16 ઓક્ટોબરના રોજ આસો અમાસ ઉપર કરો આ સરળ ઉપાય, મનોકામના થશે પૂરી, માં લક્ષ્મી થશે પ્રસન્ન

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અધિક મહિનાની અમાસના દિવસે કરો આ સરળ ઉપાય, થશે દરેક મનોકામના પુરી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ ખાસ દિવસે થોડા ઉપાય કરવામાં આવે તો તેનાથી વ્યક્તિ પોતાના જીવનની ઘણી બધી તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. 18 સપ્ટેબર 2020 થી વર્ષનો આસો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ શરુ થયો હતો, અને 16 ઓક્ટોબરના રોજ પૂરો થશે. આ દિવસ આસો અમાસના રોજ આવી રહ્યો છે. પંચાંગ મુજબ આ દિવસ ઘણો જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસને પુરુષોત્તમ માસની અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે અમાસના દિવસે કરવામાં આવેલા ઉપાયોનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે આ દિવસે થોડા સરળ એવા ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનની ઘણી બધી તકલીફો દુર થશે. આજે અમે તમને આસો અમાસના થોડા સામાન્ય એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવાથી તમારી ઘણી બધી મનોકામનાઓ પૂરી થઇ શકે છે.

આસો અમાસ ઉપર કરો આ સરળ ઉપાય :

તમે આસો અમાસની સાંજના સમયે ઇશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો જરૂર પ્રગટાવો. તમે દીવો પ્રગટાવતી વખતે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો, સાથે જ દીવાની અંદર તમે થોડું કેસર નાખી દો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થશે, અને તમારા ઘરમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી તકલીફો ઉત્પન્ન નહિ થાય.

જો કોઈ વ્યક્તિ કાલસર્પ દોષથી પીડિત છે, તો એવી સ્થિતિમાં અમાસના દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી ચાંદીમાંથી બનેલા નાગ-નાગણની પૂજા કરો. ત્યારબાદ તમે સફેદ ફૂલ સાથે નાગ-નાગણના જોડાને વહેતા પાણીમાં પધરાવી દો તેનાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળશે.

જો તમે અમાસના દિવસે ગરીબ લોકોને ભોજન કરાવીને દાન-દક્ષિણા આપો છો, તો તેનાથી શારીરિક તકલીફોમાંથી છુટકારો મળે છે. માન્યતા મુજબ પુરુષોત્તમ માસની અમાસના રોજ જો ગરીબ લોકોને દાન આપવામાં આવે, તો તેનાથી જીવનમાં ધનની અછત નથી રહેતી.

જો તમે તમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી કરવા માંગો છો, તો અમાસના દિવસે તમે કીડીઓને ગળ્યું ખવરાવી શકો છો કે પછી તમે લોટમાં ખાંડ ભેળવીને તેને ખવરાવો, તેનાથી તમામ ઈચ્છા પૂરી થશે અને તમારા પાપ ધોવાઈ જશે.

જે લોકો આર્થિક રીતે દુઃખી રહે છે તેમણે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ. તમે પુરુષોત્તમ માસની અમાસના દિવસે સ્નાન કરીને પછી ભગવાનનું નામ લેતી વખતે લોટની નાની-નાની ગોળીઓ બનાવી લો, અને આ ગોળીઓને તમે માછલીઓને ખવરાવી શકો છો. તેનાથી તમારા જીવનની તમામ પ્રકારની તકલીફો દુર થશે.

જો વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ તમને નોકરી નથી મળી રહી, તો તમે અમાસના દિવસે એક લીંબુને સાફ કરીને સવારના સમયે ઘરના મંદિરમાં મૂકી દો. ત્યારબાદ રાતના સમયે 7 વખત બેરોજગાર વ્યક્તિ તેને પોતાના માથા ઉપરથી ઉતારીને તે લીંબુને ચાર સરખા ભાગોમાં કાપી લો, એટલું કર્યા પછી તમારે કોઈ ચાર રસ્તા ઉપર જઈને લીંબુના ચાર ટુકડાને ચાર દિશાઓમાં ફેંકવાના રહેશે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી બેરોજગારી દુર થાય છે. આ ઉપાયથી તરત જ સારી નોકરી મળવાના યોગ ઉભા થશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.