ઘરમાં સુખ શાંતિ માટે લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખશો નહિ.

જો ઘરમાં સુખ શાંતિ ઈચ્છો છો, તો ભૂલથી પણ લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખવી નહિ.

માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય કરે છે. આવા જ થોડા ઉપાયો વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સામાન્ય રીતે જોવા મળે છે કે લક્ષ્મી માતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખવા માટે લોકો તેમના ઘરોમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ સ્થાપિત કરે છે અથવા તો ફોટા લગાવે છે. પરંતુ ઘણી વખત માતાની ખોટી મૂર્તિ સ્થાપિત કરવાથી લક્ષ્મી માંની કૃપા થવાને બદલે તે કોપાયમાન થઇ જાય છે. તેથી પ્રખ્યાત વાસ્તુ કન્સલ્ટન્ટ અને જ્યોતિષ આચાર્ય મનોજ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં કેવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

ફોટો અથવા મૂર્તિ મંદિરમાં જ સ્થાપિત કરો

ઘણા લોકો માં લક્ષ્મી અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિને સુશોભન માટે ઘરમાં અનેક સ્થાન ઉપર લગાવે છે. દેવી દેવતાની મૂર્તિને સુશોભન માટે ઘરમાં નથી હોતા પરંતુ પૂજા માટે હોય છે, તેથી તેમની મૂર્તિ અથવા ફોટો ઘરના પૂજા સ્થાન ઉપર જ મૂકો.

આવી મૂર્તિ અથવા ફોટા રાખવા પ્રતિબંધિત

એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મીની પથ્થર અથવા ધાતુની મૂર્તિ જ ઘરમાં રાખવી જોઈએ. પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનેલી મૂર્તિ ન રાખવી જોઈએ, તેમ જ જો ઘરમાં માતાની ખંડિત મૂર્તિ છે, તો તેને તરત જ ઘરના મંદિરમાંથી કાઢી નાખો. આજકાલ એબ્સ્ટ્રેક્ટ કળાનું ખૂબ જ વધુ ચલણ છે પરંતુ માતા લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિને એબ્સ્ટ્રેક્ટ આર્ટ તરીકે ન બનેલી હોવી જોઈએ.

કઈ મુદ્રામાં હોવા જોઈએ મૂર્તિ અથવા ફોટા

ભારતીય સંસ્કૃતિમાં હંમેશાંથી જ માં લક્ષ્મીને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. સામાન્ય રીતે માતા લક્ષ્મીના ત્રણ પ્રકારના ફોટા અથવા મૂર્તિઓ મળે છે. પહેલો ફોટો જેમાં લક્ષ્મીજી કમળ ઉપર ઉભેલા જોવા મળે છે. બીજો જેમાં માતા લક્ષ્મી કમળ ઉપર બિરાજમાન છે અને તેમનો એક પગ કમળના પાન ઉપર અને બીજો પગ પ્રથમ પગની નીચે દબાયેલો છે અને ત્રીજી તસવીર જેમાં માતા લક્ષ્મીના બંને પગ કમળની અંદર છુપાયેલા છે.

સામાન્ય રીતે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ત્રીજી મુદ્રા વાળા લક્ષ્મીજીની તસવીર અથવા મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શુભ હોય છે, જ્યારે જેમાં માતા ઉભા રહેલા છે તેને ઘરમાં સ્થાપિત ન કરવા જોઈએ.

આ સિવાય લક્ષ્મીજી સાથે હાથીની એક જોડી કે પછી હાથી રાખવો શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે મૂર્તિમાં તેમનું વાહન ઘુવડ હોય તે મૂર્તિ ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ. એક બીજી એવી તસવીર અથવા મૂર્તિ હોય છે, જેમાં માતા લક્ષ્મીજી વિષ્ણુજી સાથે ગરૂડની સવારી કરતા જોવા મળે છે, આવી મુદ્રામાં માતા લક્ષ્મીનું સ્વરૂપ ઘરમાં રાખવું ફળદાયક માનવામાં આવે છે.

ગણેશજી સાથે ન રાખો માતાની મૂર્તિ

મોટાભાગના ઘરોમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભગવાન ગણેશ સાથે રાખેલી જોવા મળે છે. જ્યારે શાસ્ત્રો અનુસાર આ રીતે માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી ખોટુ માનવામાં આવે છે. આ માન્યતા અનુસાર, માત્ર દિવાળીના દિવસે જ માતા લક્ષ્મીની પૂજા ગણેશજી સાથે કરવી શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની એક સાથે પૂજા કરવી જોઈએ.

કઈ દિશામાં સ્થાપિત કરવી મૂર્તિ

વાસ્તુ મુજબ પૂજાગૃહ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. પૂજા ગૃહમાં તમે માતા લક્ષ્મીને ઉત્તરમાં સ્થાપિત કરી શકો છો કે એ રીતે કે તમે જ્યારે પણ તેમની પૂજા કરો ત્યારે તમારો ચહેરો ઉત્તર તરફ હોય. શાસ્ત્રો અનુસાર ઘરમાં કે પૂજા ઘરમાં એક થી વધુ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટા ન રાખવા જોઈએ, આ સિવાય એ વાતનું ધ્યાન રાખો કે માતા લક્ષ્મીનો ચહેરો ઉપસેલો હોય તે રીતે કોતરવામાં આવેલો હોય.

ક્યારેય એવી મૂર્તિ ઘરમાં લાવીને ન રાખવી જોઈએ જેમાં માતાનો ચહેરો યોગ્ય રીતે પ્રતિબિંબિત ન થઇ રહ્યો હોય. નબળી ગુણવત્તાવાળો પથ્થર અથવા ધાતુની મૂર્તિઓને પૂજા માટે ઉપયોગ ન કરવો જોઇએ.

જો તમે પણ માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર તમારા ઘરમાં લગાવવા માંગો છો, તો આ બાબતોનું ધ્યાન જરૂર રાખો માતાની કૃપા જરૂર થશે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને બીજાને મોકલશો અને આવા પ્રકારના બીજા લેખો વાચવા માટે જોડાયેલા રહો તમારી પોતાના પેજ ગુજ્જુ ફન ક્લબ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.