પૂજા દરમિયાન આ 10 કામ કરી લેવામાં આવે તો જલ્દી પ્રસન્ન થઈ જશે ભગવાન, પુરી કરશે દરેક ઈચ્છા

ભગવાનને પ્રસન્ન કરવાની સૌથી સારી રીત તેમની સવાર સાંજ પૂજા કરવી છે. પૂજા પાઠ કરવાના ઘણા નિયમ અને રીત છે. દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ રીતોને પૂજા કરવામાં ઉપયોગમાં લે છે. આમ તો તેમાં થોડા સામાન્ય નિયમ કે સારી વાતો પણ હોય છે. જો તમે આ કામોને પૂજા દરમિયાન કરો છો તો તમારા માટે લાભદાયક રહે છે.

તેનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી ઈચ્છા મુજબ ફળ પ્રદાન કરે છે. એટલા માટે હવે પછી જયારે પણ પૂજા કરો, તો પહેલા નીચે જણાવેલી ૧૦ વાતોને મગજમાં લઇ આવો. તેનું પાલન કરવાથી તમને ફળ ઉચિત અને તરત મળશે. તો આવો જાણીએ કે તે કઈ વાતો છે.

૧. પૂજા પહેલા પૂજાનું સ્થાન સારી રીતે સાફ કરી લો. હંમેશા લોકો દિવસમાં એક જ વખત સફાઈ કરે છે. પણ જો તમે સવાર અને સાંજે બંને સમયે પૂજા કરી રહ્યા છો, તો તે પૂજા સ્થળની આસપાસની જગ્યા સારી રીતે સ્વચ્છ રાખો. ભગવાનને મંદિરમાં રાખો છો તેની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. સાફ સફાઈથી સકારાત્મક ઉર્જા આવે છે જયારે ગંદકી નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે.

૨. પૂજા શરુ કરવાના પાંચ મિનીટ પહેલા મેડીટેશન કરી લો. એટલે કે તમારા મગજને સ્થિત, શાંત અને પોઝીટીવ કરી લો. જયારે પણ તમે ભગવાનની પૂજા કરો છો, તો તમારુ મન પોઝીટીવ હોવું જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારના ખોટા કે ખરાબ વિચાર ન આવવા જોઈએ. એટલા માટે પૂજામાં બેસતા પહેલા પોતાના મનને શાંત જરૂર કરો.

3. પૂજા કરતી વખતે હંમેશા સવારે અને સાંજે દીવડા પ્રગટાવો. પહેલો દીવડો તમે આરતી માટે ઉપયોગ કરો, જયારે બીજો દીવડો હલાવ્યા વગર સળગવા દો. આ બંને દીવડા ઘી માંથી જ તૈયાર કરો. માત્ર હનુમાનજી કે શનિદેવની પૂજા વખતે તેલના દીવડાનો ઉપયોગ કરો.

૪. પૂજામાં સિંદુર અને ચોખા જેવી વસ્તુનો ઉપયોગ જરૂર કરો. સાથે જ ચંદનના તિલક પણ ભગવાનને લગાવો. તેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

૫. પૂજાના મંદિર સામે કે નીચે સ્વસ્તિકનું ચિન્હ બનાવવું શુભ હોય છે. તેનાથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક જળવાઈ રહે છે.

૬. પૂજા અને આરતી સમાપ્ત થઇ ગયા પછી ભગવાનને પ્રસાદ જરૂર ચડાવો. આ પ્રસાદ કોઈ પણ વસ્તુનો હોઈ શકે છે. આ પ્રસાદી ઘર વાળા મળીને ખાવ. તેનાથી કુટુંબમાં લડાઈ ઝગડા થતા નથી અને શાંતિ જળવાઈ રહે છે.

૭. પૂજા સ્થળમાં એક કળશ, શંખ, ઘંટડી જેવી વસ્તુ જરૂર રાખો. તે ઉપરાંત તમે મોરપીંછ અને પૂજા સોપારી પણ રાખી શકો છો.

૮. પૂજા પાઠ હંમેશા સ્નાન કર્યા પછી જ કરવા જોઈએ. જો તમે સ્નાન પછી શૌચ કરવા જાવ છો તો ફરી વખત સ્નાન કરો અને પછી જ પૂજા કરવા બેસો.

૯. પૂજા કરતી વખતે આરતીની થાળી હંમેશા જમણી તરફ એટલે કે ઘડિયાળ ફરવાની દિશામાં જ ફેરવવી જોઈએ. ડાબી તરફ ફેરવીને આરતી કરવી ખોટું છે.

૧૦. પૂજા દરમિયાન ભગવાનના ચરણોમાં માથું ટેકવાનું ન ભૂલશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.