતિહાસ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જાણીએ ભારતના મૂળ નિવાસી કોણ?

શબ્દોનો ફરક સમજો : અંગ્રેજોનું નેટીવ(native) શબ્દ મૂળ નિવાસીઓ માટે પ્રયુક્ત હોય છે. અંગ્રેજી શબ્દ ટ્રાઈબલ શબ્દનો અર્થ ‘મૂળનિવાસી’ નથી થતો. ટ્રાઈબલનો અર્થ થાય છે ‘જનજાતી’. ૯ ઓગસ્ટના રોજ ‘વિશ્વ જનજાતીય દિવસ’ મનાવવામાં આવે છે. ‘વિશ્વ જનજાતીય દિવસ’ એટલે વિશ્વની તમામ જાતિઓનો દિવસ.

મોટા ભાગે લોકો મતાંધ છે : કોઈ જાતી, ધર્મ, સમાજ, રાષ્ટ કે કોઈ મહાન વ્યક્તિના જ્ઞાનના આપણી આંખો ઉપર ચશ્માં લગાવીને તે વાતોને માનવા કે જાણવા મતાંધતા અને અંધવિશ્વાસ જ માનવામાં આવશે. ખાસ કરીને આ મતાંધતા ધર્મ અને રાજનીતિના સ્વાર્થને કારણે પણ ઉપજી છે. ભારતમાં જાતીગત વિભાજન એક પડકાર ખેલ પણ છે જેને લઇને દેશના સામાજિક તાણાવાણા જ નથી તૂટ્યા પરંતુ લોકો વચ્ચે નફરત પણ ઘણી હદ સુધી વધી ગઈ છે. તે આપણા ઈતિહાસની ભ્રમિત સમજ અને શિક્ષણનું જ પરિણામ છે.

વિજ્ઞાનની થીયરી “જો આપણે મૂળ નિવાસીની વાત કરીએ તો પૃથ્વીના તમામ માણસ આફ્રિકન કે દક્ષીણ ભારતીય છે. ૩૫ હજાર વર્ષ પહેલા માનવ આફ્રિકા માંથી નીકળીને મધ્ય એસ્શીયા અને યોરપમાં જઈને વસ્યા. યોરપ માંથી થઇને માણસ ચીન પહોચ્યા અને ત્યાંથી તે પાછા ભારતના પૂર્વોત્તર ભાગમાં દાખલ થઇને ફરી દક્ષીણ ભારત પહોચી ગયો, વેજ્ઞાનિકોના કહેવા મુજબ આજથી લગભગ ૧૯ કરોડ વર્ષ પહેલા તમામ દ્વીપરાષ્ટ્ર એક હતા અને ચારે તરફ સમુદ્ર હતો. યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલીયા અને અમેરિકા તમામ એક બીજા સાથે જોડાયેલા હતા. એટલે પૃથ્વીનો માત્ર એક ટુકડો જ સમુદ્રથી ઉભરેલો હતો. તે સાથે દ્વીપની ચારે તરફ સમુદ્ર હતો અને તેને વેજ્ઞાનિકોએ નામ આપ્યું ‘એન્જીયા’

હવે આપણે એ સમજી શકીએ છીએ કે શરુઆતના માનવ પહેલા એક જ સ્થળ ઉપર રહેતા હતા. ત્યાંથી તે સંપૂર્ણ વિશ્વમાં સમય, કાળ અને પરિસ્થિતિ મુજબ વસતા ગયા. વિશ્વભરની જનજાતિઓના નાક-નક્ષ વગેરેમાં સમાનતા એટલા માટે જોવા મળે છે, કેમ કે તેમણે નિષ્કમણ પછી પણ પોતાની જાતીગત શુદ્ધતાને જાળવી રાખી અને જે આદિવાસી કે જનજાતિઓના લોકોએ પોતાની ભૂમિ અને જંગલને છોડીને બીજી જગ્યા ઉપર નિષ્કમણ કરીને આ શુદ્ધતાને છોડીને સંબંધ બનાવ્યા તેમાં ફેરફાર આવી ગયા. આ ફેરફાર વાતાવરણ અને જીવન જીવવાના સંઘર્ષથી પણ આવ્યા. હવે વાત કરીએ ભારતના મૂળ નિવાસીઓની.

વૈદોમાં એવું કોઈ પ્રમાણ નથી જે આર્યો, દાસો, દસ્યુઓમાં નસ્લીય ભેદને પ્રદર્શિત કરે છે. વેજ્ઞાનિક અધ્યયનો, વેદ શાસ્ત્રો, શિલાલેખો, જીવાશ્મો, શ્રુતિઓ, પૃથ્વીની સંરચનાત્મક વિજ્ઞાન, જેનેટીક અધ્યયન અને ડીએનએના સંબંધો વગેરેના આધારે આ તથ્ય સામે આવે છે કે પૃથ્વી ઉપર પ્રથમ જીવની ઉત્પતી ગોંડવાના લેન્ડ ઉપર થઇ હતી. જેને ત્યારે પેન્જીયા કહેવામાં આવતું હતું અને જે ગોંડવાના અને લારેશિયાના મળીને બન્યું હતું.

ગોંડવાના લેન્ડના અમેરિકા, આફ્રિકા, અંટાર્કટીકા, ઓસ્ટ્રેલીયા અને ભારતીય પ્રાયદ્વીપમાં વીખંડન થાય પછી અહિયાંના નિવાસી પોત પોતાના વિસ્તારમાં વહેચાઈ ગયા. જીવનનો વિકાસ સૌપ્રથમ ભારતીય દક્ષીણ પ્રાયદ્વીપમાં નર્મદાના કાંઠા ઉપર થયો હતો, જે નવીનતમ શોધ મુજબ વિશ્વની સૌપ્રથમ નદી માનવામાં આવે છે. અહિયાં મોટા પ્રમાણમાં ડાયનોસોરના ઈંડા અને જીવાશ્મ પ્રાપ્ત થયા છે. ભારતના સૌથી પુરાતન આદિવાસી ગોંડવાના પ્રદેશના ગોંડ કારકુ સમાજની પ્રાચીન કથાઓમાં આ તથ્ય ઘણી વખત આવે છે.

જાતિગત ભિન્નતાનું કારણ પ્રકૃતિ અને જુદા જુદા પ્રદેશ :

ભારતમાં કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધી ગોરા, કાળા, શ્યામ, લાલ અને ઘઉંવર્ણા રંગના લોકો છે. એક જ પરિવારમાં કોઈ કાળા છે, તો કોઈ ગોરા, એક જ સમાજમાં કોઈ કાળા છે તો કોઈ ગોરા. તમામ વર્ગોમાં તમામ પ્રકારના રંગના લોકો તમને મળી જશે. કાશ્મીરી બ્રાહ્મણ ગોરા છે, તો દક્ષિણી બ્રાહ્મણ કાળા. દક્ષીણ ભારતમાં મોટાભાગે લોકો કાળા રંગના હોય છ. હિંદુ, મુસલમાન, ઈસાઈ અને હિંદુઓમાં દલિત અને બ્રાહ્મણ તમામ કાળા રંગના છે.

આવી રીતે આપણે ભારતીયોના નાક નક્ષની વાત કરીએ તો તે ચીન અને આફ્રિકાના લોકોથી એકદમ ભિન્ન છે. જો રંગની વાત કરીએ તો ભારતીયોનો રંગ યોરપ, આફ્રિકાના લોકોથી એકદમ ભિન્ન છે. અમેરિકા અને આફ્રિકી લોકોનો ગોરો રંગ ભારતના લોકોના ગોરા રંગમાં ઘણો ફરક છે. એવી રીતે આફ્રિકાના કળા અને ભારતના કાળા રંગમાં પણ ઘણો ફરક છે. બ્રહ્મનોમાં કેટલા કાળા અને કેટલાક ભયંકર કાળા રંગના મળી જશે અને દલિતોમાં કેટલાય ગોરા રંગના મળી જશે.

હજારો વર્ષોના માનવ સમાજના વિકાસ પછી આજે જો કોઈ એ દાવો કરે છે કે આ મૂળનિવાસી છે. તો તે ઘણી મોટી ગેર સમજણનો ભોગ છે. જો કોઈ એવું માને છે કે આર્ય અને દાસ અલગ અલગ હતા અને એમાં કોઈ રક્ત મિક્ષ નથી થયું તો એ પણ તેમના ઓછા જ્ઞાનનું જ પરિણામ છે.

ડીએનએ રીપોર્ટ મુજબ આર્ય અને દ્રવિડ એક જ છે.

આર્યોને કોઈ સેન્ટ્રલ એશિયા કહે છે, તો કોઈ સાઈબેરીયા, તો કોઈ મંગોલિયા, તો કોઈ ટ્રાંસ કોકેશિયા તો કોઈ આર્યોને સ્કેડેનેવીયાના ગણાવ્યા. એવું કહેવાનું એક કારણ ભારતીય લોકોને તેના મૂળ ઈતિહાસ માંથી કાપીને જાતીગત વિભાજન કરવું પણ રહ્યું છે, જેને લીધે પશ્ચિમી ધર્મોનો વિકાસ થઇ શકે.

ઉલ્લેખનીય છે કે પ્રાચીન ભારતીય જૈન, બોદ્ધ અને હિંદુ ગ્રંથો મુજબ આર્ય કોઈ જાતી નહિ, પરંતુ તે વિશેષણ હતું. આર્ય શબ્દનો પ્રયોગ મહાકુલ, કુલીન, સભ્ય, સજ્જન, સાધુ વગેરે માટે જોવા મળે છે. આર્યનો અર્થ શ્રેષ્ઠ થાય છે. આર્ય કોઈ જાતીનો નહી પરંતુ એક વિશેષ વિચારસરણીને માનવા વાળા લોકોનો સમૂહ હતો. જેમાં શ્વેત, પિત, રક્ત, શ્યામ અને અશ્વેત રંગના તમામ લોકો રહેલા હતા, નવી શોધ મુજબ આર્ય આક્રમણ નામની વસ્તુ ન તો ભારતીય ઈતિહાસના કોઈ કાલખંડમાં ઘટિત થઇ અને ન તો આર્ય અને દ્રવિડ નામના બે પૃથક માનવ જાતીનું અસ્તિત્વ જ ક્યારેય ધરતી ઉપર હતું.

આ ઘણું બધું પ્રચારિત કરવામાં આવ્યું છે કે આર્ય બહારના અને આક્રમણકારી હતા. તેમણે ભારત ઉપર આક્રમણ કરીને અહિયાં દ્રવિડ લોકોને દાસ બનાવ્યા. પહેલા અંગ્રેજોએ અને પછી આપણા જ ઈતિહાસકારોએ આ જુઠાણાને પ્રચારિત અને પ્રસારિત કર્યું. આર્યને તેમણે એક જાતી માની અને દ્રવિડોને બીજી. આવી રીતે વિભાજન કરીને તેમણે ભારતનો ઈતિહાસ લખ્યો. ઈતિહાસકારોના કરવામાં આવેલા આ વિભાજને ભારતને તોડી ગયા.

આર્યન ઈન્વેજન થીયરી ખોટી છે?

ભારતના સરકારી પુસ્તકોમાં આર્યોના આગમનને ‘આર્યન ઈન્વેજન થીયરી’ કહેવામાં આવે છે. આ પુસ્તકોમાં આર્યોને રખડતા કે કબીલાઈ કહેવામાં આવે છે. એ આમ તો સારા લોકો હતા જેમની પાસે વૈદ હતા, રથ હતા, પોતાની ભાષા હતી અને એ ભાષાની લીપી પણ હતી. એટલે કે તે ભણેલા ગણેલા, સભ્ય અને સંસ્કૃતના જાણકાર લોકો હતા, તે દુનિયાનું સૌથી અલગ ઉદાહરણ છે. ઈતિહાસકારોનો એક વર્ગ માને છે કે તે થીયરી મેક્સ મુલરે જાણી જોઇને રચી હશે.

મેક્સ મુલરે જ ભારતમાં આયર્ન ઈન્વેજન થીયરીને લાગુ કરવાનું કામ કર્યું હતું. પરંતુ આ થીયરીનો સૌથી મોટો પડકાર ૧૯૨૧ માં મળ્યો. જયારે અચાનકથી સિંધુ નદીના કિનારે એક સભ્યતાના નિશાન મળ્યા. કોઈ એક જગ્યા હોત તો અલગ વાત હતી. અહિયાં તો ઘણી બધી જગ્યાઓ ઉપર સાભ્યતાના નિશાન મળવા લાગ્યા. તેને સિંધુ ઘાટી સભ્યતા કહેવામાં આવવા લાગી. હવે પ્રશ્નએ ઉભો થઇ ગયો કે જો આ સંસ્કૃતિને હિંદુના આર્ય સંસ્કૃતિ માની લેવામાં આવે તો પછી આયર્ન ઈન્વેજન થીયરીનું શું થશે? તેવામાં પછી ધીમે ધીમેએ પ્રચારિત કરવામાં આવ્યું કે સિંધુ લોકો દ્રવિડ હતા અને વૈદિક લોકો આર્ય.

જયારે અંગ્રેજો અને તેમના અનુસરણકરતોએ આ જોયું કે સિંધુ ઘાટીની સંસ્કૃતિ તો વિશ્વસ્તરીય શહેરી સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિ પાસે ટાઉન પ્લાનિંગનું જ્ઞાન ક્યાથી આવ્યું? અને તેમણે સ્વીમીંગ પુલ બનાવવાની ટેકનીક કેવી રીતે શોધી? તે પણ એવા સમયે જયારે ગ્રીસ, રોમ અને એથેન્સનું નામ નિશાન ન હતું. તો તેમણે એક નવું જુઠાણું પ્રચારિત કર્યું. તે એ કે સિંધુ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ બન્ને જુદી જુદી સંસ્કૃતિ છે. સિંધુ લોકો દ્રવિડ હતા અને વૈદિક લોકો આર્ય. આર્ય તો બહરથી જ આવ્યા હતા અને તેમનો સમય સિંધુ સંસ્કૃતિ પછીનો સમય છે. આ થીયરીને આપણે અહિયાંના વામી ઈતિહાસકારોએ ઘણો પ્રચાર કર્યો.

પહેલી ડીએનએ શોધ : ફીણલેન્ડના તારતુ વિશ્વવિધ્યાલય એસ્ટોનિયામાં ભારતીયના ડીએનએ ગુણસુર ઉપર આધારિત એક અનુસંધાન થયું. કેમ્બ્રિક વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડૉ. કીવીસીલ્ડના નિર્દેશનમાં એસ્ટોનિયા આવેલા એસ્ટોનિયમ બાયોસેન્ટર, તારતુ વિશ્વવિદ્યાલયના શોધક વિદ્યાર્થી જ્ઞાનેશ્વરે પોતાના અનુસંધાનમાં એ સિદ્ધ કર્યું છે કે તમામ ભારતવાસી જનીન અર્થાત ગુણસુત્રોના આધારે એક જ પૂર્વજોના સંતાનો છે, આર્ય અને દ્રવિડના કોઈ ભેદ ગુણસુત્રોના આધાર ઉપર નથી મળ્યા અને બીજું તો ઠીક વારસાગત ગુણસૂત્ર ભારતવાસીઓના જનીન ડીએનએમાં મળે છે, તે ડીએનએ ગુણસૂત્ર દુનિયાના કોઈ બીજા દેશમાં જોવા નથી મળ્યા.

શોધકાર્યમાં વર્તમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળની વસ્તીમાં જોવા મળતી લગભગ તમામ જાતિઓ, ઉપજાતિઓ, જનજાતિઓના લગભગ ૧૩,૦૦૦ નમુના પરીક્ષણ પરિણામનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના નમુનાના પરીક્ષણથી પ્રાપ્ત પરિણામની સરખામણી મધ્ય એશિયા, યુરોપ અને ચીન-જાપાન વગેરે દેશોમાં રહેવા વાળા માણસ જાતીના ગુણસુત્રોથી કરવામાં આવી. આ સરખામણીમાં જાણવા મળ્યું કે તમામ ભારતીય પછી તે કોઈ પણ ધર્મના માનવા વાળા છે, ૯૯ ટકા સમાન પૂર્વજોના સંતાનો છે. તેથી એ સિદ્ધ થાય છે કે ભારતમાં આર્ય અને દ્રવિડ વિવાદ ખોટો છે. ઉત્તર અને દક્ષીણ ભારતીય એક જ પૂર્વજોના સંતાનો છે.

શોધમાં જાણવા મળ્યું છે કે તમિલનાડુની તમામ જાતિઓ જનજાતિઓ, કેરળ, કર્નાટક, આંધ્રપ્રદેશ જેને પહેલા દ્રવિડ જાતી સાથે પ્રભાવિત માનવામાં આવે છે. તેની તમામ જાતિઓના ડીએનએ ગુણસૂત્ર અને ઉત્તર ભારતીય જાતિઓ જનજાતિઓના ડીએનએની ઉત્પતિ આધાર ગુણસૂત્ર એક સરખા છે. ઉત્તર ભારતમાં મળી આવેલા કોલ, કંજર, ડુસાધ, ઘરકાર, ચમાર, થારુ, દલિત, ક્ષત્રીય અને બ્રહ્મનોના ડીએનએનું મૂળ સ્ત્રોત દક્ષીણ ભારતમાં મળી આવતી જાતિઓના મૂળ સ્ત્રોતથી કોઈ રીતે અલગ નથી.

તેની સાથે જ ગુણસૂત્ર ઉપરોક્ત જાતિઓમાં મળી આવે છે, તે ગુણસૂત્ર મકરાણી, સિંધી, બલોચ, પઠાણ, બ્રાહુઈ, બુરુષો, અને હજાર વગેરે પાકિસ્તાનમાં મળી આવતા સમૂહો સાથે એકદમ મળતા આવે છે. જે લોકો આર્ય અને દસ્યુને જુદા જુદા બનાવે છે, તેને બાબાસાહેબ આંબેડકરના પુસ્તક ‘જાતી વ્યવસ્થાનું ઉચ્ચાટન’ (Annihilation of caste)ને સારી રીતે વાંચવું જોઈએ.

બીજી ડીએનએ શોધ : આવી રીતેનું એક અનુસંધાન ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ કર્યું હતું. તેમના આ સંશોધન મુજબ ઉત્તર અને દક્ષીણ ભારતીયો વચ્ચે જણાવવામાં આવેલી આર્ય-અનાર્ય અસમાનતા હવે નવી શોધ મુજબ કોઈ સાચી વારસાગત અસમાનતા નથી. અમેરિકા પછી હાર્વર્ડના નિષ્ણાંતો અને ભારતના વિશ્લેષણોએ ભારતની પ્રાચીન વસ્તી જનીનના અધ્યયન પછી જાણવા મળ્યું કે તમામ ભારતીયો વચ્ચે એક વારસાગત સંબંધ છે. આ શોધ સાથે જોડાયેલા સીસીએમબી એટલે સેન્ટર ફોર સેલ્યુલર એંડ મોલેકયુલર બાયોલોજી (કોશિકા અને આણવિક જીવવિજ્ઞાન કેન્દ્ર) ના પૂર્વ નિર્દેશક અને એક અધ્યયનના સહલેખક લાલજી સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે શોધના પરિણામો પછી ઈતિહાસને ફરી વખત લખવાની જરૂર પડી શકે છે. ઉત્તર અને દક્ષીણ ભારતીયો વચ્ચે કોઈ ફરક નથી રહ્યો.

સીસીએમબીના મુખ્ય વિશ્લેષક કુમારસમય થંગરંજનનું માનવું છે કે આર્ય અને દ્રવિડ સિદ્ધાંતો પાછળ કોઈ સત્ય નથી. તે પ્રાચીન ભારતીયના ઉત્તર અને દક્ષીણમાં વસવાના સેંકડો કે હજારો વર્ષ પછી ભારત આવ્યા હતા. આ શોધમાં ભારતના ૧૩ રાજ્યોના ૨૫ જુદી જુદી જાતી સમૂહો માટે લેવામાં આવેલા ૧૩૨ વ્યક્તિઓ જનીનમાં મળ્યા ૫,૦૦,૦૦૦ વારસાગત માર્કરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

આ બધા લોકોને વારસાગત રીતે છ જુદી જુદી ભાષા પરિવાર, ઉંચી નીચી જાતી અને આદિવાસી સમૂહો દ્વારા લેવામાં આવ્યા હતા. તેમની સાથે જોડાયેલા વારસાગત સંબંધોથી સાબિત થાય છે, ભારતીય સમાજની સંરચનામાં જાતિઓ પોતાના પહેલાના કબીલા જેવા સમુદાયો માંથી બનેલા હતા. તે દરમિયાન જાતિઓની ઉત્પત્તિ જનજાતિઓ અને આદિવાસીઓ સમૂહો સાથે થઇ હતી. જાતિઓ અને કબીલા અથવા આદિવાસીઓ વચ્ચે અંતર નથી રાખવામાં આવતું. કેમ કે તેમની વચ્ચે જેની સમાનતાએ દર્શાવે છે કે બંને જુદા ન હતા.

આ શોધમાં સીસીએમબી સહીત હાવર્ડ મેડીકલ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ અને એમઆઈટીના નિષ્ણાંતોએ ભાગ લીધો. આ અધ્યયન મુજબ હાલમાં ભારતીય વસ્તી ખરેખરમાં પ્રાચીન કાળના ઉત્તરી અને દક્ષિણી ભારતનું મિશ્રણ છે. આ મિશ્રણમાં ઉત્તર ભારતીય પૂર્વજો (ઇન્સેંસ્ટલ નોથ ઇન્ડિયન) અને દક્ષીણ ભારતીય પૂર્વજો (ઇન્સેસ્ર્ંલ સાઉથ ઇન્ડિયન)નું યોગદાન રહ્યું છે. પહેલી વસ્તી આજથી ૬૫,૦૦૦ વર્ષ અન્દમાર અને દક્ષિણ ભારતમાં લગભગ એક જ સમયે વસી હતી, પછી ૪૦,૦૦૦ વર્ષ પહેલા પ્રાચીન ઉત્તરીય ભારતીયના આવવાથી વસ્તી સંખ્યા વધી. સમયાન્તરે પ્રાચીન ઉત્તર અને દક્ષીણ ભારતીયોને એક બીજાના મેળથી એક મિશ્રિત વસ્તી બની. વારસાગત દ્રષ્ટિથી વર્તમાન ભારતીય આ વસ્તીના વંશજ છે. અધ્યયનએ પણ બતાવામાં મદદ કરે છે કે ભારતીયોમાં જે વારસાગત બીમારીઓ મળે છે, તે દુનિયાના બીજા લોકોથી જુદી કેમ છે.

લાલજી સિંહ કહે છે કે ૭૦ ટકા ભારતીયોમાં જે વારસાગત વિકાર છે. આ શોધથી એ જાણવામાં મદદ મળી શકે છે કે એવા વિકાર લોકોની સંખ્યા ખાસ કરીને કેમ મર્યાદિત જ હોય છે? ઉદાહરણ માટે પારસી મહિલાઓમાં સ્તન કેન્સર, તિરુપતિ અને ચિત્તૂરના રહેવાસીઓમાં સ્નાયવિક દોષ અને મધ્ય ભારતના લોકોમાં રક્તાલ્પતાની બીમારી વધુ કેમ હોય છે. તેમના કારણોને આ દોષ દ્વારા સારી રીતે સમજી શકાય છે.

શોધકર્તા હવે એ વાતની શોધ કરી રહ્યા છે કે યુરેશિયાઈ એટલે યુરોપીય એશીયાઇ રહેવાસીઓની ઉત્પત્તિ શું પ્રાચીન ઉત્તર ભારતીઓથી થઇ છે? તેમના મુજબ પ્રાચીન ઉત્તર ભારતીય પશ્ચિમી યુરેશીયાઈઓ સાથે જોડાયેલા છે. પરંતુ પ્રાચીન દક્ષીણ ભારતીયોમાં દુનિયાભરમાં કોઈ પણ જન સંખ્યા સાથે સમાનતા નથી જોવા મળી. આમ તો શોધકર્તાઓએ એ પણ કહ્યું છે કે હજુ સુધી એ વાતની ચોક્કસ માહિતી નથી કે ભારતીય પહેલા યુરોપ તરફ ગયા હતા કે પછી યુરોપના લોકો પહેલા ભારત આવ્યા હતા.

ભારતીયોના પૂર્વજ કોણ હતા જાણો : ભારતીય લોકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઋષિ મુનીઓના સંતાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ઘણા પુત્રો અને પુત્રીઓ હતા. આ બધાના પુત્રો અને પુત્રીઓ માંથી જ દેવ, દેત્ય, દાનવ, રાક્ષસ, ગંધર્વ, યક્ષ, કિન્નર, વાનર, સ્થાનદેવ, ગ્રામ દેવતા, પિતર, ભૂત-પ્રેત, પીચાશ, કુષ્માંદ, બ્રહ્મરાક્ષસ, વૈતાલ, ક્ષેત્રપાલ, માનવ વગેરેની ઉત્પતિ થઇ.

ભારતની નદીઓના કાંઠા ઉપર કૃરુ, પાંચાલ, પુન્દ્ર, કલિંગ, મગધ, દક્ષિણાત્ય, અપરાન્તદેશવાસી, સૌરાષ્ટ્રગણ, તહા, અને અર્બુદગણ, કારુષ, માલવ, પારીયાત્ર, સૌવીર, સન્ધવ, હુણ શાલ્વ, કોશલ, મદ્ર, આરામ, અમ્બ્ષ્ઠ અને પારસી ગણ રહે છે. તેના પૂર્વી ભાગમાં કિરાત અને પશ્ચિમી ભાગમાં યવન વસેલા હતા.

વંશ લેખકો, તિથ પુરોહિતો, પંડો અને વંશ પરંપરાના વાચક સંવાહકો દ્વારા સમસ્ત આર્યોવર્તના નિવાસીઓ એ એક સાથે રાખવાનો જે આત્મય પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે ચોક્કસ રીતે જ વૈદિક ઋષિ પરંપરાનું જ અધ્યતન આદર્શ ઉદાહરણ માનવામાં આવી શકે છે. પુરાણ મુજબ દ્રવિડ, ચોલ અને પાંડય જાતિઓની ઉત્પત્તિમાં રાજા નહુષનું યોગદાન માનવામાં આવે છે. જે ઈલાવર્તના ચંદ્રવંશી રાજા હતા. પુરાણ ભારતીય ઈતિહાસને જળપ્રલય સુધી લઇ જાય છે. અહિયાંથી વેવસ્વત મન્વન્તર શરુ થાય છે. વૈદોમાં પાંચનદનો ઉલ્લેખ છે. એટલે કે પાંચ મુખ્ય કુળ માંથી ભારતીયોના  કુળોનો વિસ્તાર થયો.

વિભાજીત વંશ : સંપૂર્ણ હિંદુ વંશ વર્તમાનમાં ગોત્ર, પ્રવર, શાખા, વૈદ, શર્મ, ગણ, શિખા, પાદ, તિલક, છત્ર, માળા, દેવતા (શિવ, વિનાયક, કુળદેવી, કુળદેવતા, ઇષ્ટદેવતા, રાષ્ટ્રદેવતા, ગોષ્ટ દેવતા, ભૂમિ દેવતા, ગ્રામ્ય દેવતા, ભૈરવ અને યક્ષ) વગેરેમાં વિભક્ત થઇ ગયા છે. જેમ જેમ સમાજ વધ્યો, ગણ અને ગોત્રમાં પણ ઘણા ભેદ થતા ગયા. ઘણા સમાજ કે લોકો ગુલામીના સમયમાં સમયાન્તરે આ બધું છોડી દીધું છે, તો તેમની ઓળખ કશ્યપ ગોત્ર માની લાવામાં આવે છે.

કુળહંતા : આજે સંપૂર્ણ અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને બર્મા વગેરેમાં જે જે માણસ નિવાસ કરી રહ્યા છે, તે બધા નીચે જણાવેલા મુખ્ય હિંદુ વંશો સાથે જ સંબંધ ધરાવે છે. સમય જતા તેમની જાતી, ધર્મ અને પ્રાંત બદલાતા રહ્યા પરંતુ તે બધા એક જ કુળ અને વંશના છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કુળનો નાશ ત્યારે થાય છે, જયારે કોઈ વ્યક્તિ પોતાના કુળધર્મને છોડી દે છે. એવી રીતે તે પોતાના મૂળ અને પૂર્વજોને હંમેશા માટે ભુલી જાય છે. કુળહંતા તે હોય છે, જે પોતાના કુળધર્મ અને પરંપરાને છોડીને બીજાના કુળધર્મ અને પરંપરાને અપનાવી લે છે. જે વુક્ષ પોતાના મૂળ સાથે નફરત કરે છે, તેને પોતાના ફેલાવાની ગાફલત ન હોવી જોઈએ.

ભરત ખંડ વિસ્તાર : મહાભારતમાં પ્રાગ્જ્યોતીષ (આસામ), કિંપુંઋષ (નેપાળ), ત્રીવીષ્ટપ (તિબેટ), હરીવર્ષ (ચીન), કાશ્મીર, અભિસાર (રાજોરી), દાર્દ, હુણ, હુંજા, અમ્બીસ્ટ આમ્બ, પખ્તુ, કેકેય, ગાંધાર, કમ્બોજ, વાલ્હીક બલખ, શીવી શિવસ્થાન-સીસ્ટાન-સારા બ્લીચ વિસ્તાર, સિંધ, સોવીર સૌરાષ્ટ્ર સહીત સિંધનો નીચેનો વિસ્તાર દંડક મહારાષ્ટ્ર સુરભીપટ્ટન મૈસુર, ચોલ, આંધ્ર, કલિંગ અને સિંહલ સહીત લગભગ ૨૦૦ જનપદ વર્ણિત છે, જો કે પૂર્ણ રીતે આર્ય હતા કે આર્ય સંસ્કૃતિ અને ભાષાથી પ્રભાવિત હતા. તેમાંથી આભીર, અહીર, તંવર, કમ્બોજ, યવન, સહુના, કાક, માલવ, ક્ષુદ્રક, યોધેય જોહિયા, શુર, તક્ષક અને લોહડ વગેરે આર્ય ખાપે વિશેષ ઉલ્લેખનીય છે.

આજે આ તમામના નામ બદલાઈ ગયા છે. ભારતની જાટ, ગુર્જર, પટેલ, રાજપૂત, મરાઠા, ધાકડ, સેની, પરમાર, પઠાનિયા, અફજલ, ઘોસી, બોહરા, અશરફ, કસાઈ, કુલા, કુંજરા, નાયત, મેન્ડલ, મોચી, મેઘવાળ વગેરે હિંદુ,મુસ્લિમ, ઈસાઈ, બોદ્ધની ઘણી જાતિઓ બધા એક જ વંશની ઉપજ છે. હવે આપણે જાણીએ હિંદુઓના મુખ્ય વંશો વિષે જેમાંથી કોઈ એક વંશ સાથે તમે પણ જોડાયેલા છો. તમારા માટે આ જાણકારી મહત્વની હોઈ શકે છે.

જે પોતાને મૂળ નિવાસી મને છે, તે એ પણ જાણી લે કે શરુઆતમાં માનવ હિમાલયની આસપાસ રહેતો હતો. હિમયુગની સમાપ્તિ પછી જ ધરતી ઉપર વન ક્ષેત્ર અને મેદાનોનો વિસ્તાર થયો ત્યારે માનવ ત્યાં જઈને રહેવા લાગ્યો. દરેક ધર્મમાં તેનો ઉલ્લેખ મળે છે કે હિમાલય માંથી નીકળતી નદી પાસે જ માનવની ઉત્પતિ થઇ હતી. તે એક પવિત્ર બગીચો હતો, જ્યાં શરુઆતમાં માનવનું એક સમૂહ રહેતું હતું. ધર્મોના ઈતિહાસ ઉપરાંત ધરતીનું ભૂગોળ અને માનવ ઈતિહાસના વૈજ્ઞાનિક પક્ષને પણ જાણવું જરૂરી છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.