પિતૃ પક્ષના છેલ્લા દિવસે કરો આ ઉપાય, ઘરમાં આવશે શાંતિ અને સમૃદ્ધિ

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું પણ ઘણું મહત્વ છે. આ સમયે મૃત પિતૃઓના શ્રાદ્ધ કરવામાં આવે છે. અલગ અલગ દિવસે અલગ અલગ શ્રાદ્ધ હોય છે. અને દરેક શ્રાદ્ધનું અલગ મહત્વ હોય છે. અમાસની તિથિએ કરેલા શ્રાદ્ધથી પૂર્વજોની આત્મા પ્રસન્ન થાય છે. અને ભાદરવા મહિનાની અમાસની તિથિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે પિતૃમોક્ષ અમાસની તિથિ 28 સપ્ટેમ્બરના રોજ છે.

લગભગ 20 વર્ષ પછી સર્વ પિતૃમોક્ષ અમાસ શનિવારે આવી છે. પિતૃમોક્ષ અમાસની સાથે જ શ્રાદ્ધ પક્ષ પુરા થઈ જાય છે. આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. જે પૂર્વજોની પુણ્યતિથિ ખબર નથી હોતી, એમનું શ્રાદ્ધ અમાસની તિથિ પર કરી શકાય છે.

પિતૃમોક્ષ અમાસ પર શું કરવું?

પિતૃમોક્ષ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડની નીચે ઘરે બનાવેલું ભોજન અને પીવા લાયક શુદ્ધ પાણીની માટલી રાખીને ધૂપ અને દીવો પ્રગટાવો.

ઘરની દક્ષિણ દિશા તરફની દીવાલ પર પોતાના સ્વર્ગીય પરિવારજનોના ફોટા લગાવીને એના પર હાર ચડાવો. પૂજા કરીને એમના આશીર્વાદ માંગવા પર પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

જરૂરિયાતમંદ લોકો અથવા ગુણી બ્રાહ્મણોને ભોજન કરાવો. ભોજનમાં મૃત આત્માની ઓછામાં ઓછી એક મનપસંદ વસ્તુ જરૂર મુકો.

વહેલી સવારે સ્નાન કરીને ઉઘાડા પગે શિવ મંદિરમાં જઈને આંકડાના 21 ફૂલ, કાચી લસ્સી અને બીલીપત્ર સાથે શિવજીની પૂજા કરો.

સર્વ પિતૃ અમાસની તિથિ પર ગરીબ કન્યાના લગ્ન અથવા બીમારીમાં મદદ કરવાથી પણ લાભ થાય છે.

સર્વ પિતૃ અમાસ પર પીપળા અને વડના છોડ રોપો.

વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવાથી અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી પણ પિતૃઓને શાંતિ મળે છે.

સામર્થ્ય અનુસાર ગરીબોને વસ્ત્ર અને અન્ન વગેરેનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

સર્વ પિતૃ અમાસ પર સાંજના સમયે દીવો પ્રગટાવો અને નાગ સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્ર અથવા નવગ્રહ સ્ત્રોતનો પાઠ કરો.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.