છોકરીને ઈમ્પ્રેસ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ચાર કામ, બગડી જશે વાત.

જો તમે કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો તમારી આ આદતોને કરી દો દુર, થઈ જશે તમારું કામ.

રિલેશનશિપ બનાવવા માટે સૌથી પહેલા એકબીજાને ઓળખવા પડે છે. જયારે એક છોકરો કે છોકરી એક બીજાના સંપર્કમાં આવે છે, તો તેમણે મિત્રતા કરવી હોય કે રિલેશનશિપમાં જવા માંગતા હોય, બંને બાબતમાં સૌથી પહેલા જરૂરી હોય છે સામે વાળા સાથીના મનમાં પોતાની સારી છાપ ઉભી કરવી. હંમેશા એવું બને છે કે સંબંધની શરુઆત માટે લોકો પ્રપોઝલ આપે છે પણ તેમના પ્રપોઝલને રીજેક્ટ કરી દેવામાં આવે છે.

એવું એ કારણે પણ થઇ શકે છે કે કદાચ જે છોકરીને તમે પ્રપોઝ કરી રહ્યા છો તે તમારાથી ઈમ્પ્રેસ નથી હોતી. એટલા માટે તે તમારી સાથે રિલેશનશિપમાં નથી આવવા માંગતી. તેથી જો તમે પણ કોઈને પસંદ કરો છો અને પ્રપોઝ કરવાની તૈયારીમાં છો તો પહેલા તેના મનમાં તમારા માટે એક સારી છાપ ઉભી કરી લો. કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવી મુશ્કેલ નથી હોતી પણ તમારી કેટલીક બાબતો તેની નજરોમાં તમારી છાપ બગાડી શકે છે. આવો જાણીએ છોકરીને ઈમ્પ્રેસ કરતી વખતે કઈ ભૂલ તમારે ન કરવી જોઈએ.

મોટાભાગની છોકરીઓને ન-શો-ક-ર-વા વાળા છોકરા પસંદ નથી હોતા. ખાસ કરીને જયારે તમારી તેની સાથે શરુઆતની મુલાકાત હોય અને તમે છોકરી સામે જ સિગરેટ કે દા-રુ-પી-વો છો તો તમારી છાપ પહેલી વખતમાં ખરાબ થઇ જાય છે. જો તમે સીરીયસ રિલેશનશિપમાં આવવા માંગો છો તો તે પહેલા જ આ ટેવો છોડી દો.

ખોટી ભાષા ઉપર હોય નિયંત્રણ : હંમેશા છોકરાઓ વાત વાતમાં અપશબ્દનો ઉપયોગ કરે છે. છોકરીઓ સામે અપશબ્દોનો ઉપયોગ કે ખરાબ વાત ન કરવી જોઈએ. તેમને એ પ્રકારની ભાષા પસંદ નથી હોતી. તેથી છોકરીઓ સામે શબ્દ પ્રયોગ યોગ્ય રીતે કરો.

ગુસ્સા ઉપર કરો કંટ્રોલ : જો તમે હંમેશા ગુસ્સો કરો છો કે તમારો સ્વભાવ ઝગડાખોર છે તો તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખતા શીખી લો. છોકરીઓ સામે લડવા ઝગડવા કે ગુસ્સો કરવાથી તે તમારાથી ડરી પણ શકે છે કે સંબંધોમાં આવવા માટે તૈયાર નથી થતી.

ગંદકી ન રાખો : છોકરીઓને નીટ એન્ડ ક્લીન છોકરા ગમે છે. જો તમે પોતે પણ ગંદા રહો છો કે તમારા ઘર કે રૂમની સફાઈ નથી કરતા તો છોકરી તમારી સાથે રિલેશનશિપમાં આવવાથી દુર ભાગી શકે છે. તેથી સ્વચ્છતા ઉપર પણ ધ્યાન આપો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.