રાત્રે સુતા પહેલા ન કરો આ કામ, નહિ તો ઘરમાં તૂટી શકે છે સંકટોના ડુંગર.

વસ્તુશાસ્ત્રનું માણસના જીવનમાં ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્રની ટીપ્સ અપનાવીને દરેક વ્યક્તિ પોતાના જીવનને સરળ અને સુખદ બનાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર કોઈ પણ સ્થાન, જગ્યા કે દિશા ઉપર આધાર રાખે છે, તેવામાં કોઈ પણ વસ્તુ જો પોતાના યોગ્ય સ્થાન કે દિશામાં ન હોય તો તેને વસ્તુદોષ માનવામાં આવે છે, વાસ્તુદોષથી ઘરમાં ઘણા પ્રકારની અડચણો અને સંકટ જોવા મળી શકે છે, વાસ્તુશાસ્ત્રની અસર ન માત્ર માણસના મન ઉપર પરંતુ તેના શરીર ઉપર પણ પડે છે. આપણા શાસ્ત્રોમાં કાંઈક એવા કામો વિષે જણાવવામાં આવ્યું છે, જે રાત્રે કરવાથી વાસ્તુદોષ કે અશુભ અસર પડે છે. એવા કામોને કારણે આપણું દુર્ભાગ્ય ક્યારેય આપણો સાથ નથી છોડતું.

જો તમે જીવનભર ખુશ રહેવા માગો છો અને ઈચ્છો છો કે દુર્ભાગ્ય તમારા ઘર અને કુટુંબથી હંમેશા માટે દુર રહે તો આજનો આ ખાસ લેખ માત્ર તમારા માટે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ ઘણા બધા એવા કામ છે, જે રાત્રે કરવા અશુભ હોય છે. તેવામાં જો તમે આ કામ સતત કરો છો, તો તેની સીધી અસર આપણા જીવન ઉપર પડે છે. જેથી ઘણી વખત તે ઘાતક પરિણામ સામે આવી શકે છે. ખાસ કરીને આપણા માંથી એવા ઘણા લોકો છે. જે રાત્રે સુતા પહેલા પોતાના કામ પુરા કરીને સુવે છે. જેથી દિવસમાં તેને કોઈ પ્રકારની તકલીફ ન આવે પરંતુ અજાણતામાં તે એવા કામ કરી બેસે છે, જે તેના દુર્ભાગ્યનું કારણ બની જાય છે.

મુખ્ય દ્વાર ઉપર ન ફેંકો કચરો :-

ઘરના મુખ્ય દ્વાર આસ પાસ પડેલી વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં ઘણું મહત્વ ધરાવે છે. તેવામાં જો તમે સાંજ પછી દરવાજા પાસે કચરો ફેંકો છો, તો તે તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે. એમ કરવાથી ન માત્ર તમારા પાડોશીઓ સાથે તમારા સબંધ બગડે છે પરંતુ માં લક્ષ્મી ગંદકી જોઈ તમારા ઘરમાં ક્યારે પણ પ્રવેશ નહિ કરે, તો તમે માં લક્ષ્મીની કૃપા હંમેશા માટે પ્રાપ્ત કરવા માગો છો, તો રાત્રે ઘરના દરવાજા આસ પાસ ભૂલથી પણ કચરો ન ફેંકો.

ન મારો ઝાડુ :-

સંધ્યા થયા પછી ઘરમાં ઝાડુ લગાવવું અશુભ માનવામાં આવે છે. ઝાડુ માં લક્ષ્મીનું પ્રતિક છે. તેવામાં જો તમે અંધારામાં ઝાડુ મારો છો, તો લક્ષ્મી માં નો અજાણતામાં નિરાદર કરી બેસો છો. એટલા માટે જો તમે ઘરની સાફ સફાઈ કરવા માટે ઉત્સુક છો, તો દિવસના સમયે જ કરો. નહિ તો તમારું નસીબ તમારો સાથ છોડી શકે છે. અને ઘરમાં ધનની હાની થઇ શકે છે.

એઠું ન છોડો :-

રાતના સમયમાં ઘણા બધા લોકો ઓછું ભોજન ખાય છે. કેમ કે રાત્રે જયારે આપણે સુઈએ છીએ તો ભોજન સારી રીતે પચી શકતું નથી. એટલા અંતે ઘણા લોકો ખાવાનું ખાતી વખતે રાત્રે એઠું છોડી દે છે કે પછી વાસણ સવારે ધોવા માટે રાખી દે છે. પરંતુ રાતના સમયે એઠું કે એઠા વાસણ રાખવાથી વાસ્તુદોષ થઇ શકે છે. તેવામાં નકારાત્મક ઊર્જાઓનું ઘરમાં આવવાનું નક્કી છે. એટલા માટે ભૂલથી પણ રાત્રે આ કાર્ય ન કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.