શું ફરી એકવાર પ્રેગ્નેન્ટ થઈ એશ્વર્યા રાય? અભિષેક-એશના આ નવા ફોટા આવ્યા સામે

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને સારી જાણકારી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે. અને અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે આપણે કાંઈ જાણતા જ નથી હોતા. અને આજે અમે ફિલ્મ જગતની એક સુંદર હિરોઈન સાથે જોડાયેલી એક એવી વાત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. તો આવો જાણીએ શું છે ખાસ?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કલાકારોની પર્સનલ લાઈફ હોય છે, અને તે બધામાં મીડિયાને વધુ રસ હોય છે. કારણ કે તેમને તો તે મસાલો જોઈએ જે તેમને પોપુલર કરી દે. અને લોકોમાં પણ તેની ઘણી માંગ રહે છે. થોડા દિવસો પહેલા એશ્વર્યા રાયને અંબાણી કુટુંબને ત્યાં એક પાર્ટીમાં જોવામાં આવી હતી, જ્યાં એશ્વર્યા પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે આવી હતી. ત્યાં તેને જોઈને બધાના મનમાં એક પ્રશ્ન આવ્યો કે, શું એશ્વર્યા રાય એક વખત ફરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ? પરંતુ તેની પાછળ સત્ય શું છે તે કોઈને ખબર ન હતી.

શું એક વખત ફરી પ્રેગ્નેન્ટ થઇ ગઈ એશ્વર્યા રાય?

એશ્વર્યા રાય બચ્ચનનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આમ તો આ ફોટામાં એશ્વર્યા હંમેશાની જેમ સુદંર જોવા મળી રહી છે, પરંતુ ટ્રોલર્સની જીભ બંધ કરવી કોઈના હાથમાં નથી. અહિયા અમે વાત લેટેસ્ટ તસ્વીરની કરી રહ્યા છીએ, જયારે મુકેશ અંબાણીની ભાણેજના પ્રી વેડિંગમાં એશ્વર્યા પોતાના પતિ સાથે આવી તો મીડિયાની નજરોમાં તે કેદ થઇ ગઈ.

પરંતુ લોકોએ તેને એક બીજા એન્ગલથી પણ જોઈ કે એશ્વર્યા રાય પ્રેગ્નેન્ટ છે, અને તે સમાચાર સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા છે. આ ફોટાને વિરાલ ભયાનીએ પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કર્યા છે.

આ ફોટામાં એશ્વર્યા રાયની ડ્રેસિંગ સ્ટાઈલ જોવા જેવી હતી, પરંતુ તેની સાથે જ તેણે સુટના દુપટ્ટાથી પોતાનું પેટ છુપાવ્યું હતું. એશ્વર્યાએ ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ બનાવેલું રેડ અને ગોલ્ડન ગોટાવાળું ડિઝાઈનર સુટ પહેર્યું હતું. આ ફોટામાં તેમણે દુપટ્ટો ફેલાવીને પેટને છુપાવ્યું હતું. તેવામાં ઈન્ટરનેટ ઉપર ઘણા યુઝર્સ એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, શું એશ્વર્યા રાય પ્રેગ્નેન્ટ છે?

ઘણા યુઝર્સ મુજબ પોતાનો બેબી બમ્પ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં એશ્વર્યા રાય વચ્ચે જોવા મળી રહી હતી. આ વિડીયો ગોવાનો હતો, અને ત્યાં એશ અભિષેક સાથે વેકેશન મનાવી રહી હતી. આ વિડીયોમાં પણ એશ્વર્યાના પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું.

સલમાન ખાનના બ્રેકઅપના ૩ વર્ષ પછી એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. ૨૦ એપ્રિલ, ૨૦૦૭ ના રોજ એમના લગ્ન થયા અને હાલમાં તેના લગ્નના ૧૨ વર્ષ થઈ ગયા છે, અને આજે પણ તેમનો પ્રેમ જળવાયેલો છે. બંને જણાએ એક સાથે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’, ‘ગુરુ’ અને ‘રાવણ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.