ગુરુ ગ્રહની સ્થિતિ સારી કરવા માટે કરો આ ઉપાય, જીવનમાં મળશે સફળતા, ધન-સુખમાં થશે વૃદ્ધિ.

માણસ પોતાના જીવનને આનંદમય બનાવવા માંગે છે પરંતુ ન ઇચ્છવા છતાં પણ વ્યક્તિના પોતાના જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા બધા ઉપાય બતાવવામાં આવ્યા છે.

જેમાંથી તમે તમારી સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી શકો છો, જેમ કે તમે બધા લોકો જાણો છો કે ગુરુવારનો દિવસે વિશેષ રીતે ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ગુરુવારનો દિવસ બૃહસ્પતીદેવને પણ સમર્પણ છે.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ સારી ન હોય તો તેના કારણે જ વ્યક્તિના જીવનની પ્રગતી અટકી જાય છે, વ્યક્તિને પોતાના કામકાજમાં સફળતા નથી મળી શકતી, તે ઉપરાંત ધન, વિવાહિત જીવન અને સંતાન સાથે જોડાયેલી ઘણી બધી તકલીફોનો પણ સામનો કરવો પડી જાય છે.

જો તમારી કુંડળીમાં બૃહસ્પતીની સ્થિતિ નબળી છે, તો તમે તેને મજબુત બનાવી શકો છો, આજે અમે તમને થોડા એવા સરળ ઉપાય જણાવવાના છીએ જેની મદદથી તમે તમારા જીવનની કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન કરી શકશો, જો તમે આ ઉપાય ગુરુવારના દિવસે કરો છો, તો તેનાથી તમારી કુંડલીમાં બૃહસ્પતીની સ્થિતિ મજબુત બનશે અને તમને લાભ મળશે.

આવો જાણીએ બૃહસ્પતીની ખરાબ સ્થિતિને સારી કરવાના ઉપાય :-

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતીની સ્થિતિ ખરાબ ચાલી રહી છે, તો તેવામાં તે વ્યક્તિ બૃહસ્પતીના દિવસે કોઈ મંદિરમાં જઈને કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ, આ ઉપાય કરવાથી વ્યક્તિને લાભ પ્રાપ્ત થશે, તેની સાથે જ તમે તમારા માથા ઉપર તિલક લગાવી શકો છો.

જો તમે બૃહસ્પતીના દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરો છો, તો તેનાથી બૃહસ્પતી દેવના આશીર્વાદ મળે છે, જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમને આ ઉપાય કરવો લાભદાયક રહેશે, આ ઉપાય કરવાથી શિક્ષણમાં આવી રહેલી તકલીફો દુર થાય છે.

જો તમે રવીવારે વ્રત રાખો છો અને કેળાના છોડમાં જળ અર્પણ કરો છો, તો તેનાથી વિવાહમાં આવનારી અડચણો દુર થાય છે, કોઈ વ્યક્તિના વિવાહમાં અડચણ ઉભી થઇ રહી છે. તો આ ઉપાય જરૂર કરવો જોઈએ, તેનાથી વિવાહ સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન થશે.

જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં બૃહસ્પતીથી કોઈ પણ પ્રકારના દોષ મળી રહ્યા છે, તો તેવામાં ગુરુવારના દિવસે સ્નાનના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ, તેની સાથે જ સ્નાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો.

જો તમે તમારા ભાગ્યને ચમકાવવા માગો છો, તો તેવી સ્થિતિમાં ગુરવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો, આ ઘણું શુભ માનવામાં આવે છે, તે ઉપરાંત જે લોકો ગુરુવારનું વ્રત રાખે છે. તેને સત્યનારાયણ વ્રત કથા જરૂર સાંભળવી અને વાચવી જોઈએ.

જો તમે બૃહસ્પતી દેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે તમે બૃહસ્પતી દેવની મૂર્તિની વિધિ પૂર્વક પૂજા કરો અને પીળા કપડા ઉપર તેની મૂર્તિને સ્થાપિત કરો, તેની મૂર્તિને ચંદન અને પીળા ફૂલથી પૂજા કરો અને પ્રસાદમાં ચણાની દાળ અને ગોળ અર્પણ કરી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.