ધનની પરેશાની દૂર કરવા માટે ગુરુવારના દિવસે કરો આ 8 કામ, ભગવાન વિષ્ણુ કરશે બેડો પાર

હિંદુ ધર્મ ગ્રંથોમાં ધન અને ભૌતિક સુખ પ્રદાન કરવા વાળા બે ગ્રહો માનવામાં આવ્યા છે, એમાંથી એક છે શુક્ર અને બીજો ગુરુ. માટે કહેવામાં આવે છે કે ધન સંબંધિત પરેશાનીને દૂર કરવા માટે ગુરુવાર અને શુક્રવારનો દિવસ સારો હોય છે.

એનું કારણ એ પણ હોય છે કે ગુરુવારના દેવતા ભગવાન વિષ્ણુ અને શુક્રવારની દેવી માતા લક્ષ્મી છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શુક્રવારના દિવસે વૈભવ લક્ષ્મીની પૂજા કરવા પાછળનું એ પણ એક કારણ છે.

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે 1 અઠવાડિયામાં 7 દિવસ હોય છે, અને દરેક દિવસ જ્યોતિષ વિદ્યા અનુસાર પોતાનું ખાસ મહત્વ રાખે છે. આજે અમે અઠવાડિયાના પાંચમાં દિવસ એટલે કે ગુરુવારના ટોટકા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વડે તમને ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે અને ઘનની પ્રાપ્તિ પણ થશે. જો તમે દિવસ રાત કોઈ કામ માટે મહેનત કરી રહ્યા છો, છતાં પણ તમારું એ કામ નથી થઈ રહ્યું અને તમે દરેક વખતે એ કામમાં અસફળ થઈ રહ્યા છો, તો એની પાછળનું કારણ જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલું હોઈ શકે છે.

1. ગુરુવારના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ઘી નો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

2. જ્યોતિષ શાસ્ત્રના ઉપાયોમાં જણાવવામાં આવ્યું છે કે ધન સંબંધિત પરેશાનિઓ દૂર કરવા માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ચણાની દાળ અને ગોળના પ્રસાદ સાથે કરવી જોઈએ.

3. ગુરુવારના દિવસે કોઈ સુહાગણ સ્ત્રીને સુહાગની સામગ્રી દાન કરવી લાભકારક હોય છે. આ ઉપાય શુક્રવારના દિવસે પણ કરી શકાય છે. એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

4. પીળા રંગના વસ્ત્ર ધારણ કરો અને પીળા ચંદન અથવા કેસરનું તિલક કરો. લાલ પુસ્તક અનુસાર આ ઉપાયથી ગુરુના શુભ ફળોમાં વૃદ્ધિ થાય છે.

5. ગુરુવારના દિવસે ધનનું આગમન સારું હોય છે, પણ જવું સારું નથી હોતું. માટે ગુરુવારના દિવસે કોઈ પાસેથી ઉધાર લેવડ દેવડ કરવી નહિ.

6. ગુરુવાર અને શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ ધન માટે ઘણો લાભદાયક રહે છે.

7. સેકેલા ચણા, પૌવા, ચોખા ગુરુવારના દિવસે નહિ ખાવા જોઈએ. શનિવારના દિવસે એને ખાવા લાભદાયક હોય છે.

8. ગુરુવારના દિવસે પિતા અથવા ઘરના વૃદ્ધના આશીર્વાદ લો. ગુરુ મોટા વૃદ્ધોના સ્વામી ગ્રહ છે અને તે મર્યાદા પસંદ કરે છે. માટે એમના આશીર્વાદથી ગુરુનું શુભ ફળ મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.