જુયો સુરતી દોઢીયા નો વિડીયો અને ઘરે કરો ખુબ મનોરંજન સાથે જીમ કરતા વધુ સારું વર્કઆઉટ

જેમ જેમ નવરાત્રિ નજીક અાવી રહી છે તેમ તેમ ખેલેૈૈૈયાઓ પણ દોઢિયા રમવાની પુરજોશમા તેૈયારીઓ કરી રહયા છે. દોઢિયા કલાસનો વધતો જતો ટ્રેન્ડ આજકાલના યુવાઓમાં જોવા મળી રહ્યો છે. દોઢિયા માત્ર એક દિવસમાં શીખી શકતા નથી . તેમાં કૂદવાની, બેસવાની, કમરની લચક, હાથની મૂવમેન્ટ, ઘણું બધું ઇન્વોલ્વડ થાય છે જેના પર્ફેક્શન માટે સતત પ્રેક્ટિસ કરતા રહેવું અનિવાર્ય છે દોઢિયા કલાસિસને લોકોએ પોતાની ફિટનેસ માટે પણ અપનાવ્યા છે.

ઘણાં યુવક અને યુવતીઓ જીમ અને ઝુમ્બા વર્કઆઉટથી કંટાળી જઈને દોઢિયાનો સહારો પોતાના શરીરને આકર્ષક દેખાડવા માટે લીધો છે. દોઢિયાથી શરીરના બધા જ અંગોની કસરત થઇ જાય છે . જેનાથી તમે તમારી વધારાની કેલરી તો બર્ન કરી જ શકો છો સાથે સાથે વધારાનું વજન પણ ઓછું કરી શકો છો.

કેટલાક ઝુમ્બા એક્સપર્ટ્સનું કહેવું છે કે દોઢિયાનુ એક પર્ફોર્મન્સ ઝુમ્બાના ફૂલ વર્કઆઉટની બરાબર છે. તેનાથી બેડોળ શરીરને એક શેપ મળે છે અને તે સુડોળ બને છે. ઘણી યુવતીઓએ આકર્ષક દેખાવા માટે દોઢિયા કલાસીસનો સહારો લીધો છે.

ગરબા એક્સપર્ટ પાયલ બંસલ નું કહેવું છે કે , ” જો તમે ગરબા દોઢિયાની સાથે સાથે અમુક હાઈ પ્રોટીન ડાયટ પણ ફોલો કરો તો તમારું વજન ઘટવાની સાથે સાથે તમારી સ્કિન પણ એટલી જ ગ્લો કરવા લાગે છે , એટલું જ નહીં પણ બ્લેક હેડ્સ અને એક્નેથી પણ તમને છુટકારો મળી શકે છે ” દર વર્ષે ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેનાર એમબીએ સ્ટુડન્ટ પરિષા અરેન્જાનું કહેવું છે કે, ” જીમ તો ખરેખર વજન ઓછું કરવામાં મદદ કરે જ છે પણ ગરબા અને દોઢિયાથી તમે તમારા શરીરને સુડોળ બનાવી શકો છો તમારા બોડીને તમે એક શેપ આપી શકો છો. મેં ગયા વર્ષે દોડ્યા ક્લાસ જોઈન કર્યું તેના પછીના એક મહિનામાં વગર કોઈ પરેજીએ ૫ કિલો ઘટાડ્યું હતું.”

તો બીજી બાજુ ઝુમ્બા એક્સપર્ટ શ્રવ્યા અગ્રવાલનું કહેવું છે કે , ” જો થોડું ડેડિકેશન આપીને એક કલાક સુધી દોઢિયાની પ્રેક્ટિસ કરી રહ્યા હોવ તો તમે ૧૦૦ થી ૧૫૦ કેલરી બર્ન કરી શકો છો અને જો થોડી વધુ એનર્જી સાથે પ્રેક્ટિસ કરો તો ૩૦૦ કેલેરી સુધી બર્ન કરી શકો છો.” એક્સપર્ટ્સનું કહેવું છે કે પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં થોડું વોર્મ અપ કરવું ખૂબ જ જરૂરી છે. હાઇડ્રેટેડ રહેવા માટે થોડું કોકોનટ વોટર પણ પી શકો છો. અને તમને જો સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમે ૪૫ દિવસ માટે દોઢિયા કરી શકો છો. અહીં સાવધાની એ વાતની રાખવાની છે કે તમારે એક્સપર્ટ્સની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે

વાત જ્યારે દોઢિયા અને ગરબાની આવે તો આપણા ગુજરાતની પ્રજા આખી દુનિયામાં અનેરું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં લગ્ન હોય કે બર્થ ડે પાર્ટી હોય , એનિવર્સરી હોય કે પછી કોઈ પણ સ્પેશિયલ ઓકેશન હોય જ્યાં સુધી ગરબા નહીં રમાય ત્યાં સુધી તો બધાં જ પ્રસંગોની ઉજવણી અધૂરી છે.

ગરબાને લઇને આખા જગતમાં ગુજરાતીઓએ પોતાનુ અનેરું સ્થાન બનાવ્યું છે. ગરબા એ ગુજરાતી લોકનૃત્યનો એક સ્વરૂપ છે જે ભારતના ગુજરાત રાજ્યમાં ઉદ્દભવેલું હતું. પરંપરાગત રીતે ગરબા માતા અંબાની પ્રતિમા કે ચિત્રની આસપાસ રજૂ કરવામાં આવે છે. ગરબાના વર્તુળાકાર અને સર્પાકાર આંકડાઓ અન્ય નૃત્યો સાથે પણ સમાનતા ધરાવે છે. પરંપરાગત રીતે તે નવ દિવસના હિન્દુ તહેવાર નવરાત્રી દરમિયાન રમાય છે.

આ નવ દિવસનો તહેવાર નવરાત્રી મધ્યમાં દીવો, ગરબો અથવા માતા અંબાની છબી અથવા મૂર્તિ રાખીને એની આસપાસ રજૂ થાય છે. ગરબાની સાથે સાથે દોઢિયા પણ રમવાનો ટ્રેન્ડ આજના યુવાઓમાં ભારે માત્રામાં જોવા મળી રહ્યો છે. જ્યારે અમુક યુવાઓ આ ટ્રેન્ડને ફેલાવવા માટે દોઢિયા ક્લાસીસનું સંચાલન પણ ખૂબ જ જોરશોરમાં કરી રહ્યા છે. આ દોઢિયા કલાસિસ નવરાત્રિના ત્રણ મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે જ્યારે અમુક દોઢિયા ક્લાસિસ આખું વર્ષ કાર્યરત હોય છે. અને તેના સંચાલકો આજની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને અલગ અલગ ડાન્સ ફોર્મ્સમાં દોઢિયા સ્ટેપ્સ તૈયાર કરે છે.

અગાઉના વર્ષોમાં બેલી ડાન્સિંગ સાથે દોઢિયાનાં સ્ટેપ્સ જોયા હશે. જ્યારે તાજેતરમાં જ એક જાણીતા દોઢિયા ક્લાસના સંચાલકોએ સાલસા ડાન્સ ઓમને ધ્યાનમાં રાખીને દોઢિયા સ્ટેપ્સ તૈયાર કર્યા છે. જેણે લોકોનું ધ્યાન ખૂબ જ કેન્દ્રિત કર્યું છે. ખાન પાનના શોખીન ગુજરાતીઓ પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે પણ દોઢીયા ક્લાસિસની મેમ્બરશિપ લઈ છે ઘણા પોશ વિસ્તારોમાં ગૃહિણીઓ અને યુવતીઓ ઝુમ્બા વર્કઆઉટ અથવા જીમ વર્કઆઉટ કરીને પોતાની તંદુરસ્તી જાળવતી હતી .

જેને બદલે તેઓએ પણ દોઢિયા નો સહારો લીધો છે. મોટાભાગની યુવતીઓ અને ગૃહિણીઓએ દોઢીયા ને જ પોતાનું વર્કઆઉટ બનાવી લીધું છે અન જેે તેમને ફિટ અને એક્ટિવ રહેવા માટે ઘણી ખરી મદદ પણ કરે છે. દોઢિયાથી તમારી કેલેરી પણ એટલી જ બર્ન થાય છે અને તમારું વધારાનું વજન પણ ઓછું થાય છે.

દોઢિયા તમને ઝુમ્બા અને જીવથી પણ વધારે ઝડપી રિઝલ્ટ આપે છે. ફક્ત યુવતીઓ જ નહીં પરંતુ એવા યુવકો પણ અહીં આવીને પોતાની એક્સ્ટ્રા કેલરી અને ફેટ બર્ન કરે છે જેઓ જીમથી કંટાળી ગયા હોય. દોઢિયાની તમારો સ્ટેમિના જળવાઇ છે અને જીમ કરતાં વધારે સ્ફૂર્તિ પણ મળે છે.

જિમમાં દરરોજ એકની એક કસરતો કરીને કંટાળી ગયા હોવ તો તમે દોઢિયા ક્લાસમા દરરોજ અવનવા અને વિવિધ સ્ટેપ શીખીને વર્કઆઉટ કરી શકો છો.

 

વિડીયો 

https://youtu.be/NhA1cADv3I0