તે સમય જતો રહ્યો જયારે ડોક્ટરને ભગવાન સમજવામાં આવતા, હવે તો એ …

 

નમસ્કાર મિત્રો, આજની આપણી ચર્ચાનો વિષય છે ભારતના ડોક્ટરોની સચ્ચાઈ. જેવું કે આપણે બધાએ પહેલાના આર્ટિકલ્સ માં વાંચ્યું છે કે મોટાભાગના રોગો થવાના બે જ કારણ છે. એક તો ગરીબી. જે લોકોને ખાવાનું મળતું નથી તે એનીમિયા ના લીધે મરી જાય છે. અથવા તો પછી પૈસાદાર લોકો જેમને દવાઓ એવી આપવામાં આવે છે કે જેનો કોઈ ફાયદો જ નથી થતો.

તમારા મનમાં બીજો એક પ્રશ્ન આવી શકે છે કે સરકારના અધિકારી અને મંત્રી તો લાંચ લઈને તેમને લાઇસન્સ આપી દે છે તો પછી આપણા ડોક્ટર આ દવાઓ કેમ લખી આપે છે? સરકારે તો ઠીક છે કે પોતાની ઈજ્જત વેચી દીધી, સન્માન વેચી દીધું લાંચ ખાઈને, લાઇસન્સ આપી દીધું પરંતુ ડોક્ટર પ્રીસ્ક્રીપ્સન માં લખે છે. દવા બનાવે કોઈ પણ, પરંતુ વેચાવે છે એ દવાને ડોક્ટર, બનાવે ભલે કોઈ પણ પરંતુ પ્રીસ્ક્રીપ્સન માં ડોક્ટર લખશે, ત્યારે જ કોઈ દર્દી ખરીદશે.

પ્રીસ્ક્રીપ્સન માં લખ્યા વગર તો આ દવાઓ વેચાતી નથી તો પછી ડોક્ટર શા માટે પ્રીસ્ક્રીપ્સનમાં આ દવાઓ લખે છે? અમે જયારે આ વિષય પર સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે ડોક્ટર પણ આ ભ્રષ્ટાચાર માં ગળાડૂબ છે. આ જે મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, દવા વેચવાવાળી, તે ડોકટરોને પણ લાંચ આપે છે. મને ખુબ જ ખરાબ લાગી રહ્યું છે એવું બોલતા કે ડોકટરો દવાની કંપનીઓ પાસેથી કમીશન લઇ રહ્યા છે અને તેમના કમીશનની લાલચમાં તે દવાઓ લખી રહ્યા છે.

જે દવાઓને બંધ કરવાની વાત ડબ્લ્યુએચઓ એ કરી છે અને આપણે જોયું, ડોક્ટર જેટલો મોટો હોય, કમીશન તેટલું જ મોટું હોય છે અને હવે તો સીધા પૈસા આપે છે. થાય છે એવું કે તમને ડોકટરે એક પ્રીસ્ક્રીપ્સન સ્લીપ લખી આપી.

જો તમે દવા ખરીદવા જશો તો મેં જે આમાં કેલ્ક્યુલેસન કરી છે અને પુરાવા ભેગા કર્યા છે કે આશરે હજાર રૂપિયાની દવા જો તમે ખરીદી રહ્યા છો તેમાંથી ૪૦૦ રૂપિયા ડોક્ટરની પાસે જઈ રહ્યા છે. જેણે તે સ્લીપ લખી આપી છે, ૪૦% કમીશન અને આ કમીશન પૈસાના રૂપે ડોક્ટરની પાસે સીધા જાય છે. બીજા પણ કેટલાય સ્વરૂપે પહોચે છે. જેમ કે કેટલીય કંપનીઓ ડોક્ટરને કાર ખરીદીને ગીફ્ટ આપે છે, કેટલીક કંપનીઓ મોટર સાઇકલ સ્કૂટર ખરીદીને ગીફ્ટ કરે છે, ક્યારેક એસી અને રેફ્રીજરેટર ખરીદીને ગીફ્ટ કરી દે છે, ક્યારેક તેમના પરિવારને સ્વીટઝર્લેન્ડની ટીકીટ આપી દે છે, હોંગ કોંગ સિંગાપુર જતા રહે છે અને ખરીદી કરીને આવે છે, તેઓ જ પૈસા આપે છે તેમની ખરીદીના. આના બદલામાં પ્રીસ્ક્રીપ્સન લખે છે તે કંપનીનું.

આનાથી પણ વધુ શરમજનક સ્થિતિ એ છે કે ડોકટરના બાળકો જે ભણવા માટે વિદેશોમાં છે, તેમનો ખર્ચો પણ આ કંપનીઓ ઉઠાવે છે અને ડોકટરના ઘરોમાં જે કાર ચાલે છે, તેમાં ડીઝલ ભરવાનો ખર્ચો કંપની ઉઠાવે છે, ટેલીફોન બીલ કંપની ભરે છે, તેમના ઘરના વીજળી બીલ કંપની ભરે છે, એટલી ખરાબ હાલત છે તો ડોક્ટર શું કરે છે, જે કંપનીઓ તરફથી કમીશન મળે છે, જ્યાંથી ગીફ્ટ આવે છે, તેમનો તે ફેવર કરે છે અને ફેવર તેમનો એ જ હોય છે કે જે દવાઓ કંપનીઓ કહે છે, તે તેમનું પ્રીસ્ક્રીપ્સન લખે છે. આપણા દેશમાં બધી કંપનીઓએ મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ નામના પ્રાણીઓને પાળી રાખ્યા છે, આ મેડીકલ રીપ્રેઝેન્ટેટીવનો પ્રોગ્રામ એક જ છે, દરેક ડોક્ટરને ભ્રષ્ટાચારી બનાવવો. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી.

એમઆર જાય છે કલીનીકમાં અને સીધા-સીધા કહે છે કે આ મેડીસીનનું પ્રીસ્ક્રીપ્સન બનાવો તો આટલા પૈસા અને ડોક્ટર તેના કહેવા મુજબ બધું કરે છે. હવે આ જે મેડીકલ પ્રોફેસન છે, તે સેવા નથી, તે ધંધો છે. અંતે જે મરે છે અને ફસાય છે, તે તમે છો અને હું છું, આપણે બધા છીએ, જે એક રોગીના રૂપે કોઈ ડોક્ટરની પાસે જાય છે.

ખબર નહિ, ક્યારે કોને લાલચ થાય અને તે કઈ મેડીસીન લખે અને આપણો જીવ નીકળી જાય. આપણે શું કરી શકીશું ? કઈ નહી કરી શકીએ કારણ કે ડોક્ટર એટલે, મારી નાખવાનું લાઇસન્સ લીધેલો એક વ્યક્તિ. તેણે કઈ પણ ઊંધું ચતુ કરી દીધું, તમે કઈ નહિ કરી શકો, આ જ રીતે દર્દી મરે છે.

તમને હું સંભળાવીશ તો આશ્ચર્યચકિત થઇ જશો. દુનિયાના ૫૦ થી વધુ દેશોમાં કાયદો છે કે જો કોઈ સર્જન કોઈ માં બહેનનું ગર્ભાશય રિમુવ કરે તો તેને એ સાબિત કરવું પડે છે કે ગર્ભાશય કાઢવું કેમ જરૂરી હતું અને સાબિત કરવા માટે તે સાબિત કરવું પડે છે કે એવું કયું કારણ હતું ગર્ભાશયમાં ? એવું કયું કારણ હતું તે માં નો જીવ જવાનો હતો ? તે સાબિત કરવું પડે છે અને તેમ પણ, કોઈ ગર્ભાશયને કાપીને ડોકટરે જો ફેકી દીધું, મરી જશે, એવી ખરાબ રીતે રગડી નાખે. ગર્ભાશય તમે કઢાવ્યું, દેખાડવું પડે છે તેમણે.

કાઉન્સિલ ચેક કરે છે કે આ ઓપરેશન સાચું કર્યું કે ફાલ્તુંમાં કર્યું. જો કોઈ માંનું ગર્ભાશય એમ જ કાઢી દીધું અને તેમાં કઈ જ નથી, ના ટ્યુમર છે ન કોઈ ગાઠ છે, ડોકટરે કાઢી દીધું તો તે ડોક્ટર તો મરી જ જશે. અમેરિકા-કેનેડા ન્યુઝીલેન્ડમાં આખી જિંદગી જેલમાં કાઢવી પડશે તેણે, તેની જમાનત થતી નથી. ૫૦ દેશોમાં આવો જ કાયદો છે.

તો આ કડવી સચ્ચાઈ છે કે દવાઓ ભલે કોઈ પણ બનાવે અને ભલે કોઈ પણ વેચે. પરંતુ વેચાવે તો આપણા ડોક્ટર જ છે આ દવાઓને. કારણ કે વગર પ્રીસ્ક્રીપ્સનએ તો કોઈ પણ દવાઓ વેચાઈ શકતી નથી. રાજીવજીએ કહ્યું કે જયારે તેમણે ડોકટરો પણ સંસોધન કર્યું તો તેમને ખબર પડી કે માત્ર નેતાઓ જ ભ્રષ્ટાચારમાં ભળેલા નથી પરંતુ ડોક્ટર પણ આ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. મોટી મોટી દવાઓ બનાવવાની કંપનીઓ ડોકટરોને પણ લાંચ આપે છે. જેથી ડોક્ટર આ દવાઓ દર્દી સુધી પહોચાડી શકે.

આ વાતને કહેતા શરમથી માથું નમી જાય છે કે ડોક્ટર આ ખોટી દવાઓને વેચવા માટે કમીશન લે છે. અને ભારતમાં મોટા ભાગના રોગો અને મૃત્યુનું કારણ આ દવાઓ છે. તો આપણા જીવના દુશ્મન માત્ર નેતાઓ અથવા સરકાર જ નહિ પરંતુ સૌથી ઉપર આપણા પોતાના ડોક્ટર છે જે પૈસા માટે પોતાની ઈમાનદારી વેચી ચુક્યા છે.

બધું લખવું શકય નથી તેથી આ વીડિઓ જુઓ