આજકાલ જ્યાં જુવો ત્યાં બસ કોઈ પણ કામને લઈને લોકો દ્વારા યુનિયન હડતાલ પાડવી સામાન્ય બની ગયું છે. તે હડતાલ પછી સરકાર સામે હોય, કે કોઈ સીસ્ટમ સામે હોય, કે કોઈ પોલીસી સામે હોય, કે કોઈને વ્યક્તિગત બાબતને લઈને હોય, કોઈપણ બાબતની હડતાલ હોઈ શકે છે. અને હડતાલ પાછળની બાબત તો બે જ હોય છે, એક તો કોઈપણ બાબતનો વિરોધ વ્યક્ત કરવો, અને બીજું પોતાને ન્યાય અપાવવા માટે. આવી જ એક હડતાલની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ હડતાળથી તો દેશના ઘણા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. તેમ છતાં આવા પ્રકારની હડતાલ થતી રહે છે. આવો જાણીએ તેના વિષે વિગતવાર.
જો તમારે બેંકમાં કોઈ જરૂરી કામ છે તો તેને ૨૦ ડીસેમ્બર સુધીમાં પુરા કરી લો. કેમ કે ૨૧ થી ૨૬ ડિસેમ્બર વચ્ચે પાંચ દિવસ સુધી બેંકોમાં પબ્લિકનું કામ નહિ થઇ શકે. અહિયાં પબ્લિકના કામનો અર્થ ચલણ, બેંક, ડ્રાફ્ટ કે ચેકથી પેમેન્ટ લેવા સાથે છે. તે બધા કામ પાંચ દિવસ સુધી નહિ થઇ શકે.
ખાસ કરીને બેંક કર્મચારીઓના સંગઠને કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ૨૧ ડીસેમ્બરના રોજ હડતાળની જાહેરાત કરી છે. ૨૨ ડીસેમ્બર એ મહિનાનો ચોથો શનિવાર છે અને ૨૩ ના રોજ રવિવાર છે. એવામાં સતત ત્રણ દિવસ સુધી લોકોના કામ નહી થઇ શકે. ત્યાર પછી ૨૪ ડીસેમ્બરના રોજ તમામ શાખાઓ રેગ્યુલર ચાલુ રહેશે પરંતુ ૨૫ ડિસેમ્બરના રોજ ક્રીસમસ ડે અને ૨૬ ડિસેમ્બર ના રોજ યુનાઇટેડ ફોર્મની એક બીજી હડતાલ છે. તેવામાં ૨૧ ડીસેમ્બર થી ૨૬ ડિસેમ્બર વચ્ચે પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે. બેંકોના ઘણા દિવસો સુધી બંધ રહેવાથી ઘણી જગ્યાએ કેશની તકલીફ પણ જોવા મળી શકે છે. એટલા માટે તમારા જરૂરી કામ ૨૦ ડીસેમ્બર પહેલા જ પુરા કરી લેવા.
૨૬ ડીસેમ્બરના રોજ એટલા માટે થઇ રહી છે હડતાલ :
અમારા સહયોગી ‘લાઈવ મીંટ’ ના જણાવ્યા મુજબ, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ) એ બેંક કર્મચારીઓના પગાર માં ૮% વધારાનો પ્રસ્તાવ મુક્યો, જેને બેંક કર્મચારીઓએ અસ્વીકાર કર્યો છે. હવે તેની વિરુદ્ધ ૨૬ ડીસેમ્બરના રોજ બેંક કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે. બેંક કર્મચારીઓની માંગ છે કે તેનો પગાર સ્કેલ VII સુધીના સ્તર ઉપર કરવામાં આવે.
હડતાલનું એક મોટું કારણ બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરને લઈને આપેલા નિર્ણયની વિરુદ્ધમાં પણ છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.