તાકાત હોય તો જવાબ આપીને બતાવો, શરત લગાવું છું, તમે આ નહિ જાણતા હો.

ક્યારેય તમે વિચાર્યું છે કે, ટ્રેનના પાટાની આસપાસ પથ્થર કેમ હોય છે? અને ટ્રેનની પાછળ X કેમ ચીતરેલો હોય છે? પાણીની બોટલના ઢાંકણાની અંદર પ્લાસ્ટિકનું પેકિંગ કેમ હોય છે? હાથના નખ જ્યાં પુરા થાય છે ત્યાં એક રહસ્યમય અર્ધ ગોળાકાર કેમ હોય છે? જો નહિ તો આજે અમે તમને આ લેખમાં એ બધા વિષે માહિતી આપીશું. તો ચાલુ શરુ કરીએ આજનો રસપ્રદ લેખ.

ટ્રેનના પાટાની આસપાસ પથ્થર કેમ હોય છે?

દર વખતે જયારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમે એના પાટાની આસપાસ પથ્થર જોતા જ હશો. તેને કપચી પણ કહે છે. પણ તે પાટાની આજુ બાજુ કેમ પાથરેલા હોય છે? તો સૌથી પહેલા તમારે એ જાણવું જોઈએ કે, ટ્રેનના ધાતુના બનેલા પાટા જે તમે જુવો છો, તે એટલા સિમ્પલ નથી હોતા. તે પાટાની નીચે કોન્ક્રીટથી બનેલી લાંબી લાંબી પ્લેટસ હોય છે, જેને તમે પાટાની વચ્ચે એની લંબ દિશામાં જુવો છો, તેને સ્લીપર કહે છે. અને એ સ્લીપરની નીચે આ બધા પથ્થરો પાથરેલા હોય છે. અને આ બધા પથ્થરોને બેલેસ્ટ કહે છે.

અને એની નીચે પણ બીજા બે પડ હોય છે, જેને અનુક્રમે બ્લેન્કેટ અને સબગ્રેડ કહે છે. અને ત્યારબાદ આપણી કુદરતી જમીન હોય છે. સામાન્ય રીતે જોઈએ તો આપણને એવું લાગે છે કે, આ સિમ્પલ જમીન ઉપર પાટા લાગેલા છે, પણ તે સાચું નથી. જો તમે પાટાને થોડા ધ્યાનથી જોશો તો તમને એ જાણવા મળશે કે, તે થોડી ઊંચાઈ ઉપર બનાવવામાં આવે છે. અને તેની નીચે આ બધા સેટિંગસ હોય છે. અને કોન્ક્રીટના સ્લીપરની ઉપર પાટા બેસાડેલા હોય છે. અને તે ખુબ જ જરૂરી હોય છે. કારણ કે આ સ્લીપર્સ પાટા વચ્ચેના ગેપને જાળવી રાખે છે.

આ કોન્ક્રીટ માંથી બનેલા સ્લીપરને એક જગ્યા જાળવી રાખવાનું કામ આ પથરાયેલા પથ્થરોનું હોય છે. એટલે કે આ પથ્થરો સ્લીપર્સને પક્કડમાં રાખે છે. એક ટ્રેનનું વજન લગભગ ૧૦ લાખ કિલો હોય છે. તો તમે વિચારી શકો છો કે, એક લોખંડનો પાતળો એવો પાટો તેને નહિ સંભાળી શકે, અને એક ટ્રેનના વજનને સાંચવવામાં આ પથ્થરોનું અને આ સ્લીપર્સનું યોગદાન હોય છે. અને જોવામાં આવે તો સૌથી વધુ લોડ આ પથ્થરો ઉપર જ પડે છે. કારણ કે આ પથ્થર જ એક એવી વસ્તુ છે જે પાટાને એક જગ્યાએ ફિક્સ રાખે છે.

અને રેલ્વે ટ્રેકની નીચે અન્ય કોઈ પથ્થરનો ઉપયોગ નથી કરવામાં આવતો. કારણ કે જો આ મોટી કપચીને બદલે ગોળ ગોળ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે, તો તે એક બીજા સાથે અથડાઈને ગોળ ગોળ ફરવા લાગે, અને પાટા એક જ્ગ્યાએ રહી ન શકે. એટલે ટ્રેન ચાલે તો પાટા હલવા લાગે અને અકસ્માત સર્જાય. તેથી પાટા પાસે આ રફ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કપચીના ખૂણા ગોળ નથી હોતા, જેથી તે એક બીજા સાથે પક્કડ બનાવી રાખે છે. અને ફિક્સ પક્કડને લીધે ટ્રેન ભલે કેટલી પણ ભારે હોય તો પણ આ લોખંડના બનેલા પાટા અને આ સ્લીપર એક જગ્યા ઉપર ફિક્સ રહે છે.

આ પથ્થરનું એક બીજું પણ કામ છે. તમે જાણતા હશો કે જો આ પ્રકારની કપચી ન નાખવામાં આવે, તો તે જગ્યા ઘાંસ, ઝાડ અને છોડથી ભરાઈ જાય. એટલે આ પથ્થર એ બધાને ઉગવાથી અટકાવે છે, કારણ કે તે પાટાની આજુ બાજુ પાણીને ભરાવાથી રોકે છે. તો હવે પછી ટ્રેનમાં સફર કરો તો આ પથ્થરને સલામ કરી દેજો. અને લોખંડના બનેલા પાટાને બદલે આ પથ્થરની નોંધ લેજો. કે કેવી રીતે તે પાટાને એક જ્ગ્યાએ પકડી રાખે છે.

અને તમને એક વિચાર બીજો એ આવશે કે, મેટ્રો ટ્રેન જે હોય છે તેમાં આ પથ્થરોનો ઉપોયોગ નથી થતો. તો વાત એમ છે કે, અમે જે પાટાની સિસ્ટમ આગળ તમને જણાવી તે મેટ્રો ટ્રેનમાં ફોલો નથી થતી. ત્યાં સીધા સ્લીપરને રાખીને તેની પર પાટા મૂકી દેવામાં આવે છે. મેટ્રો ટ્રેન અંડર ગ્રાઉન્ડ કે બ્રીજ ઉપર હોય છે, એટલે ત્યાં પથ્થરનો ઉપયોગ નથી થતો. કેમ કે મેટ્રોના આ પાટા માટીની જમીન ઉપર નથી બનાવવામાં આવતા. તેથી ત્યાં ઝાડ ઉગવાનો પ્રશ્ન ઉભો નથી થતો, અને ન તો પાણી જામવાનો. અને સામાન્ય રીતે મેટ્રો ટ્રેનનું વજન પણ સામાન્ય ટ્રેનથી ઓછું હોય છે.

ટ્રેનના છેલ્લા ડબ્બા ઉપર X કેમ હોય છે?

તમે ઘણી વખત ટ્રેન પસાર થતા સમયે જોયું હશે કે, ટ્રેનના છેલ્લા ડબ્બા ઉપર X બનવેલો હોય છે. આ જોઈ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, આ X ખરેખર છે શું? ખરેખર આ X એક નિશાની છે, જે દર્શાવે છે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે. અને તેમાં LV પણ લખેલું હોય છે. તે LV નો અર્થ થાય છે કે, લાસ્ટ વે એટલે કે છેલ્લો ડબ્બો. ટ્રેન સ્ટેશન ઉપરથી પસાર થાય છે તો સ્ટેશન માસ્તર દરેક ટ્રેન જોઈને તે નક્કી કરે છે કે, છેલ્લા ડબ્બા ઉપર X લખેલું હોય. માની લો કે તેણે જોયું કે ટ્રેનના છેલ્લા ડબ્બા ઉપર X કે LV નથી લખેલું તો એવી સ્થિતિમાં તે રેલ્વે વિભાગને રીપોર્ટ કરી દે છે કે, ટ્રેનના થોડા ડબ્બા રસ્તામાં જ રહી ગયા છે.

એ ટ્રેનના બે ડબ્બા વચ્ચેના લીન્કર તૂટી ગયા છે, જેથી તે પાટા ઉપર આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવે. આમ તો આવું ઘણું ઓછું બને છે, પરંતુ લોકોનો જીવ બચાવવા માટે તે જરૂરી હોય છે. પણ તમારા મનમાં પ્રશ્ન થશે કે રાતના સમયે X થોડો કોઈને દેખાશે. તેથી રાતના સમયે આ X ને બદલે એક નાની એવી લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે, જે X ની બરોબર નીચે હોય છે જે દરેક સેકન્ડે ચાલુ બંધ થતી રહે છે. અને સ્ટેશન માસ્તર તે જુવે છે કે, લાઈટ ચાલુ બંધ થાય છે કે નહિ, આ હતી X અને LV ની વાત.

બુક માર્જિન :

તમે તમારૂ કોઈપણ પુસ્તક લઇ લો તેમાં તમે એ જોશો કે, તેમાં જે પણ પંક્તિ લખવામાં આવે છે તે થોડી જગ્યા છોડીને લખેલી હોય છે. એટલે કે એમાં થોડો ગેપ હોય છે. અને એ ગેપ પછી જેતે માહિતી લખેલી હોય છે. તો શું તમને ખબર છે કે, આ જગ્યા શા માટે છોડવામાં આવે છે? આપણે તો એ સમજીએ છીએ કે, આપણે કાગળનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે કાગળ ઝાડ માંથી બને છે, અને આપણે તેનું વધારે નુકશાન ન કરવું જોઈએ, અને કાગળનો બગાડ ન કરવો જોઈએ. પણ દરેક પુસ્તકમાં આટલા ગેપ પછી જ લખાણ કેમ શરુ થાય છે?

ઘણા લોકો કહેશે કે, તેમાં નવાઈની વાત શું છે? ત રો પ્રિન્ટિંગની સ્ટાઈલ છે. તો જણાવી દઈએ કે, ના એવું નથી. દરેક વસ્તુ પાછળ કોઈ કારણ હોય છે, અને તેનો જવાબ જાણવા માટે તમે તે સમયમાં જાવ, જયારે ન તો કોઈ મોબાઈલ હતો કે ન આટલી બધી બીજી સુવિધા હતી. ત્યારે તો દરેક જાણકારી માત્ર કાગળ ઉપર જ રહેતી હતી. અને તકલીફ એ હતી કે ઉંદર કે જીવાત વગેરે તે પુસ્તકોને કોતરીને જાણકારી ગળી જતા હતા. તેથી આ ગેપ આપવાની સ્ટાઈલ શરુ થઇ.

તેથી જો ઉંદર આ માહિતી વાળા કાગળને કોતરવાનું શરુ પણ કરે, તો લખાણને નુકશાન ન થાય. કારણ કે તેઓ કિનારી વાળા ભાગથી જ કોતરવાનું શરુ કરે છે. એવામાં ઉંદર કોઈપણ સાઈડથી કાપવાનું શરુ કરે, તો પણ એટલો ગેપ છોડેલો છે કે, ઉંદર આ ભાગને કાપી પણ લે તો પણ સફેદ ભાગને જ ખાશે, અને જાણકારી અંદરના એરિયામાં સેફ રહેશે. તો ઉંદરની બીકથી આપણે આ ગેબ છોડ્યો છે. ગજબ વાત છે.

બોટલના ઢાંકણમાં પ્લાસ્ટિકની રબર ડિસ્ક કેમ હોય છે?

તમે એ વસ્તુ જરૂર ધ્યાનમાં લીધી હશે કે, તમે જે કોલ્ડડ્રીંકસ ખરીદો છો તેનું જે ઢાંકણું હોય છે, તેની અંદર એક રબરની ડિસ્ક હોય છે. આ ડિસ્ક ખરેખર એક પ્રેશર સીલનું કામ કરે છે. અને તે એવી વસ્તુ છે જે કોલ્ડડ્રીંકને અને તેમાં રહેલા ગેસને બહાર નીકળવાથી રોકે છે. અને તે એ વસ્તુ છે જે બોટલને એરટાઈટ બનાવે છે, જેથી બહારની હવા તેમાં નથી જઈ શકતી. માત્ર ઢાંકણું હોય અને આ ડિસ્ક ન હોય તો અંદરનો ગેસ થોડો થોડો કરીને બહાર આવવાનું શરુ થઇ જશે. એટલે આ ગોળ ડિસ્ક ખરેખર વધારાનું રક્ષણ આપે છે, અને થોડો પણ ગેસ અંદરથી બહાર નથી નીકળતો.

બેગ ઉપર શા માટે બનેલા હોય છે ડાયમંડ?

મિત્રો તમામ બેગ ઉપર તો નહિ, પણ મોટાભાગની બેગ ઉપર તમે જોયું હશે કે, ડાયમંડ કે ચતુષ્કોણ ડીઝાઈન બનેલી હોય છે. મોટાભાગના લોકોને લાગે છે કે, આ એક ડેકોરેશન માટે ડીઝાઈન બનાવેલી હોય છે. પણ હકીકતમાં એવું નથી હોતું. તો એની માહિતી લેવા માટે તમે થોડા સમય પાછળ જાવ. પહેલાના સમયમાં બેગ તે લોકો વાપરતા હતા, જે ઊંચાઈ ઉપર પ્રવાસ કરતા હતા એટલે કે જે પહાડો ઉપર જતા હતા, કે એડવેન્ચર માટે કે પછી રીચર્સ માટે જતા હતા. તેમણે ઘણી બધી વસ્તુઓ લઇને જવું પડતું હતું. એવામાં થોડી ઘણી વસ્તુ બેગમાં આવતી ન હતી.

તેથી બેગ બનાવવા વાળા આવા ડાયમંડ શેપ બનાવતા હતા, જેથી લોકો જુદી જુદી વસ્તુને જેવી કે વધારાના બુટ, ટોપી વગેરેને એમાં ટીંગાડી શકે. પણ ઘણી સારી સારી બેગ ઉપર તો આવા ઘણા બધા ડાયમંડ રાખવામાં આવતા હતા, જેથી તે ઘણી બધી વધારાની વસ્તુઓને ટીંગાડી શકે. જે લોકો આ કારણને નથી જાણતા, તે આવા ડાયમંડ જોશે તો તેને થશે કે આ માત્ર ડીઝાઈન માટે બનાવવામાં આવ્યા છે. પણ સત્ય તો કાંઈક અલગ જ છે.

નેઇલ ક્યુટિકલ્સ (NAIL CUTICLES) :

તમે તમારા નખને ધ્યાનથી જુવો, તો જ્યાંથી નખ શરુ થાય છે ત્યાંથી થોડે દુર સુઘી પાતળું પડ હોય છે. આ પડ તમારી બધી આંગળીઓમાં નથી જોઈ શકતા, કારણ કે તે ઘણું પાતળું અને નાનું હોય છે, પણ તે કોઈ એક આંગળીમાં તો હોય જ છે. એને ક્યુટિકલ્સ કહેવામાં આવે છે. લોકો તેને નકામું માનતા હોય છે. ઘણા લોકો તો ઝીણવટભર્યા તે ક્યુટિકલ્સને દુર પણ કરાવી દે છે, કે જેથી તેમના નખ એકદમ પરફેક્ટ દેખાય.

પણ જો ખરેખર સાયન્ટીફીકલી વાત કરીએ તો નખના આરોગ્ય માટે તે ઘણું જરૂરી હોય છે. ખરેખર આ ક્યુટિકલ્સ એક સુરક્ષા કવચ જેવું હોય છે. એ તમને તે જગ્યાએ બેક્ટેરિયાથી બચાવે છે, જ્યાંથી તમારા નખ શરુ થાય છે. આ ક્યુટિકલ્સ ન હોય, તો તમારા નખ જ્યાંથી શરુ થાય છે ત્યાં ઘણા પ્રકારના બેક્ટેરિયા પ્રવેશી શકે છે. એટલા માટે તે ક્યુટિકલ્સ તમારા માટે જરૂરી છે.

રસોડામાં વપરાતા પૈનના હાથા ઉપર કાણાં :

તમારા રસોડામાં પૈન અથવા અન્ય કોઈ વાસણના હાથા ઉપર ખુલ્લા છેડા વાળી જગ્યાએ તમે કાણાંને જરૂર જોયા હશે. તમને શું લાગે છે આ માત્ર ડીઝાઈન માટે હોય છે? બિલકુલ નહિ એવા જેટલા વાસણ હશે જેમાં હાથામાં મોટા કાણાં રહે છે, તો એના માટે ૯૦ ટકા લોકોને એવું લાગે છે કે, તે વાસણને લટકાવવા માટે બનાવવામાં આવે છે. પણ ખરેખર તે એટલા માટે નથી બનાવવામાં આવતા. હા, તેની મદદથી વાસણને જરૂર લટકાવી શકો છો. પણ એનો સાચો હેતુ એ છે કે તે ચમચા અટકાવવા માટે હોય છે.

જયારે તમે એમાં કાંઈક બનાવો છો, અને ચમચા વડે એ ખાવાનું હલાવો છો કે એને એકમેક કરો છો, તો તે ચમચાને ત્યાં ફસાવી શકો છો. જો તમે ખાવાનું બનાવતી વખતે તેને ત્યાં એ કાણામાં જ અટકાવીને મૂકી દો છો, તો તે લીક્વીડ બીજી વસ્તુઓ પર લાગતું નથી અને તે જ વાસણમાં પડે છે.

ઈરેઝરનો બ્લુ ભાગ :

જો આપણે ઈરેઝરની વાત કરીએ, તો એનાથી પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે. અમુક એવા ઈરેઝર હોય છે જે બે કલરના હોય છે, લાલ અને બ્લુ. તેણે આપણને નાનપણમાં ઘણા હેરાન કર્યા છે. ઘણાના મોઢેથી તમે સાંભળ્યું હશે કે, આ જે બ્લુ ભાગ છે તે પેનની શાહીને ભૂંસવા માટે હોય છે. પણ જો તમે પેનથી લખેલું ભૂંસવાનો પ્રયાસ કરશો, તો તે તમે પેનથી લખેલા લખાણને વધુ ખરાબ કરી નાખશે.

જણાવી દઈએ કે, આ બે ભાગ ખરેખર બે જુદા જુદા કામો માટે હોય છે. ઈરેઝરનો લાલ ભાગ સામાન્ય પેન્સિલથી લખેલું ભૂંસવા માટે વપરાય છે. એટલે કે તે એક નોર્મલ ઇરેઝર. અને જે બ્લુ ભાગ હોય છે તે સામાન્ય કાગળથી અલગ એવા આર્ટ માટેના કાગળ અને સ્ક્રેફ બુક્સ ઉપર પેન્સિલ લખેલી કે દોરેલી વસ્તુને ભૂંસવા માટે હોય છે. કારણ કે એવા કાગળની સાઈઝ મોટી હોય છે, અને તે નોર્મલ કાગળની સરખામણીમાં થોડું વધુ રફ હોય છે. અને તેમાં તમે જે લખો છો, તે જલ્દી ભૂંસાતું નથી. આથી આ લાલ વાળું નોર્મલ રબર તેને ભૂંસી નથી શકતું. પણ તે જે બ્લુ ભાગ છે તે કોઈ પણ પેપર માંથી પેન્સિલથી લખેલા કોઈપણ લખાણને ભૂંસી શકે છે.

કી બોર્ડના J અને F બટન ઉપર રહેલો ઉપસેલો ભાગ (BUMPS ON J AND F KEY) :

તમારા કી બોર્ડના J અને F બટન ઉપર તમે આવા બમ્પ એટલે કે ઉપસેલા ભાગ જરૂર જોયા હશે. પણ તે એમજ નથી આપવામાં આવતા. તેની પાછળ પણ એક કારણ રહેલું છે. આ બમ્પ એમના માટે હોય જે કી બોર્ડને જોયા વગર પણ ટાઈપીંગ કરે છે. એના વડે ઘણું ઝડપથી ટાઈપીંગ કરી શકાય છે, અને તે પણ બધી આંગળીઓથી. આ જે અને એફ એક સેન્ટર પોઈન્ટનું કામ કરે છે, જેને આંગળીથી ઓળખી શકાય છે. એના વડે લોકો સારી રીતે ટાઈપ કરી શકે છે. એટલે કે ઝડપી ટાઈપીંગ કરવા વાળા કી બોર્ડને જોયા વગર જે અને એફની કી ને ફિલ કરી લે છે, અને તે પોઈન્ટને ધ્યાનમાં રાખીને બીજી કી ક્યાં છે તેનો અંદાજો લગાવી શકે છે, અને ધડાધડ ઝડપથી ટાઈપીંગ કરે છે.