વિપરીત પરિસ્થિઓમાં હિંમત ન હારો, આ રીતે કરો તેનો સામનો તો મળશે સફળતા, રાજાની સ્ટોરી પરથી શીખ મેળવો.

હારેલો રાજા સંતાઈ ગયો ગુફામાં, શત્રુના સૈનિકોએ પથ્થરથી ગુફાનો દ્વાર કરી દીધો બંધ પછી…. વાંચો પ્રેરણાદાયક સ્ટોરી.

પહેલાના સમયમાં એક રાજા હતા. એક વખત તેમના શત્રુઓએ તેમના રાજ્યને ચારેય તરફથી ઘેરી લીધું હતું. રાજા પાસે શત્રુઓ કરતાં ઓછી સેના હતી, આથી તે રાજાની સેના વધારે સમય સુધી શત્રુઓ સાથે લડી શકી નહીં. રાજા કોઈ રીતે શત્રુઓથી બચીને એક ગુફામાં સંતાઈ ગયો. શત્રુઓના સૈનિકો પણ તે ગુફા સુધી પહોંચી ગયા.

તે સૈનિકોને લાગ્યું કે રાજા આ જ ગુફામાં સંતાઈને બેઠો છે એટલે તેમણે મોટા મોટા પથ્થરથી ગુફાનો દરવાજો બંધ કરી દીધો. ગુફાની અંદરથી રાજા આ બધું જોઈ રહ્યો હતો, પરંતુ શત્રુઓની સંખ્યા વધારે હતી એટલા માટે તે ચુપચાપ બેસી રહ્યો.

રાજા થાકેલો હતો. ભૂખ-તરસના કારણે તેની હાલત ખરાબ થઇ ગઈ હતી. તેના શરીરમાં શક્તિ નહોતી બચી. શત્રુઓના સેનિક ગુફાને બંધ કરીને ત્યાંથી નીકળી ગયા. પછી રાજાએ વિચાર્યું કે હવે તો તેનું જીવન અહીં જ સમાપ્ત થઇ જશે. તે ગુફામાંથી ક્યારેય બહાર નીકળી શકશે નહિ.

રાજા નિરાશા થઇ ચુક્યો હતો, ત્યારે તેને પોતાની માં ની એક વાત યાદ આવી. રાજાની માં કહેતી હતી કે, ‘કંઈક તો કર, આમ જ ન મર’. આ વાત યાદ કરતા જ રાજાને એક નવી ઉર્જા મળી ગઈ. તેણે વિચાર્યું કે, પ્રયત્ન કર્યા વિના હાર માનવી જોઈએ નહિ.

રાજા તે ગુફાના દ્વાર પરના પથ્થરોને હટાવવાના કામમાં લાગી ગયો. ઘણી મહેનત પછી રાજાએ મોટા-મોટા પથ્થર ખસેડીને બહાર જવાનો રસ્તો બનાવી લીધો. બહાર નીકળ્યા પછી રાજા પોતાના મિત્ર રાજાઓ પાસે પહોંચ્યો. મિત્ર રાજાઓની મદદથી તેણે શત્રુઓ પર વિજય મેળવ્યો અને પોતાનું રાજ્ય પાછું મળેવી લીધું.

શીખ : આ કથાની શીખ એ છે કે, આપણે છેલ્લા સમય સુધી પ્રયત્ન કરતા રહેવા જોઈએ. નિષ્ફળ થવા પર ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી સફળતા ન મળી જાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખો.

આ માહિતી ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.